સવારે વહેલા ભૂખ્યા પેટે નરણા કોઠે શા માટે પીવું જોઈએ પાણી ?
સવારે વહેલા ઉઠી ગરમ પાણી પીવાથી મોઢામાં રહેલી વાસી લાળ પેટમાં જતી હોય છે જેના કારણે આખી રાત પેટમાં ભરેલી આ લાળ આલ્કલાઇન હોય છે લાળ આલ્કલાઇન હોવાથી એસિડિટીને દૂર કરે છે અને આપણા પેટમાં રાહત આપે છે
પાણી ધીમે ધીમે ઘૂંટડા ભરીને પીવાનું છે ઘણા લોકોની રાત્રે નાક અને ગળામાં કફ ભરાઇ જતા હોય છે જેથી ગરમ હુંફાળું પાણી પીવાથી થોડા જ દિવસમાં તેમાં સુધારો થતો જોવા મળે છે અને કાયમ માટે પીવાથી ધીરે ધીરે આ તકલીફ દૂર થઈ જાય છે
ઉઠતાની સાથે જ બ્રશ કર્યા પહેલા ગરમ હુંફાળું પાણી પીવાથી આપણી હોજરી અને આંતરડાનાંમા જે નકામા દ્રવ્યો હોય તે દૂર થઈ જાય છે જેથી આંતરડા ચોખ્ખા થઈ જાય છે તેની કાર્યક્ષમતા વધે છે અને સાથે-સાથે કબજિયાત જેવી બીમારીઓ પણ દૂર થાય છે
ગરમ હુંફાળું પાણી હોજરી માં રહેલા ના પચેલા ખોરાકને પચાવવામાં મદદ કરે છે કહેવાનો મતલબ છે કે તે જઠરાગ્નિ ઊભો કરવામાં ફાયદાકારક છે ગેસ એસીડીટી ની ફરિયાદ વાળા તમામ લોકોએ આ પ્રયોગ કરવો જોઇએ આ પ્રયોગ નિયમિત કરવાથી ગરમ હુંફાળું પાણી પીવાથી ગેસ કે એસિડિટીની ફરિયાદ દૂર થતી જોવા મળે છે
પાચનક્રિયાની તકલીફ વાળા તમામ મિત્રોએ રોજ સવારે વહેલા ઉઠી ગરમ હુંફાળું પાણી પીવું જોઈએ જેનાથી મંદ પડેલી પાચન ક્રિયા સતત વધારો થાય છે અને ખોરાક ઝડપી પાચન થાય છે કબજિયાત ગેસ એસિડિટી જેવી બીમારીઓ દૂર થાય છે
વધારે વજન ધરાવતા લોકોએ તો ખાસ આ પ્રયોગ કરવો જોઇએ વજન ઉતારવા માટે રોજ સવારે એક ગ્લાસ પાણીમાં અડધું લીંબુ નીચોવી પાણી પીવું જોઈએ જેનાથી શરીરની ચરબીમાં ઘટાડો થાય છે અને ચરબીમાં ઘટાડો થવાથી ધીરે વજન પણ ઉતરવા લાગે છે
સવારે વહેલા નરણા કોઠે ગરમ પાણી પીવાથી પરસેવો પણ વળે છે અને પરસેવો વળવા થી આપણી ચામડી માં જમા થયેલો કચરો ધીરે ધીરે બહાર નીકળે છે ચામડી માં જમા થયેલા ઝેરી કચરો બહાર નીકળી જવાથી ચામડીના બધા છિદ્રો ખુલ્લા થઈ જાય છે અને જેનાથી ચામડીના રોગોમાં ફાયદો થાય છે ખીલ પણ મટી શકે છે
મોટાભાગના લોકોને સવારે વહેલા ઊઠતા જ સાંધાઓ જકડાઇ જાય છે અને આખું શરીર દુખાવા લાગતું હોય છે તો રોજ સવારે વહેલા હૂંફાળું પાણી પીવાથી લોહીનું પરિભ્રમણ વધે છે અને સાંધાઓ ખુલી જતા હોય છે તો ધીરે ધીરે આ પ્રયોગ કરવાથી આ તકલીફ પણ દૂર થતી હોય છે
કેટલીક ધ્યાન રાખવાની મહત્વની બાબતો
પાણીની ફક્ત હૂંફાળું જ કરવાનું છે ગરમ પાણી પીવાથી નુકસાન થાય છે આ વાત ભૂલવી ન જોઈએ
ગરમ પાણી પીવાથી હોજરીમાં ચાંદા પણ પડી શકે છે
પાણી નીચે બેઠા બેઠા કે ખુરશીમાં બેઠા બેઠા જ પીવુ જોઈએ
પાણી ઘૂંટડે ઘૂંટડે જ પીવું જોઈએ ઉતાવડે પાણી પીવાથી મોઢાની લાળ નો લાભ મળતો નથી
વધુ લાભ મેળવવા માટે વધુ પાણી પીવાથી ફાયદાની જગ્યાએ નુકસાન થાય છે માટે અતિ ઉત્સાહમાં આવી વઘુ પાણી પીવું ન જોઈએ
સવારે વહેલા ભૂખ્યા પેટે નરણા કોઠે શા માટે પીવું જોઈએ પાણી ?
No comments:
Post a Comment