સોમનાથમાં સમુદ્રાન્તિકે:દરિયા કિનારે નવા બનેલા વોક-વેનું PM કરશે ઈ-લોકાર્પણ, પ્રભાસમાં 21 કરોડના ખર્ચે બનશે પાર્વતી મંદિર
posted on at
જગવિખ્યાત સોમનાથના સાંનિધ્યે યાત્રીઓ માટે કેન્દ્ર સરકારની યોજના હેઠળ 50 કરોડોના ખર્ચે તૈયાર થયેલા વોક-વે, મ્યુઝિયમ સહિતનાં વિકાસકામોનું લોકાર્પણ અને નિર્માણ થનારા રૂ.21 કરોડના ખર્ચે પાર્વતી મંદિરનો શિલાન્યાસ એકાદ અઠવાડિયાની અંદર સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ અને શિલાન્યાસ વિધિ થવાની છે, જેને લઈ ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે.
યાત્રીઓને અનેક સ્થળો નિહાળવા મળશે
આગામી સોમવારથી શ્રાવણ માસનો પ્રારંભ થશે. એવા સમયે જ જગવિખ્યાત સોમનાથ મંદિરના સાંનિધ્યે યાત્રીઓમાં આર્કષણનું કેન્દ્ર બની રહે એ હેતુસર કરોડોના ખર્ચે વિકાસકામો કેન્દ્ર સરકારની પ્રસાદ યોજના હેઠળ તૈયાર કરવામાં આવ્યાં છે, જેમાં સોમનાથ મંદિર સમીપે સમુદ્રકિનારે સવા કિલોમીટર લાંબો વોક-વે, ટીએચસી ભવન ખાતે મંદિર સ્થાપત્ય મ્યુઝિયમ તથા અહિલ્યાબાઇ (જૂના સોમનાથ મંદિર તરીકે ઓળખાતા) મંદિર પરિસરનાં વિકાસકામનું લોકાર્પણ કરવાનું તેમજ આ સાથે સોમનાથ મંદિર પરિસરમાં નિર્માણ થનારા પાર્વતીજી મંદિરની શિલાન્યાસ વિધ પ્રધાનમંત્રી કાર્યાલયમાંથી તારીખ મળ્યા બાદ આગામી દિવસોમાં સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ એવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ-શિલાન્યાસ વિધિ થશે. એના કાર્યક્રમ માટેની તૈયારીઓ સ્થાનિક વહીવટી તંત્રના સંકલન સાથે ટ્રસ્ટ દ્વારા હાથ ધરવામાં આવી હોવાનું જીએમ વિજયસિંહ ચાવડાએ જણાવ્યું છે.
તૈયારીઓને આખરી ઓપ
પ્રઘાનમંત્રી મોદીના હસ્તે વર્ચ્યુઅલ રીતે થનારા કાર્યક્રમની સોમનાથ ટ્રસ્ટના સચિવ પ્રવીણભાઈ લ્હેરીના માર્ગદર્શન હેઠળ તૈયારીઓને આખરી ઓપ સાથે રિહર્સલ પણ થઇ રહ્યું છે, જેમાં ઇતિહાસમાં અંકિત થઈ જાય એવી શોભાયાત્રા સોમનાથ સમુદ્ર તટના વોક-વે ઉપર કાઢવાનું આયોજન હોઈ, એના રિહર્સલના ભાગરૂપે શિશુમંદિર ઇન્ટરનેશનલ સ્કુલના બાળકોની બેન્ડ પાર્ટી દ્રારા શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં સ્કુલની સંસ્થાના ટ્રસ્ટીઓ જગમાલભાઇ વાળા, રમેશભાઇ ચોપડકર, જે.બી. મહેતા તથા સીબીએસસી સ્કુલના સ્ટાફે તાલીમબદ્ધ માર્ચ પાસ્ટ સાથે ભાગ લીધો હતો.
સફેદ માર્બલનું ભવ્ય પાર્વતીજીનું મંદિર બનશે
No comments:
Post a Comment