શું ખાઈને નીરજ જીત્યો ગોલ્ડ:સ્વર્ણિમ ઈતિહાસ રચનાર નીરજ ચોપરાનું મનપસંદ ફૂડ છે બ્રેડ ઓમલેટ; તે કહે છે-એથ્લિટ્સને પાણીપુરીથી કોઈ નુકસાન થતું નથી
posted on at
ભારતને એથ્લિટિક્સમાં મેડલ જીતવાના 121 વર્ષથી જે રાહ જોવાતી હતી તેનો અંત આવી ગયો છે. જેવનિલ થ્રો નીરજ ચોપડાએ ભારતને આ સ્પોર્ટ્સમાં ગોલ્ડ મેડલ અપાવ્યો છે. ઓલિમ્પિક્સ ગેમ્સમાં 13 વર્ષ બાદ ભારતને કોઈ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ મળ્યો છે. આ અગાઉ 2008માં બૈજીંગ ઓલિમ્પિક શૂટર અભિનવ બિંદ્રાએ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
કહેવત છે કે જેવું તમે ખાવો છો તેવા જ તમે બની જાવો છો. આ સંજોગોમાં પ્રશ્ન એ થાય છે કે ચેમ્પિયન નીરજ ચોપડા શું ખાય છે? આ પ્રશ્નનો જવાબ- નીરજ બ્રેડ ઓમલેટ ખાવાનું પસંદ કરે છે. જીત બાદ નીરજ મિઠાઈ ખાવાનું ઘણુ પસંદ છે. તાજેતરમાં જ તેણે પોતાની ડાઈટમાં સોલમન ફિશનો પણ સમાવેશ કર્યો છે.
તો ચાલો જાણીએ નીરજની પસંદગીના કેટલાક ફૂડ..
સોલમન ફિશમાં વિપુલ પ્રમાણમાં આયર્ન, પ્રોટીન અને ઓમેગા-3 ફેટી એસિડ જોવા મળે છે. જે આપણા શરીરમાં માંસપેશીઓની રિકવરીમાં સહાયક હોય છે. આ ફિશ એન્ટી-ઈન્ફ્લેમેટરી, વિટામીન-B3, B12, સેલેનિયમ, એન્ટી-ડાયાબિટીક, એન્ટઓક્સિડેન્ટ, એન્ટી-ઈન્ફ્લેમેટરી પોષણથી ભરપૂર હોય છે. તેનાથી ઈમ્યૂનિટી ખૂબ જ મજબૂત થાય છે.
ગોલ્ડ મેડલની અનેરી સિદ્ધિ:ઓલિમ્પિકમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવનાર નીરજ 19 વર્ષે આર્મી ઓફિસર બનેલો, હારવા અંગે ક્યારેય વિચાર કરતો નથી
posted on at
ટોક્યો ઓલિમ્પિકમાં જેવેલિન થ્રો એટલે કે ભાલા ફેકમાં નીરજ ચોપરાએ વ્યક્તિગત સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેમણે આજે યોજાયેલી સ્પર્ધામાં 87.58 . મીટરના થ્રો સાથે તમામ સ્પર્ધકોમાં સૌથી અગ્રેસર રહ્યો હતો. આ સાથે વ્યક્તિગત સ્પર્ધામાં નીરજ ચોપરાએ ઈતિહાસ રચ્યો હતો અને ભારતને ગોલ્ડ મેડલ જીતાડ્યો છે.
હરિયાણાનો વતની છે નીરજ ચોપરા
હરિયાણાના પાણીપત જિલ્લાના ખાંદ્રા ગામમાં ખેડૂત પરિવારના ઘરે 24 ડિસેમ્બર,1997ના રોજ નીરજનો જન્મ થયો હતો. નીરજે ચંડીગઢમાં અભ્યાસ કર્યો હતો. નીરજે વર્ષ 2016માં પોલેન્ડમાં યોજાયેલી IAAF વર્લ્ડ U-20 ચેમ્પિયનશિપમાં 86.48 મીટર ભાલા ફેકમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ત્યારબાદ તેની આર્મીમાં અધિકારી તરીકે નિમણૂક થઈ હતી.
આર્મીમાં જોબ મળ્યા બાદ નીરજે એક મુલાકાતમાં કહ્યું હતું કે મારા પિતા એક ખેડૂત છે અને માતા ગૃહિણી છે અને એક સંયુક્ત પરિવારમાં હું રહું છું. મારા પરિવારમાં કોઈને સરકારી નોકરી નથી. નીરજે અગાઉ માર્ચ મહિનામાં 88.07 મીટર થ્રો કરી નવો રાષ્ટ્રીય રેકોર્ડ સર્જ્યો હતો.
ઉછળીને ભાલા ફેકવાનું પણ જલ્દીથી શીખી ગયો હતો
ઉછળીને ભાલા ફેકવાની ટેકનિક પણ નીરજે શિવાજી સ્ટેડિયમમાં રહીને શીખ્યો હતો. જ્યા શરૂઆતમાં તેને ફિટ રહેવા સાથે તેના શરીરને ફ્લેક્સિબલ પણ બનાવતો હતો. તેને લીધે ઉછળીને હાથની સાથે પગનો પણ યોગ્ય તાલમેલ કરી ભાલા ફેકવાની ટેકનિક શીખ્યો હતો. નીરજની વિશેષતા એ રહી છે કે તે ક્યારેય હારવા અંગે વિચાર કરતો નથી.
જ્યારે તોડ્યો હતો પોતાનો જ નેશનલ રેકોર્ડ
2018માં ઈન્ડોનેશિયામાં જકાર્તામાં થયેલી એશિયન ગેમ્સમાં નીરજે 88.06 મીટરનો થ્રો કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. નીરજ પહેલાં ભારતીય છે જેમણે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. એશિયન ગેમ્સના ઈતિહાસમાં ભાલા ફેંકમાં અત્યાર સુધી ભારતને માત્ર બે મેડલ જ મળ્યા છે. નીરજથી પહેલાં 1982માં ગુરતેજ સિંહે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
2018માં એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કર્યા પછી નીરજના ખભા પર ઈજા થઈ હતી. તેના કારણે તેઓ ગેમથી ઘણાં દૂર રહ્યા હતા. 2019 તો તેના માટે વધારે ખરાબ રહ્યું હતું અને ત્યારપછી કોરાનાના કારણે ઘણી ઈવેન્ટ રદ કરવામાં આવી હતી.
ત્યારપછી પરત ફરીને આ વર્ષે માર્ચમાં થયેલી ઈન્ડિયન ગ્રાન્ડ પ્રિક્સમાં નીરજે 88.07 મીટરનો થ્રો કરીને પોતાનો જ નેશનલ રેકોર્ડ તોડી દીદો હતો. નીરજનું આ અત્યાર સુધીનું સૌથી સારુ પ્રદર્શન રહ્યું હતું.
No comments:
Post a Comment