કાનમાં ફાટ્યા ઇઅરફોન, યુવકનું મોત:ગીતો સાંભળતી વખતે ધડાકા સાથે ડિવાઈસ ફાટ્યું, કાનમાંથી લોહી નીકળવા લાગ્યું; ડોક્ટર બોલ્યા- કાર્ડિયક અરેસ્ટના લીધે મોત
posted on at
રાજસ્થાનનાં જયપુરમાં કેબલ ઇઅરફોનમાં વિસ્ફોટ થયો હતો, જેમાં યુવકનું મોત નીપજ્યું હતું. યુવક પોતાના કમ્પ્યુટર પર ઇઅરફોન લગાવીને ગીતો સાંભળી રહ્યો હતો. અચાનક ઇઅરફોનમાં તીવ્ર અવાજમાં વિસ્ફોટ થયો અને તેના કાનમાંથી લોહી નીકળવા લાગ્યું. હોસ્પિટલના ડોકટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
ડોકટરોનું કહેવું છે કે ઇઅરફોન ફાટવાથી મોટા અવાજને કારણે યુવાનને કાર્ડિયક અરેસ્ટ થયો હોઈ શકે છે. તેના કારણે તેનું મૃત્યુ નીપજ્યું.
જયપુરના સીકર હાઇવે પર આવેલા ઉદયપુરિયા ગામમાં રહેતા 28 વર્ષીય રાકેશ નગરના ફેબ્રુઆરીમાં લગ્ન થયા હતાં. તે ઘણીવાર અભ્યાસ કરવા માટે કમ્પ્યુટરનો ઉપયોગ કરતો હતો. શુક્રવારે બપોરે તે તેના ફાર્મ હાઉસમાં ઇઅરફોન પર ગીતો સાંભળી રહ્યો હતો. આ દરમિયાન ઇઅરફોનમાં વિસ્ફોટ થયો હતો અને તેનું મોત નીપજ્યું હતું. બીજી તરફ પરિવારે કહ્યું કે તે ઇઅરફોન સાથે અભ્યાસ કરી રહ્યો છે.
ઘટના સમયે પરિવાર ખેતરમાં હતો
ઘટના સમયે તે રુમમાં એકલો હતો. માતા, બહેન અને પરિવારના અન્ય સદસ્ય ખેતરમાં કામ કરી રહ્યા હતા. તીવ્ર અવાજ સાંભળી બધા રુમ તરફ ભાગ્યા હતા. પરિવારજનોએ પોસ્ટમોર્ટમ ન કરાયો તેથી પોલીસે કોઈ કેસ દાખલ કર્યો નથી.
જૂનું હતું કમ્પ્યુટર
જે કમ્પ્યુટર અને ઇઅરફોનનો તે ઊપયોગ કરી રહ્યો હતો તે ખૂબજ જૂના હતા. ઇઅરફોન તો લોકલ કંપનીનું હતુ પરંતુ કમ્પ્યુટરની કંપની વિશે કોઈ જાણકારી નથી.
No comments:
Post a Comment