ભારતને મળી પાંચમી વેક્સિન:જોન્સન એન્ડ જોન્સનની સિંગલ ડોઝ વેક્સિનને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી, ટૂંક સમયમાં બજારમાં મળશે
posted on at
ભારતમાં વધુ એક વેક્સિનને ઈમરજન્સી યુઝ માટે મંજૂરી મળી ગઈ છે. જોન્સન એન્ડ જોન્સનની કોવિડ વેક્સિનને ભારતમાં ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી ગઈ છે. સ્વાસ્થય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને આ વિશે માહિતી આપી છે. હાલ ભારતમાં કોવેક્સિન, કોવિશીલ્ડ અને સ્પૂતનિક-વી વેક્સિન અપાઈ રહી છે, જ્યારે મોર્ડનાને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી અપાઈ છે.
ગયા સપ્તાહે જ અમેરિકાની કંપની જોન્સન એન્ડ જોન્સને ભારતમાં કોરોનાની વેક્સિનના ત્રીજા ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી માંગી હતી. જોકે ભારતમાં વેક્સિનના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી માટે ક્લિનિક્લ ટ્રાયલ જરૂરી નથી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે જોન્સન એન્ડ જોન્સન તરફથી DGCIને આપવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે, ભારતમાં 600 લોકો પર ટ્રાયલ કરવા માંગે છે. બે ગ્રૂપુમાં ટ્રાયલની અરજી આપવામાં આવી છે. એક ગ્રુપમાં 18થી 60 વર્ષના લોકોને રાખવામાં આવશે.
બીજા ગ્રુપમાં 60થી વધારે ઉંમરના લોકોને રાખવામાં આશે. ત્રીજા તબક્કામાં વેક્સિનની સુરક્ષા અને ઈમ્યુનિટી લેવલની તપાસ કરવામાં આવશે. જોન્સન એન્ડ જોન્સનની આ વેક્સિનનો એક જ ડોઝ લેવાની જરૂર છે. વેક્સિન લીધાના 28 દિનસ પછી બ્લડ સેમ્પલ લઈને તેની તપાસ કરવામાં આવશે.
એક ડોઝ અસરકારક, ફ્રિઝરમાં રાખવાની જરુર નથી
જ્હોનસન એન્ડ જ્હોન્સન એવી તકનીકનો ઉપયોગ કરી રહી છે જેનાથી અન્ય રોગો સામે લડવાનો રેકોર્ડ સારો રહ્યો છે. વેક્સિન જ્હોન્સન અને જ્હોન્સન ઉત્પાદન કરી રહ્યા છે જ્યાં સુધી હોસ્પિટલમાં મોકલવામાં ન આવે ત્યાં સુધી ફ્રીઝરમાં રાખવાની જરૂર નથી અને દર્દીની એક જ ડોઝમાં સારવાર થઈ જાય. રસી પરીક્ષણ અને ઉત્પાદન ઇતિહાસમાં ક્યારેય આટલી ઝડપથી બન્યું નથી. સનોફી અને નોવા વેક્સ પણ આવી વેક્સિનને ડેવલોપ કરી રહી છે. તેઓ વધુ સારું પ્રદર્શન કરશે તેવી પણ અપેક્ષા છે.
વેક્સિનમાં ખાસ શું છે?
જ્હોનસન એન્ડ જ્હોનસને કોરોના વાઈરસના જીનથી લઈને હ્યુમન સેલ સુધી પહોંચાડવા માટે એડિનોવાઈરસનો ઉપયોગ કર્યો છે. તેના પછી સેલ કોરોના વાઈરસ પ્રોટીન્સ બનાવે છે, આ પ્રોટીન પાછળથી વાઇરસ સામે લડવામાં ઇમ્યુનિટી સિસ્ટમ વધારે છે. એડિનોવાયરસ એ વેક્સિનને ઠંડી રાખવાનું કામ છે, પરંતુ તેને ફ્રિઝરમાં જમાવાની જરૂર નથી. જોકે, હાલમાં બે મુખ્ય વેક્સિન ઉત્પાદકો મોર્ડના અને ફાઇઝર mRNAએ જેનેટીક મટિરિયલ્સ પર નિર્ભર છે. આ કંપનીઓની વેક્સિનને ફ્રિજમાં રાખવી પડે છે, જેનાથી તેમનું વિતરણ વધુ મુશ્કેલ બનશે. ખાસ કરીને એવા સ્થળોએ જ્યાં સારી તબીબી સુવિધાઓ નથી.
No comments:
Post a Comment