વડોદરા શહેરમાં બપોર બાદ અડધા કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબકતા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. સાંજે પણ અડધા કલાકમાં 1 ઈંચ વરસાદ ખાબકી ગયો છે અને હજુ વરસાદ પડી રહ્યો છે. શહેરમાં કુલ 3 ઈંચ વરસાદ પડ્યો છે. જેના કારણે સામાન્ય લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. બપોર પછી ધોધમાર વરસાદ થતાં શહેરના અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. શહેરના રેલવે સ્ટેશન પાસે આવેલા ગરનાળામાં પણ ભારે વરસાદના પગલે પાણી ભરાઈ ગયું હતું. તો બીજી તરફ ભીમનાથ ઓવરબ્રિજ પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા.
સાંજે પણ મેઘરાજાની જમાવટ
વડોદરા શહેર અને જિલ્લામાં સાંજે પ્રચંડ ગાજવીજ અને વાવાઝોડા સાથે ભારે વરસાદ પડ્યો છે. વડોદરા શહેરમાં અડધો કલાકમાં એક ઇચ જેટલો વરસાદ પડ્યો છે. સમગ્ર શહેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જ્યારે નોકરી ધંધાથી ઘરે જઈ રહેલા લોકો રસ્તામાં જ અટવાયા હતા. નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.
ભારે પવન સાથે વરસાદ વરસ્યો
વડોદરા શહેરમાં આજે બપોર બાદ ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. વડોદરાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. જેને પગલે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આજે વહેલી સવારથી વડોદરા શહેરના વાતાવરણમાં પલટો આવ્યો હતો. જોકે બપોર બાદ ભારે પવન ફૂંકાવાની શરૂ થયો હતો અને ભારે વરસાદ પણ શરૂ થઈ ગયો હતો. વડોદરા શહેરના માંડવી મંદિર રાવપુરા કારેલીબાગ ફતેગંજ અને અલકાપુરી સહિતના અનેક વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાઇ ગયા હતા તેને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
અલકાપુરી ગરનાળામાં પાણી ભરાયા
વડોદરાના રેલવે સ્ટેશન પાસે આવેલા અલકાપુરી ગરનાળામાં થોડા વરસાદમાં પણ પાણી ભરાઈ જતું હોય છે, ત્યારે વડોદરામાં બપોર પછી થયેલા ભારે વરસાદના પગલે ગરનાળામાં પાણી ભરાઇ ગયું હતું. જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત વડોદરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેના કારણે અવર જવર કરવામાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
દર વર્ષે ગરનાળામાં પાણી ભરાવાની સમસ્યા છે
દર વર્ષે ચોમાસામાં ગરનાળામાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. તેમ છતાં ગરનાળામાં ભરાતાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થાય તે માટે તંત્ર દ્વારા કોઈ યોગ્ય પગલા લેવામાં આવતાં નથી. જેના કારણે નાગરિકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે.
6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 20 જિલ્લામાં યલો એલર્ટ
રાજ્યમાં 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 20 જિલ્લામાં આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદ થવાની પણ આગાહી કરવામાં આવી છે. ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં આજે વહેલી સવારે 6 વાગ્યાથી કડાકાભડાકા અને ઠંડા પવન સાથે ભારે વરસાદ પડ્યો હતો. વહેલી સવારે માત્ર પશ્ચિમ વિસ્તારમાં અડધો કલાક વરસાદ પડ્યો હતો, જેમાં ચાંદખેડામાં 1 ઇંચ, ગોતા અને સોલામાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.
પીએમ મોદીની સંપત્તિમાં એક વર્ષમાં 22 લાખનો વધારો, શેરબજારમાં રોકાણ નથી કરતા, જાણો તેમની આવક અંગે
નવી દિલ્હી,તા.25 સપ્ટેમ્બર 2021,શનિવાર
પીએમ મોદી પોતાની આવક અને સંપત્તિની જાણકારી નિયમિત રીતે દેશના લોકો સમક્ષ રજૂ કરતા હોય છે.
લેટેસ્ટ જાણકારી પ્રમાણે પીએમ મોદીની કુલ સંપત્તિ 3.07 કરોડ રૂપિયા છે. જે ગયા વર્ષે 2.85 કરોડ રૂપિયા હતી. આમ તેમની સંપત્તિમાં એક વર્ષમાં બાવીસ લાખ રૂપિયાનો વધારો થયો છે. પીએમ મોદી શેરબજારમાં રોકાણ કરતા નથી અને તેમનુ રોકાણ નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટમાં છે. જ્યાં તેમણે 8.9 લાખ રૂપિયા રોક્યા છે. તેમની લાઈફ ઈન્સ્યોરન્સ પોલિસી 1.5 લાખની છે. તેમની પાસે 20000 રૂપિયાના એલ એન્ડ ટીના ઈન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ છે. આ બોન્ડ તેમણે 2012માં ખરીદયા હતા.
સંપત્તિમાં વધારા પાછળનુ મુખ્ય કારણ ગાંધીનગર ખાતે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની બ્રાન્ચમાં મુકેલી એફડી છે. આ રકમ 31 માર્ચ 2021ના રોજ 1.86 કરોડ રૂપિયા હતી. જે ગયા વર્ષે 1.6 કરોડ રૂપિયા હતી. પીએમ મોદી પાસે કોઈ વાહન નથી. સોનાની ચાર અંગૂઠીઓ છે અને તેની કિંમત 1.48 લાખ રૂપિયા થવા જાય છે.
તેમનુ બેન્ક બેલેન્સ દોઢ લાખ રૂપિયા છે અને હાથ પર 36000 રૂપિયાની રોકડ છે. પીએમ બન્યા બાદ નરેન્દ્ર મોદીએ કોઈ સંપત્તિ ખરીદી નથી. 2002માં તેમણે ગાંધીનગરમાં ઘર માટે જે સંપત્તિ ખરીદી હતી તેનુ મુલ્ય 1.1 કરોડ રૂપિયા છે. આ સંયુક્ત પ્રોપર્ટી છે અને તેમાં પીએમ મોદીનો હિસ્સો 25 ટકા છે. આમ 14000 ચોરસફૂટમાંથી તેમનો અધિકાર 3500 સ્કેવરફૂટ પર છે.
સરકારી કર્મચારીઓના DAમાં 3 ટકાના વધારા પહેલા મળશે આ 5 ફાયદા, ચેક કરો ડિટેલ્સ
BIG BREAKING: કોરોના મૃતકના પરીવારજનોને મળશે 50 હજારની સહાયતા, કેન્દ્ર સરકારે SCમાં આપ્યો જવાબ
દેશમાં કોરોનાની બીજી લહેર અત્યંત ઘાતક હતી. આ લહેરમાં સંખ્યા બંધ લોકો એ પોતાના જીવ ગુમાવ્યા હતા. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એક જવાબમાં મોટું નિવેદન આપ્યું છે કે જેટલા પણ લોકોની મોત કોરોના વાયરસથી થઈ છે તે તમામના પરિવારજનોને 50 હજાર રૂપિયાની સહાયતા કરવામાં આવશે. સહાયતાની આ રકમ રાજ્ય પોતાના ડિઝાસ્ટર રીલીફ ફંડથી પીડિતોના પરિજનોને આપશે. કેન્દ્ર સરકાર હેઠળ કાર્યરત નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી એટલે કે NDRF સંસ્થાે આજે સુપ્રીમ કોર્ટમાંસોગંદનામું દાખલ કરીને કોરોના સંબધિત મૃત્યુ પર વળતરની રકમ અને પ્રક્રિયા વિશે માહિતી આપી હતી.
કોરોનાને કારણે જીવ ગુમાવનારના પરિવારને ચાર-ચાર લાખ રૂપિયાનું વળતર આપવામાં આવે.
આ પહેલા સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને માંગ કરવામાં આવી હતી કે કોરોનાને કારણે જીવ ગુમાવનારના પરિવારને ચાર-ચાર લાખ રૂપિયાનું વળતર આપવામાં આવે. નિયમ મુજબ, કુદરતી આફતને કારણે મોતને ભેટેલા લોકોના પરિવારને 4-4 લાખનું વળતર આપવામાં આવે છે. પરંતુ, જે પ્રમાણમાં કોરોનાને કારણે લોકોના મૃત્યુ થયા છે ત્યાર બાદ કેન્દ્ર સરકારે વળતર આપવાનો ઇન્કાર કરી દીધો હતો.
સુપ્રીમ કોર્ટનું દબાણ
કેન્દ્રએ કહ્યું હતું કે આટલા પૈસાનું વળતર આપવાથી સરકારને મોટું નુકશાન થશે. પરંતુ સુપ્રીમ કોર્ટના દબાણ બાદ આજે એનડીઆરએફને સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે કોરોનાને કારણે મોતને ભેટેલા લોકોના પરિવારને 50 હજારનું વળતર આપવામાં આવશે.
આ પણ વાંચો *💥Good news*
સુપ્રીમ કોર્ટનું દબાણ
કેન્દ્રએ કહ્યું હતું કે આટલા પૈસાનું વળતર આપવાથી સરકારને મોટું નુકશાન થશે. પરંતુ સુપ્રીમ કોર્ટના દબાણ બાદ આજે એનડીઆરએફને સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે કોરોનાને કારણે મોતને ભેટેલા લોકોના પરિવારને 50 હજારનું વળતર આપવામાં આવશે.
No comments:
Post a Comment