Search This Website

Monday 16 May 2022

ડાયાબિટીસના રોગીએ આ 5 સફેદ ખોરાક ન ખાવા જોઈએ

 

ડાયાબિટીસના રોગીએ આ 5 સફેદ ખોરાક ન ખાવા જોઈએ


આજના સમયે ડાયાબીટીસની બીમારી એક સામાન્ય બીમારી બની ગઈ છે. જેનો ભોગ ઘણા બધા લોકો બની રહ્યા છે. મોટાભાગના ઘરોમાં આજે લોકો ડાયાબીટીસનો શિકાર બને છે. કોઈને કોઈ ઘરમાં કે બે વ્યક્તિ આ ડાયાબીટીસની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. આ બીમારી તમારી જીવનશૈલી, દિન ચર્યા, ખાનપાનની આદતો, શારીરિક એક્ટીવીટીમાં ઉણપ હોય તેવા લોકોને આ ડાયાબીટીસની સમસ્યા થવાની સંભાવના વધારે હોય છે.



આ ડાયાબીટીસની બીમારી એવી છે કે તે એકવાર થઇ ગયા બાદ તેને પૂરી રીતે કન્ટ્રોલ કરવી ખુબ જ અઘરી છે. આ બીમારીમાં મુખ્ય જરૂરી બાબત એ છે કે જેમાં તમારે તમારા શરીરમાંથી લોહીમાં રહેલા સુગરના પ્રમાણને કાબુમાં રાખવું પડે છે. આ સમસ્યા માટે તમારે ખાન પાનની આદતોમાં થોડો બદલાવ લાવવો જરૂરી છે.

આપણે ત્યારે જે ખોરાક ખાઈ રહ્યા છીએ તેમાંથી અમુક ફૂડ એવા હોય છે કે જે સુગરના લેવલને ખુબ જ ઝડપથી વધારે છે. આ સેફદ ફૂડમાં કાર્બોહાઈડ્રેટ જેવા સ્ટાર્ચ, ફાઈબર અને સુગર હોય છે. જે ડાયાબીટીસનાં દર્દીઓ માટે યોગ્ય નથી. માનવ શરીરમાં સ્ટાર્ચ અને ખાંડને ગ્લુકોઝમાં નાખે છે અને તેને અવશોષિત કરે છે. જેનથી તમારા શરીરના બ્લડ સુગરનું લેવલ વધી જાય છે.

આ બધા જ સમસ્યાના સમાધાન તરીકે અમે આ આર્ટીકલમાં અમે ડાયાબીટીસનાં દર્દીએ ક્યા ક્યા સફેદ ફૂડનું સેવન ન કરવું જોઈએ તેના વિશે જણાવી રહ્યા છીએ. આ ખોરાકમાં મુખ્ય ખોરાકની વાત કરવામાં આવે તો પાસ્તા બનાવતા સમયે તમારે સોસ, ક્રીમ, પનીર અને બટરનો ઉપયોગ આપણે કરીએ છીએ.

આ બધા જ પદાર્થોથી આપણા શરીરમાં ખુબ જ કેલોરી, ચરબી તેમજ કાર્બોહાઈડ્રેટ  મળે છે. આ બધા જ પ્રકારના પદાર્થો લોટમાંથી બનાવવામાં આવે છે, જે શરીરમાં શર્કરાનાં સ્તરને વધારવા માટે ઉપયોગી થાય છે. તેનાથી વજન વધવાની સમસ્યા થાય છે. એવામાં ડાયાબીટીસના દર્દીઓએ ભુલથી પણ પસ્તાનું સેવન ન કરવું જોઈએ. આ માટે હવેથી આ લોકોએ સફેદ ચીજોને ખાવાથી કાળજી પરેજી રાખવી જોઈએ.

બટેટાની અંદર પણ ખુબ જ સારા એવા પ્રમાણમાં કેલોરી, કાર્બોહાઈડ્રેટ, ચરબી, ફેટ, પ્રોટીન અને ફાઈબર હોય છે. તેમાં ઉચ્ચ પ્રમાણમાં ગ્લાઈસેમીક ઇન્ડેક્સ ઓય છે. જે ડાયાબિટીસના રોગીઓ માટે બરાબર નથી. બટેટા ખાવાથી શરીરમાં બ્લડ સુગરનું પ્રમાણ તેમજ તેની માત્રા વધી જાય છે. તેનાથી તમારે બચવું જોઈએ. આ એક એવો પદાર્થ છે કે જે વજન પણ વધારી શકે છે. જેથી ડાયાબીટીસનાં દર્દીએ આ બટાટાથી દૂર રહેવું જોઈએ.

સફેદ ચોખા પણ ડાયાબીટીસનાં દર્દીઓ માટે ખુબ જ નુકશાન કરે છે. આ સફેદ ચોખામાં ડાયાબીટીસ ટાઈપ-2 ડાયાબીટીસ થવાનો ખતરો ખુબ જ રહેલો છે.  જેથી તમારે ચોખા ખાવા ન જોઈએ.  જે લોકોને પ્રી – ડાયાબીટીસ હોય તેવા લોકોને ચોખા ન ખાવા જોઈએ. આ સેફ્દ ચોખામાં ઉચ્ચ ગ્લાઈસેમીક ઇન્ડેક્સ હોય છે. જે શરીરમાંથી શર્કરાનું સ્તરને વધારી દે છે. આ રીતે તે તમારા શરીર માટે પણ ખુબ જ નુકશાન કરે છે.

સફેદ બ્રેડ ખાવી ડાયાબીટીસનાં દર્દીઓ માટે નુકશાનકારક છે. ડાયાબીટીસના દર્દીઓ જો આ સફેદ બ્રેડનો ઉપયોગ કરી રહ્યા છે તો તેનાથી તેમને નુકશાન થવાનો ખતરો છે.  આ ચીજો સુગરની જેમ કાર્ય કરે છે જેથી તે ખુબ જ જલ્દી પચી જાય છે, જેનાથી શરીરનું બ્લડ સુગરનું લેવલ પણ વધી જાય છે. આ સફેદ બ્રેડમાં પણ ઉચ્ચ પ્રમાણમાં ગ્લાઈસેમીક ઇન્ડેક્સ હોય છે. એવામાં સફેદ રંગની આ ફૂડ આઈટમ ખાવાથી તમને ખુબ જ નુકશાન થઇ શકે છે. આ રીતે તે તમારા માટે ખુબ જ નુકશાનકારક સાબિત થાય છે.

ખાંડનું સેવન પણ ડાયાબીટીસની સમસ્યામાં તો ખુબ જ નુકશાનકર્તા  છે. ખાંડ તેમજ તેનાથી બનેલી મીઠી ચીજોમાં ખરાબ પ્રકારના કાર્બોહાઈડ્રેટ હોય છે. તેની સાથે ખાંડમાં પોષ્ટિક તત્વ પણ હોતા નથી. જેથી તેના વધારે પડતા સેવનથી સુગરનું લેવલ વધી જાય છે. સાથે સાથે અન્ય રોગો પણ ઉત્પન્ન થાય છે. આ રીતે ખાંડ સહીત અનેક સફેદ વસ્તુઓ તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ નુકશાનકર્તા છે. આમ, આ રીતે તમને ઘણા જ પ્રકારે ડાયાબીટીસની સમસ્યા વધારવામાં તે નુકશાન કરે છે. જેથી તમારે આ સફેદ વસ્તુઓ ખાવામાં પરેજી પાળવી જોઈએ. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

No comments:

Post a Comment