નાના ભૂલકાની શાળા શરુ થતા પિતાએ, ચારધામની યાત્રા જેટલું સુખ ગણાવી ફૂલની હારમાળા પહેરાવી દીકરાને શાળાએ મોકલ્યો- જુઓ વિડીયો
હાલ ગુજરાતમાં દરેક નાગરીકોને કોરોનાથી સંપૂર્ણ રાહત મળી ગઈ છે. ફરી એક વખત શાળાઓ અને ધંધા ધમધમતા થયા છે. છેલ્લા કેટલાય વર્ષથી શિક્ષણ ઓનલાઇન થઇ ગયું હતું, અને બાળકો ઘરે બેઠા અભ્યાસ કરી રહ્યા હતા. પરંતુ હાલ દરેક વિદ્યાર્થીઓ અને દરેક ભૂલકાઓ શાળાએ જવા રવાના થઇ રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયામાં તેઓ વીડિયો વાયરલ થયો છે, જે જોઈને ખડખડાટ હસી પડશો.
વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે, નાના ભૂલકા ના ગળા માં ગલગોટાના ફૂલ ની હારમાળા છે. અને પિતા નાના ભૂલકા પર ગુલાબની પાંખડીઓથી વધામણા કરી રહ્યા છે. પિતા જણાવતા કહે છે કે, ‘ચાર ધામ કરીને જેટલું સુખ પ્રાપ્ત થાય, તેટલું સુખ અત્યારે તમને શાળાએ મોકલતા થઈ રહ્યું છે.’
બાળક પણ શાંતિથી પિતાની આ હરકતો જોઈ રહ્યું છે. સાથોસાથ પિતા જણાવતા કહે છે કે, ‘સ્કૂલે જાઓ અને ભણો ગણો.’ સાથોસાથ કહે છે કે, ‘હવે આવા ત્રાસ દેતા નહિ અને અને સ્કૂલેને સ્કૂલે રહેજો!’ આ વિડીયો ક્યાંનો છે તેની કોઈ જાણકારી નથી, પરંતુ આ વિડીયો સોસીયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થઇ રહ્યો છે. અને અત્યાર સુધીમાં લાખો લોકોએ આ વિડીયો જોઇને ખૂન આનંદ લીધો છે.
No comments:
Post a Comment