Solar Fencing Yojana Gujarat 2022| સોલાર પાવર યુનિટ કીટ @ikhedut.gujarat.gov.in
Solar Fencing Yojana Gujarat : i-Khedut પોર્ટલ પર સોલાર ફેન્સીંગ યોજના 2022 માટે ઓનલાઈન અરજી કરવા માટે i-khedut પોર્ટલ 10 સપ્ટેમ્બર થી ખુલ્લું મુકવામાં આવ્યું છે. Solar fencing yojana gujarat 2022 (સોલાર પાવર યુનિટ કીટ) આ સહાય મુજબ ખેડૂતને કુલ ખર્ચના 50 ટકા અથવા રૂ. 15,૦૦૦ બે માંથી જે ઓછું હોય તે મુજબ ખાતા દીઠ સહાય અપાશે. જે માટે i-ખેડૂત પોર્ટલ ઉપર તારીખ 10 સપ્ટેમ્બર 2022થી 9 ઓક્ટોબર 2022 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. સંપૂર્ણ માહિતી મેળવવા માટે નીચે આપેલ ઓફિશિયલ જાહેરાત વાંચો.
વર્ષ 2022-2023માં રાજ્યના ખેડુતોને વન્ય રખડતા પ્રાણીઓ દ્વારા થતા ઉભા પાકના નુકશાનને અટકાવવા માટે ખેતરની ફરતે સોલાર ફેન્સીંગ બનાવવા ‘સોલાર પાવર યુનિટ કિટ’ની ખરીદીમાં નાણાકિય સહાય આપવામાં આવશે. આ યોજનાનો લાભ મેળવવા ઈચ્છુક ખેડૂતોએ આઈ.ખેડૂત પોર્ટલ પર (https://ikhedut.gujarat.gov.in) તારીખ 10 સપ્ટેમ્બર, 2022 થી એક માસ સુધી ઓનલાઇન અરજીઓ કરવાની રહેશે. Uen વન્ય અથવા રખડતાં પ્રાણીઓથી થતાં પાકના નુકસાનને અટકાવવા માટે લોખંડની કાંટાળી તારની વાડની યોજના રાજ્યભરમાં અમલી છે. આ યોજનામાં ક્લસ્ટરના ધોરણે ખેડૂતોને લાભ મળે છે, પરંતુ તેના સ્થાને રાજયના તમામ ખાતેદાર ખેડૂતોને વ્યક્તિગત ધોરણે કે જે ખેડૂતોએ કાંટાળી તારની વાડ બનાવવા માટે લાભ લીધો નથી તેમને આ સહાય આપવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે.
Highlights Of Solar Fencing Yojana Gujarat 2022
યોજનાનું નામ સોલાર ફેન્સીંગ યોજના 2022
હેઠળ ગુજરાત રાજ્ય સરકાર
યોજનાનો હેતુ ખેતરની ફરતે સોલાર ફેન્સીંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ/કીટ ખરીદીમાં નાણાંકીય સહાય આપવાની નવી યોજના
વિભાગનું નામ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત
અરજી કરવાનો પ્રકાર ઓનલાઇન
છેલ્લી તારીખ 09/10/2022
મળવાપાત્ર લાભ ખર્ચના 50% અથવા ₹15,૦૦૦ બે માંથી જે ઓછું હોય તે
સત્તાવાર પોર્ટલ https://ikhedut.gujarat.gov.in
Solar Fencing Yojana Gujarat 2022
આ યોજનાનો લાભ લેવા માંગતા ખેડૂતોઓ આઈ ખેડૂત પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે. વહેલા તે પહેલાના ધોરણે ફાળવેલા લક્ષ્યાંકની મર્યાદમાં જ અરજીઓ પોર્ટલ પર સ્વીકારવામાં આવશે. ખેડતો ખેતર પર રહી પાકની રખેવાળી કરવાના બદલે ખેતર ફરતે સોલાર ફેન્સીંગ થકી ઉભા પાકના રક્ષણ કરી શકે તેવા ઉદ્દેશ સાથે શરૂ કરાયેલી આ યોજનાનો વધુને વધુ ખેડૂતોને લાભ લેવા કૃષિમંત્રીએ અનુરોધ કર્યો છે.
વન્ય/રખડતાં પ્રાણીઓથી થતાં પાકના નુકસાનને અટકાવવા માટે લોખંડની કાંટાળી તારની વાડની યોજના રાજ્યભરમાં અમલી છે. આ યોજનામાં ક્લસ્ટરના ધોરણે ખેડૂતોને લાભ મળે છે, પરંતુ તેના સ્થાને રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતોને વ્યક્તિગત ધોરણે કે જે ખેડૂતોએ કાંટાળી તારની વાડ બનાવવા માટે લાભ લીધો નથી તેમને આ સહાય આપવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે.
ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે વિવિધ સરકારી યોજનાઓનો લાભ આપવા માટે ikhedut portal બનાવેલ છે. જેમાં બાગાયતી વિભાગ દ્વારા સોલાર ફેન્સીંગ યોજના પર સહાય આપવામાં આવે છે. Solar Fencing Yojana Scheme in Gujarat નો લાભ મેળવવા માટે કેવી રીતે અરજી કરવી, કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ તેની સંપૂર્ણ માહિતી વિગતવાર મેળવીશું.
સોલાર પાવર યુનિટ કીટ યોજના નો લાભ લેવા માટેની પાત્રતા
ગુજરાત સરકાર દ્વારા કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા Solar Fencing Yojana Gujarat (સોલાર ફેન્સીંગ યોજના ગુજરાત) યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી આઈ-ખેડૂત પોર્ટલ પરથી કરવાની રહેશે. ખેડૂતોને આ સોલાર ફેન્સીંગ યોજના ગુજરાતનો લાભ મેળવવા માટે બાગાયતિ વિભાગ દ્વારા લાભ લેવા માટેની પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ જણાવેલ છે.ખેડૂત ગુજરાત રાજ્યનો નાગરિક હોવો જોઈએ.
લાભાર્થી ખેડૂત હોવો જોઈએ..
ખેડૂતોએ પોતાની રીતે ખુલ્લા બજારમાથી નિયત થયેલ ગુણવત્તા વાળી કિટની ખરીદી કરી શકશે.
ખેડૂતે આ યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે.
Benefits Of Solar Fencing Yojana Gujarat
કાટાંળી તારની વાડ બનાવવા માટે જે ખેડુતો લાભ લીધેલ હોય તે ખેડુતોને આ સોલાર પાવર યુનિટ/કીટ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે નહિ.સોલાર પાવર યુનિટ/કીટ ખરીદી માટે ખાતેદાર ખેડૂતને કુલ ખર્ચના ૫૦% અથવા ₹૧૫,૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવશે.
ખેડૂતોએ પોતાની રીતે ખુલ્લા બજારમાથી નિયત થયેલ ગુણવત્તા વાળી કિટની ખરીદી કરી શકશે.
લક્ષ્યાંકની મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે.
સોલાર પાવર યુનિટ કીટ માટે ૧૦ (દસ) વર્ષે એક વખત સહાય મળવાપાત્ર રહેશે.
સોલાર ફેન્સીંગ યોજના ગુજરાત ૨૦૨૨ માટે જરૂરી ડોક્યુમેન્ટ નું લિસ્ટ
કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત દ્વારા અત્યારે આઈ-ખેડૂત પોર્ટલ પર ચાલતી સોલાર ફેન્સીંગ સહાય યોજના નો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવાની કરવાવી હોવાથી. જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ અરજદાર પાસે પાસે હોવા જોઈએ.અરજદાર ખેડૂતની 7/12 ની જમીનની નકલ
અરજદારનો આધારકાર્ડ
બેંક ખાતાની પાસ બુક ની પહેલા પેજની ઝેરોક્ષ
જો અરજદાર SC જ્ઞાતિનો હોય તો તેનું જાતિનું સર્ટિફિકેટ
જો અરજદાર ST જ્ઞાતિનો હોય તો તેનું જાતિનું સર્ટિફિકેટ
અરજદારના રેશનકાર્ડની નકલ
જો અરજદાર ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું સર્ટિફિકેટ
જો અરજદાર લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો જ )
ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
અરજદાર ખેડૂતનો મોબાઈલ નંબર.
સોલાર ફેન્સીંગ યોજના ગુજરાતની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી –
ખેડૂતોએ i-ખેડૂત પોર્ટલ પરથી અરજી ઓનલાઇન કરવાની રહેશે છે. ખેડૂતો આ યોજનાની ઓનલાઈ અરજી ઘરે બેઠા મોબાઈલ / કમ્પ્યુટર દ્વારા પણ કરી શકો છો. તથા તમારા ગામ ની ગ્રામ પંચાયત ખાતેથી VCE (પંચાયત ઓપરેટર ) તથા CSC Center દ્વારા પણ અરજદાર ખેડૂત અરજી કરી શકે છે. આ યોજનાની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે ના સ્ટેપ બાય સ્ટેપમાં આપેલ છે.સૌપ્રથમ તો મોબાઈલ / કમ્પ્યુટરના Chrome બ્રાઉઝર માં www.Google.Co.In માં “ikhedut Portal ” ટાઈપ કરવાનું રહેશે.
જેમાં Google Search માં જે રીઝલ્ટ આવે તેમાંથી https://ikhedut.gujarat.gov.in/ પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે.
આઈ-ખેડૂત વેબસાઈટ ખોલ્યા બાદ “ખેતીવાડી ની યોજનાઓ” પર ક્લિક કરવું. ત્યારબાદ ક્રમ નંબર-3 પર “ખેતીવાડી યોજનાઓ” જમણી બાજુ પર લખેલ – વિગતો માટે અહીં ક્લિક કરો પર ક્લિક કરવાનું રહેશે.
ક્લિક કર્યા પછી તમને વિવિધ ખેતીવાડી ની યોજનાઓ લિસ્ટ તમને બતાવશે.
જેમાં અનુક્રમ નં 3 – “સોલાર ફેન્સીંગ” માં “અરજી કરો” લખેલ આવે તેના પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે. નવું વેબ પેજ પછી તમને પૂછવામાં આવશે તમે ખેડૂત નોંધણી (રજીસ્ટ્રેશન) ધરાવતા હો કે ના ધરાવતા હો, તો પણ અરજી કરી શકો છો.
જો તમે ખેડૂત નોંધણી ધરાવો છો તેમાં હા કહેશો તો આધાર નંબર અને મોબાઈલ નંબર રજુ કરવાનો રહેશે તો તમારાં મોબાઈલ ઉપર એક OTP આવશે. તે OTP નાખ્યા બાદ અરજીમાં ખેડુતની વિગતો આપો આપ ઓનલાઈન આવી જશે.
“નવી અરજી કરો” બટન ઉપર ક્લીક કરી નવી અરજી કરો.
અરજીમાં સુધારા વધારા માટે “અરજી અપડેટ કરો” બટન ઉપર ક્લીક કરો. અરજી અપડેટ/કન્ફર્મ કરવા અરજી નંબર સાથે જમીન ખાતાનો ખાતા નંબર અથવા રેશન કાર્ડ નંબર જે તે અરજી કરતી વખત આપેલ હશે તે આપવાનો રહેશે.
અરજી બરાબર થયા બાદ તેને કન્ફર્મ કરો.અરજી કન્ફર્મ થઇ ગયા બાદ અરજી અપડેટ થશે નહી
જો તમે ખેડૂત નોંધણી કરાવ્યા વગર વર્ષ ૨૦૧૮-૧૯થી પ્રથમ વખત અરજી કરતાં હશો તો ઓનલાઈન અરજી કરતી વખતે આધાર નંબર અને મોબાઈલ નંબર આપવાથી અરજીની પાત્રતા નિયત થાય તે સમયે સંબંધિત કચેરીમાં આધાર નંબરની નકલ રજુ કરેથી, સંબંધિત અધિકારીશ્રી દ્વારા તેની ખરાઇ કર્યા બાદ ખેડૂત નોંધણી (રજીસ્ટ્રેશન) થશે. તે સમયે નોંધણી (રજીસ્ટ્રેશન) થયેલ છે તે અંગેનો SMS આપના રજીસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર આવશે.
અરજી કન્ફર્મ થયા પછીજ અરજીની પ્રિન્ટ લઇ શકાશે.
જો બેન્કનું નામ લીસ્ટમાં ન મળે તો નજીકની બાગાયતી કચેરીનો સંપર્ક કરવો.
અરજી સેવ કરતા જો અરજી નંબર જનરેટ ન થાય તો સુચનાઓની ઉપરની લાઇનમાં મેસેજ વાંચો.
જે વિગતો આગળ લાલ * છે તે ફરજીયાત છે.
અરજી નો પ્રિન્ટ આઉટ લેવું કરજીયાત છે. ઓનલાઈન અરજીની પ્રિન્ટ આઉટ લઇ તેમાં સહી/અંગુઠાનું નિશાન કરી જરૂરી દસ્તાવેજ સાથે અરજી પર દર્શાવેલ ઓફિસ/કચેરીના સરનામે રજુ કરવાની રહેશે. અથવા આઇ ખેડુત પોર્ટલ પર ખેડુત ઓનલાઇન અરજી કર્યાબાદ તેની પ્રિંટ લઇ સહિ/અંગુઠાનું નિશાન કરી તેને સ્કેન કરીને પોર્ટલ પર “અરજી પ્રિન્ટની સહી કરેલ નકલ અપલોડ” મેનુમાં કલીક કરીને અપલોડ કરી શકાશે. જયા લાગુ પડતુ હોય ત્યાં “અન્ય ડોક્યુમેન્ટ અપલોડ” મેનુમાં જાતિના દાખલાની સ્કેન કરેલ નક્લ પણ અપલોડ કરવાની સુવિધા ચાલુ કરેલ છે. જેથી ખેડુતે કચેરીમાં રુબરુ અરજી પહોચાડવાની જરુરીયાત રહેતી નથી. સ્કેન કરેલ નક્લ PDF ફોરમેટમાં અપલોડ કરવી તેની સાઇઝ ૨૦૦ કેબી થી વધવી જોઇએ.
સોલાર પાવર યુનિટ કીટ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ
સોલાર ફેન્સીંગ સહાય યોજનામાં અરજદારે 10/09/2022 થી 09/10/2022 સુધીમાં ઓનલાઇન આઇ ખેડુત પોર્ટલ પર અરજી કરવાની રહેશે. ત્યારબાદ અરજી પ્રક્રિયા બંધ થશે.
યોજનાની સંપૂર્ણ માહિતી અહીં ક્લિક કરો
ઑનલાઇન અરજી કરવા અહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ અહીં ક્લિક કરો
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
1.સોલાર પાવર યુનિટ કીટ યોજના માં કેટલો લાભ મળશે ?
સોલાર પાવર યુનિટ કીટ ખરીદી માટે ખાતેદાર ખેડૂતને કુલ ખર્ચના ૫૦% અથવા ₹૧૫,૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવશે.
2. Solar Fencing Yojana Gujarat ની છેલ્લી તારીખ કઈ છે ?
સોલાર ફેન્સીંગ યોજના ગુજરાત માં અરજદારે 10/09/2022 થી 09/10/2022 સુધીમાં ઓનલાઇન i-khedut પોર્ટલ પર અરજી કરવાની રહેશે.
3. Solar Fencing Yojana Gujaratનો લાભ લેવા માટે ક્યાં અરજી કરવાની રહેશે?
સોલાર ફેન્સીંગ યોજનાનો લાભ લેવા માટે આઈ-ખેડૂત પોર્ટલ ( I khedut Portal ) પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે.
No comments:
Post a Comment