Search This Website

Wednesday, 5 January 2022

ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય: ધોરણ 1થી 9 સુધી ઓફલાઈન શિક્ષણ બંધ


શું હવે કોરોનાના કેસોને ઓમિક્રોનના કેસો તરીકે જાહેર કરાશે ?

વિદેશી પ્રવાસી પોઝિટિવ આવે તો જ જિનોમ સિક્વન્સીસ ટેસ્ટ !

કોરોનાના ડેલ્ટા વેરિએન્ટ અને ઓમિક્રોન વેરિએન્ટનું અલગ અલગ રિપોર્િંટગ કરાયું

ા વડોદરા 

વડોદરા શહેરમાં ઓમિક્રોન વેરિએન્ટનુ પણ કોરોનાની જેમ લોકલ ટ્રાન્સમિશન શરૂ થઈ ગયેલુ છે તેમ છતાં વિદેશથી આવતા પ્રવાસીઓનો કોરોના પોઝિટિવ આવે તો જ તેમનો જિનોમ સિક્વન્સીસ ટેસ્ટ કરાય છે પરંતુ શહેરમાં રોજેરોજ કોરોનાના સેંકડો કેસો આવે છે તેમનો જીનોમ ટેસ્ટ કરાતો નથી હાલમાં શહેરમાં કોરોનાના ૧૧૨૧ એક્ટિવ કેસ છે તેમનામાં ઓમિક્રોનનો વેરિએન્ટ છે કે કેમ તે જીનોમ ટેસ્ટ નહીં કરાતા બહાર આવ્યુ નથી બીજી તરફ ગાંધીનગરની લેબોરેટરીમાં જીનોમ ટેસ્ટીંગની ક્ષમતા ઓછી છે ત્યારે આગામી દિવસોમાં શું કોરોનાના કેસોને ઓમિક્રોનના કેસો તરીકે જાહેર કરાશે તેનો સવાલ ઉઠયો છે .

કોરોનાના ડેલ્ટા વેરિએન્ટ અને ઓમિક્રોન વેરિએન્ટમાં દર્દીમાં લક્ષણોનુ પ્રમાણ એક સરખુ જ છે જેથી લક્ષણોને આધારે તે દર્દીને કોરોના છે કે ઓમિક્રોન તે નક્કી કરી શકાયુ નથી જોકે વિદેશથી આવતા પ્રવાસીઓનો એરપોર્ટ ખાતે જ આરટી પીસીઆર ટેસ્ટ કરાય છે તેમજ વડોદરા આવ્યા બાદ રીપીટ આરટી પીસીઆર ટેસ્ટ કરાય છે જે પોઝિટિવ આવે તો જ જીનોમ સિક્વન્સીસના ટેસ્ટ માટે સ્વેબનુ સેમ્પલ લેવાય છે અને ગાંધીનગરની લેબોરટરીમાં મોકલાય છે જોકે આખા રાજ્યમાંથી જીનોમ ટેસ્ટ માટે ત્યાં જ સેમ્પલ જાય છે બીજી લેબોરેટરી પુનામાં છે ત્યારે ગાંધીનગરની લેબોરેટરી પહોંચી વળે તેમ નથી .

બીજી તરફ કોરોનાના ડેલ્ટા વેરિએન્ટની જેમ ઓમિક્રોન વેરિએન્ટ પણ લોકલ લેવલે ફેલાવા લાગ્યો છે પાછલા કેટલાક દિવસોમાં જોઈએ તો વિદેશ પ્રવાસ કર્યો ન હોવા છતાં પણ શહેરના નાગરિકોને ઓમિક્રોન પોઝિટિવ આવેલો છે એટલે કે કોરોનાની જેમ ઓમિક્રોનનુ લોકલ ટ્રાન્સમીશન શરૂ થઈ ગયેલુ છે ત્યારે છેલ્લાં કેટલાક દિવસોથી કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે ગઈકાલે કોરોનાના ૨૮૧ અને આજે ૩૦૯ કેસ નોંધાયા હતા હાલમાં ૧૧૨૧ એક્ટિવ કેસ છે પરંતુ તેમના જીનોમ સિક્વન્સીસ ટેસ્ટ કરાતો નથી જો તેમનો ટેસ્ટ કરાય તો ઓમિક્રોન હોય તેવુ પણ બહાર આવી શકે છે જોકે ગાંધીનગરની લેબોરેટરી પહોંચી વળી શકે તેમ નથી ત્યારે કોરેાનાના કેસોને ઓમિક્રોનના કેસો તરીકે જાહેર કરી દેવાય તો નવાઈ નહીં .

કોરોનાની જેમ ઓમિક્રોનના કેસોમાં પણ ચિંતાજનક રીતે વધારો

ઓમિક્રોનના વધુ ૫ કેસ કુલ ૩૫

દરજીપુરા વાઘોડિયા રોડ અને સુભાનપુરામાં પણ ઓમિક્રોનની એન્ટ્રી

ા વડોદરા 

હવે દરજીપુરા વાઘોડિયા રોડ સુભાનપુરામાં પણ ઓમિક્રોનની એન્ટ્રી થઈ ગઈ છે આજે બે યુવતી એક યુવાન અને બે આધેડ મહિલા સહિત ઓમિક્રોનના વધુ પાંચ કેસો નોંધાયા હતા જે સાથે ઓમિક્રોનના કુલ કેસોનો આંક ૩૫ થયો છે .

નિઝામપુરા ખાતે રહેતી ૪૧ વર્ષની મહિલા કતારથી અમદાવાદ એરપોર્ટ ખાતે પરત ફરી હતી જેનો નાતાલના દિવસે આરટી પીસીઆર ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો બીજી તરફ મહિલાનો આજે ઓમિક્રોનનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો .

મૂળ બારડોલીની ૨૧ વર્ષની યુવતી સુભાનપુરા આવી હતી જેનો આરટી પીસીઆર ટેસ્ટ કરાતા તે કોરોનાગ્રસ્ત હોવાનુ નિદાન થયુ હતુ .

માંજલપુરની ૪૭ વર્ષની મહિલા યુ કે માંથી અમદાવાદ ઉતરતા ટેસ્ટ પોઝિટિવ આવતા હોસ્પિટલમાં ખસેડાઈ હતી ચાર દિવસ પછી જીનોમ સિક્વોન્સીસનો રીપોર્ટ આવ્યો હતો અને આજે તેને ઓમિક્રોનગ્રસ્ત જાહેર કરાઈ હતી .

દરજીપુરા ખાતે રહેતો ૨૪ વર્ષનો યુવાન ગઈ ૧૬મી ડિસેમ્બરે અમેરિકાથી વડોદરા પરત આવ્યો હતો આરટી પીસીઆર કરાતા તે કોરોનાગ્રસ્ત હોવાનુ બહાર આવ્યુ હતુ તે યુવાન ઓમિક્રોનગ્રસ્ત હોવાનો આજે રીપોર્ટ આવ્યો હતો .

વાઘોડિયા રોડનો યુવાન કેનેડાથી વડોદરા આવ્યો હતો તેનો ટેસ્ટ કરાતા તે કોરોનાગ્રસ્ત હોવાનુ બહાર આવ્યુ હતુ તેના ક્લોઝ કોન્ટેક્ટમાં રહેલી છ વ્યક્તિઓના આરટી પીસીઆર ટેસ્ટ નેગેટિવ આવ્યા હતા પરંતુ યુવાનનો આજે ઓમિક્રોનનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો .

એરપોર્ટ પર ટેસ્ટ ન કરાયો અને પછી બે પ્રવાસી ઓમિક્રોનગ્રસ્ત

નિઝામપુરાની મહિલા કતારથી અમદાવાદ ઉતરી હતી વડોદરા આવ્યા બાદ તે મહિલા કોરોનાગ્રસ્ત થઈ હતી અને બાદમાં ઓમિક્રોનગ્રસ્ત થઈ હતો હાલમાં તે હોમ આઈસોલેશનમાં છે આ જ રીતે વાઘોડિયા રોડનો ૨૬ વર્ષનો યુવાન કેનેડાથી પરત ફર્યો હતો તે પણ હાઈરિસ્ક કન્ટ્રીમાંથી આવ્યો નહીં હોવાથી એરપોર્ટ પર આરટી પીસીઆર કરાયો ન હતો અને બાદમાં તે કોરોનાગ્રસ્ત અને ઓમિક્રોનગ્રસ્ત જાહેર થયો હતો .

મૂળ બારડોલીની યુવતી બારોબાર અમેરિકા ચાલી ગઈ ?

બારડોલીની યુવતી સુભાનપુરા આવી હતી જે કોરોનાગ્રસ્ત હોવાનુ બહાર આવ્યુ હતુ તેના સ્વેબનુ સેમ્પલ ગાંધીનગરની લેબોરેટરીમાં મોકલી અપાયુ હતુ તેમજ તેને હોમ આઈસોલેશનમાં રખાઈ હતી જોકે તે અમેરિકા ચાલી ગઈ હોવાનુ જાણવા મળે છે તે મહિલાનો કોરોનાનો રીપોર્ટ નેગેટિવ આવ્યો કે નહીં અને રીપોર્ટ નેગેટિવ આવ્યો તો ક્યારે આવ્યો તેની કોઈ જ માહિતી આરોગ્ય વિભાગે જાહેર કરી નથી શું આરોગ્ય વિભાગ આ વિશે અંધારામાં હતું હવે તે યુવતીનો ઓમિક્રોનનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે .

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો


ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય: ધોરણ 1થી 9 સુધી ઓફલાઈન શિક્ષણ બંધ


ગાંધીનગર : ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં વધારો થતા રાજ્ય સરકાર દ્વારા નવા નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે. નવી કોવિડ ગાઇડલાઇન્સ પ્રમાણે ધોરણ 1થી 9ની સ્કૂલો 31 જાન્યુઆરી સુધી ઓફલાઇન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. જોકે, ઓનલાઇન શિક્ષણ ચાલું રાખવામાં આવશે.

ઉલ્લેખનિય છે કે, દેશ સહિત રાજ્યમાં પણ પ્રતિદિવસ કોરોનાના કેસોમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. તેવામાં વાલી એકતા મંડળે શિક્ષણ મંત્રીને ઓફલાઈન શિક્ષણ બંધ કરવા માટે અપિલ કરી હતી. તેવામાં સરકારે તેમની અપિલને ધ્યાનમાં રાખીને ધોરણ એકથી નવ સુધીના બાળકોનું ઓનલાઈન શિક્ષણ ચાલું રાખીને ફિજિકલ શિક્ષણને બંધ કરવાનો નિર્ણય લઈ લીધો છે.

ગુજરાત સરકારની નવી કોવિડ ગાઇડલાઇન્સ જાહેર, જાણો શું છે નવા પ્રતિબંધો


  • રેસ્ટોરન્ટ 75 % ક્ષમતા રાખી જ ખુલ્લી રાખવા સહીતના ફરમાન જાહેર કરવામાં આવ્યા
  • કોરોનાના અન્ય નિયંત્રણોમાં પણ મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યા
  • વધુ બે શહેર આણંદ અને નડિયાદ ઉમેરાયા

ગાંધીનગર : રાજ્યમાં કોરોના કેસોમાં ધરખમ વધારો થતાં હવે કડક નિયંત્રણો લાગુ કરી દેવામાં આવ્યા છે. નવી ગાઈડલાઈન પ્રમાણે નાઈટ કર્ફ્યૂનો સમય હવે રાત્રે 10 થી સવારે 6 સુધીનો કરી નાખવામાં આવ્યો છે. રાજ્યના 8 કોર્પોરેશન ઉપરાંત નડિયાદ અને આણંદનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે કે ઉપરોક્ત કરફ્યુના સમયનો અમલ 10 શહેરોમાં થશે.

ગુજરાતમાં કોરોના કેસોમાં મોટો ઉછાળો આવતા રાજ્ય સરકારે વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. રાત્રિ કર્ફ્યૂનો સમય હવે 10 રાત્રેથી સવારે 6 વાગ્યા સુધીનો કરી નાખવામાં આવ્યો છે. કોરોનાના અન્ય નિયંત્રણોમાં પણ મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યા છે.

અત્યાર સુધી રાજ્યમાં રાત્રે 11 થી 5 સુધીનો રાત્રી કર્ફ્યૂ અમલી હતો જેમાં હવે ફેરફાર કરીને ઉપરોક્ત સમય સુધીનો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત હોટલ, રેસ્ટોરન્ટ 75% ક્ષમતા રાખી રાત્રીના 10 વાગ્યા સુધી જ ખુલ્લી રાખવા ફરમાન જાહેર કરવામાં આવ્યું છે. જો કે હોમ ડિલેવરી રાત્રીના 11 વાગ્યા સુધી કરી શકશે. તે જ રીતે સીનેમાગૃહો, જિમ, વોટર પાર્ક 50 ટકા ક્ષમતા સાથે ચાલુ રાખી શકશે અને અંતિમ વિધિમાં 100 વ્યક્તિઓની હાજરીની છૂટછાટ આપવામાં આવી છે.

આજે શુક્રવારે ગુજરાત સરકારની કોર કમિટીની મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરીમાં બેઠક મળી હતી જેમાં લેવાયેલા નિર્ણય પ્રમાણે નવી ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ,મહેસૂલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

ઓમિક્રોનને હળવાશથી ન લો! WHOની ચેતવણી – વધતા કેસ વધુ ખતરનાક વેરિએન્ટને આપી શકે છે જન્મ





 


બ્રેકિંગ ન્યૂઝ:જો કોરોના વેક્સિનનો બીજો ડોઝ નહીં લીધો હોય તો પોલીસ ફોન કરશે, AMCએ પોલીસને લિસ્ટ સોંપ્યું



સ્ટોકહોમ: વિશ્વભરમાં ઓમિક્રોનના વધતા જતા કેસ સાથે નવા અને વધુ ઘાતક પ્રકારનું જોખમ વધી શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ મંગળવારે આ ચેતવણી આપી હતી. આ પ્રકાર (ઓમિક્રોન) સમગ્ર વિશ્વમાં જંગલની આગની જેમ ફેલાઈ રહ્યો છે. જોકે, તે પ્રારંભિક આશંકાઓ કરતાં ઓછું ગંભીર લાગે છે. આનાથી જલ્દી રોગચાળામાંથી બહાર આવવાની આશા જાગી છે અને જનજીવન ટૂંક સમયમાં સામાન્ય થઈ જશે.

આ પણ વાંચો કોવિડ-19: ભારતમાં 55.4%ના ઉછાળા સાથે 58,097 નવા કેસ, સક્રિય દર્દીઓ 2 લાખને પાર


જોકે, WHOના વરિષ્ઠ કટોકટી અધિકારી કેથરિન સ્મોલવુડે ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે વધતા સંક્રમણ દરની વિપરીત અસર થઈ શકે છે.

સ્મોલવુડે એએફપીને આપેલા ઈન્ટરવ્યુંમાં કહ્યું- ઓમિક્રોન જેટલો વધારે ફેલાય છે, તેટલો જ વધારે ટ્રાન્સમિટ થાય છે અને તેટલો જ વધારે રિપ્લિકેટ થાય છે, તેટલી જ વધારે શક્યતાઓ છે કે આ એક નવા વેરિએન્ટને ઉત્પન્ન કરી શકે છે. હવે ઓમિક્રોન જીવલેણ છે, તે મોતનું કારણ બની શકે છે… બની શકે કે ડેલ્ટાની સરખામણીમાં થોડો ઓછો પરંતુ કોણ કહી શકે છે કે આગામી વેરિએન્ટ શું કરી શકે છે.


આ પણ વાંચો અમદાવાદ: કોરોના રસીનો બીજો ડોઝ ન લેનારા માટે મહત્વનો નિર્ણય


યુરોપમાં રોગચાળાની શરૂઆતથી 10 કરોડથી વધુ કોવિડ કેસ નોંધાયા છે અને 2021 ના ​​છેલ્લા અઠવાડિયામાં 5 કરોડથી વધુ કેસ નોંધાયા છે. સ્મોલવુડે કહ્યું, “અમે ભૂતકાળમાં જે જોયું છે તે વર્તમાનમાં આપણે જે જોયું છે તેના કરતા ઓછું હતું.”

તેમણે કહ્યું, “આપણે ખતરનાક તબક્કામાં છીએ, અમે જોઈ રહ્યા છીએ કે પશ્ચિમ યુરોપમાં ચેપ દર ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે અને તેની સંપૂર્ણ અસર હજી સ્પષ્ટ નથી.”

No comments:

Post a Comment