Search This Website

Saturday 16 July 2022

ગુજરાત જ્ઞાન ક્વિઝ પરિણામ જાહેર

 ગુજરાત જ્ઞાન ક્વિઝ પરિણામ જાહેર

મિત્રો ગુજરાત સરકાર દ્વારા જે quize નું આયોજન થયેલ છે તેના પેલા week નું પરિણામ આવી ગયુ છે. ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે આ પ્રોવિઝનલ પરિણામ છે અને વધારાની સૂચનાઓ તેની official website પર મુકેલ છે. Winner ના નામ જોવા માટે નીચે ક્લિક કરો

https://quiz.g3q.co.in/winners


Winner જિલ્લા મુજબ અને school college એમ વિભાગ માં આપેલ છે...

Log in થઈને તમારૂ result જોવા માટે નીચે ક્લિક કરો..

https://quiz.g3q.co.in/


Quiz વિશે માહિતી


ક્વિઝ અંગે /About the Quiz

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q) એક એવી પ્રવૃત્તિ છે કે જેમાં શિક્ષણ, જ્ઞાન, ગમ્મત અને સ્પર્ધાનો ત્રિવેણીસંગમ છે. જોકે આ ક્વિઝ સ્પર્ધાત્મક છે પરંતુ સાથોસાથ દરેક સ્પર્ધકમાં જ્ઞાન અને સર્જનાત્મકતામાં વધારો કરે છે.

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝનું ધ્યેય વિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવાનું છે. આ ક્વિઝમાં ગુજરાત રાજ્યના કોઈપણ તાલુકા, વોર્ડ, માધ્યમ અથવા ધોરણ અથવા જાતિના (સ્ત્રી/પુરુષ) વિદ્યાર્થીઓ અને સમાજના તમામ વર્ગના લોકો ભાગ લઇ શકે છે. આ ક્વિઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓ અને સમાજના તમામ વર્ગના લોકોના જ્ઞાનમાં અને જાગૃતિમાં અભિવૃદ્ધિ થશે. 

ભાગ લેવા માટેની લાયકાત / Entry and Eligibility


શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q), શાળા કક્ષાએ ધોરણ ૯ થી ૧૨ તથા કોલેજો અને યુનિવર્સીટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ અન્ય કેટેગરીમાં ગુજરાતના તમામ પ્રજાજનો ભાગ લઇ શકશે.


કોઈ પણ પ્રકારની નોંધણી ફી રાખવામાં આવેલ નથી.

 ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q) ના ઉદ્દેશો /Objectives of the GUJARAT GYAN GURU QUIZ (G3Q)

• એક એવી પ્રવૃત્તિ, કે જેમાં શિક્ષણ, ગમ્મત અને સ્પર્ધાનો

સંગમ થાય

• સ્પર્ધાત્મક સ્વરૂપ સાથો સાથ શિક્ષણનું નિરૂપણ પણ કરવું

વિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવી

કોઈપણ જિલ્લા, બોર્ડ, માધ્યમ અથવા ધોરણ અથવા જાતીના (સ્ત્રી / પુરુષ) આવરવા

. કવીઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓમાં જ્ઞાનઅને

જાગૃતિમાં અભિવૃદ્ધિ કરવી. 

No comments:

Post a Comment