Search This Website

Tuesday 4 January 2022

જોરદાર ડાયરો દેવાયત ખવડ ભાગ 1

જોરદાર ડાયરો દેવાયત ખવડ ભાગ 1




AAP નેતા યુવરાજ સિંહે સરકારી ભરતીઓમાં થતાં કૌભાંડનો પુરાવા સાથે કર્યો ઘટસ્ફોટ | LIVE:ઓમિક્રોનના કેસ વધતાં દિલ્હીમાં શનિ-રવિ લોકડાઉન; તમામ સરકારી ઓફિસ વર્ક ફ્રોમ હોમ



અમદાવાદ : આપ નેતા યુવરાજસિંહ જાડેજાએ સરકારી ભરતીઓમાં કૌભાંડ આચરાયા હોવાનો પુરાવાઓ સાથે ઘટસ્ફોટ કર્યા છે. યુવરાજસિંહે પ્રેસ કોન્ફરન્સ કરતા જણાવ્યું હતુ કે, છેલ્લા ત્રણ વર્ષમાં વિજળી વિભાગે કરેલી ભરતીઓમાં કૌભાંડ થયા છે. જેથી વિદ્યાર્થીઓના હિતમાં અમે આ અંગેનો ખુલાસો કરી રહ્યા છીએ.

તેમણે જણાવ્યું કે, UGVCL, MGVCL, PGVCL, DGVCLની ભરતીમાં કૌભાંડ આચરવામાં આવ્યું છે. તેનો મુખ્ય આરોપી ધનસુરાના અવધેશ પટેલ છે. આ ઉપરાંત ધવલ પટેલ, કૃસાંગ પટેલ, હિતેશ પટેલે પણ કૌભાંડ આચરવામાં ભાગીદાર છે. આ સમગ્ર કૌભાંડ ઓનલાઇન આચરવામાં આવ્યું છે.

યુવરાજસિંહ જાડેજા માંગ કરી છે કે, તમામ સ્પર્ઘાત્મક પરીક્ષાઓની તપાસ કરવા એસઆઈટીની રચના કરવામાં આવવી જોઈએ.

યુવરાજસિંહે ખુલાસો કરતાં કહ્યું છે કે, એક પેપર માટે 21 લાખ જેટલા રૂપિયા લેવામાં આવ્યા છે. કૌભાંડ આચરનારાના તમામના પુરાવાઓ મારી પાસે છે. યુવરાજસિંહે વધુમાં જણાવ્યુ કે, વિજળી વિભાગની ભરતીનું એપી સેન્ટર અરવલ્લી, બાયડ છે. આ સાથે જે વ્યક્તિઓ સંકળાયેલા છે તે અરવલ્લી, બાયડ, મહેસાણાના છે. એક જ ગામના 18 વિદ્યાર્થીઓને આમાં નિમણૂંક મળી છે જે ક્યારેય પણ શક્ય જ નથી.

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે જણાવ્યું કે, UGVCL જુનિયર આસિસન્ટન્ટમાં એક જ સિક્વંસ અને નંબર ધરાવતા લોકોને એક સરખા માર્ક્સ મળ્યા છે.

આ સાથે જણાવ્યું કે, ધનસુરાના શિક્ષક અને બાયડના અવધેશ પટેલની આ કૌભાંડમાં સંડોવણી છે. બાયડમાં ટ્યુશન ક્લાસ ચલાવતો અજય પટેલ કૌભાંડ ચલાવે છે. વડોદરાની વિજળી કંપનીના અધિકારીઓ પણ કૌભાંડ સાથે જોડાયેલા છે.

કૌંભાડનો લાભ લઈને પાસ થનારા ઉમેદવારોના નામનો પણ કર્યો ખુલાસો

યુવરાજ સિંહે કૌભાંડનો લાભ લઈને પાસ થનારાઓના નામનો પણ ખુલાસો કર્યો છે. યુવરાજ અનુસાર- ધવલ પટેલ, કૃશાંગ પટેલ, હિતેશ પટેલ, રજનીશ પટેલ, પ્રિયંક પટેલ, આંચલ પટેલ, પ્રદિપ પટેલ, બાબુ પટેલ, જીગીશા પટેલ, ધ્રુવ પટેલ ભરતી કૌભાંડનો લાભ લીધો છે. એક જ ગામના 18 યુવાનોએ કૌભાંડ કરી સરકારી નોકરી મેળવી છે.

તે ઉપરાંત જેટકોની પરીક્ષામાં મિતુલ પટેલે ભરતી કૌભાંડનો લાભ લીધો છે. આ સાથે યુવરાજે JETCOની ચાલુ પરીક્ષામાં મિતુલ પટેલ પ્રાંતિજમાં હોવાનું જણાવ્યું છે. મિતુલ પટેલ પ્રાંતિજનો રહેવાસી છે. આ સરકારી પરીક્ષામાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા નથી, પરંતુ કન્ટ્રોલ રૂમમાંથી પરીક્ષા અપાઈ રહી હોવાનો જણાવ્યું છે.

યુવરાજસિંહે ચોંકાવનારા ખુલાસાઓમાં આગળ ઉમેર્યું કે- ઉમેદવારો પાસેથી રૂપિયા લઈ તેઓની ભરતી કરવામાં આવે છે. શરૂઆતમાં ટોકન અને ત્યાર બાદ નોકરી મળતા આખું પેમેન્ટ કરવામાં આવે છે. કૌભાંડ આચરનાર અને કૌભાંડ કરી રહેલા લોકોના પુરાવા હોવાનો યુવરાજસિંહે દાવો કર્યો છે.

યુવરાજસિંહે જોરદાર આક્ષેપ કરતા જણાવ્યુ કે, અત્યારે ચાલી રહેલી પરીક્ષામાં પણ પૈસા અપાઈ ગયા છે. જેમાં 1 પેપરના 21 લાખ લેવામાં આવ્યા છે. આ કૌભાંડમાં સિલેક્ટ થયા બાદ પૈસા ઉમેદવારો પાસેથી વસુલાય છે. ખાલી એડવાન્સમાં 1 કે 2 લાખ રૂપિયા આપવાના હોય છે. આ પરીક્ષા 3 શિફ્ટમાં લેવાય છે. જેમાં NSCITના અધિકારીઓ અને GUVNL વડોદરાના અધિકારીઓ સંપર્કમાં હોવાનો આક્ષેપ કર્યો છે. યુવરાજે જણાવ્યું હતું કે, મને સમગ્ર માહિતી વિદ્યાર્થીઓ પાસેથી મળી છે. જેના તમામ આધાર પુરાવા અમારી પાસે છે.

હવે માત્ર તે જોવાનું રહ્યું કે, આગામી દિવસમાં ગુજરાત સરકાર બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરનારા લોકો સાથે  શું કાર્યવાહી કરે છે.



કોરોના દેશમાં LIVE:ઓમિક્રોનના કેસ વધતાં દિલ્હીમાં શનિ-રવિ લોકડાઉન; તમામ સરકારી ઓફિસ વર્ક ફ્રોમ હોમ




કોરોના દેશમાં LIVE:ઓમિક્રોનના કેસ વધતાં દિલ્હીમાં શનિ-રવિ લોકડાઉન; તમામ સરકારી ઓફિસ વર્ક ફ્રોમ હોમ
નવી દિલ્હીએક કલાક પહેલા

 

અરવિંદ કેજરીવાલ અને ભાજપના સાંસદ મનોજ તિવારીને કોરોના થયો
TMC નેતા બાબુલ સુપ્રિયો અને તેમના પત્ની કોરોના સંક્રમિત થયા


દિલ્હીમાં કોરોના અને ઓમિક્રોનનાં વધતાં સંક્રમણને કારણે વીકેન્ડ લોકડાઉન લગાવવામાં આવ્યું છે. વીકેન્ડ લોકડાઉનમાં શનિવાર અને રવિવારે સમગ્ર દિલ્હી બંધ રહેશે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ જણાવ્યુ હતુ કે દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA)ની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. દિલ્હીમાં તમામ સરકારી ઓફિસોમાં વર્ક ફ્રોમ હોમ જાહેર કરવામાં આવ્યુ છે.

સિસોદિયાએ વધુમાં જણાવ્યુ હતુ કે જરુરી સેવાઓને બાદ કરતા તમામ સરકારી ઓફિસોમાં કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ કામ કરશે. જ્યારે પ્રાઈવેટ ઓફિસો 50% કર્મચારીઓ સાથે કામ કરશે. દિલ્હીમાં સોમવારે 4099 કોરોના કેસ મળી આવ્યા હતા અને પોઝિટિવિટી દર વધીને 6.46% થયો છે.

દિલ્હીમાં ત્રણ મોટા ફેરફારો

1. વીકએન્ડ કર્ફ્યુઃ દિલ્હીમાં શનિવાર અને રવિવારે કર્ફ્યુ રહેશે. આ કર્ફ્યુ શુક્રવારે રાત્રે 10 વાગ્યાથી સોમવારે સવારે 5 વાગ્યા સુધી લાગુ રહેશે. આ દરમિયાન બિનજરૂરી ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ રહેશે.

2. તમામ સરકારી ઓફિસ વર્ક ફ્રોમ હોમ : આવશ્યક સેવાઓ સિવાય, અન્ય તમામ સરકારી ઓફિસો વર્ક ફ્રોમ હોમ રહેશે. આ દરમિયાન સરકારી કર્મચારીઓ ઓનલાઈન અથવા વર્ક ફ્રોમ હોમ કામ કરી શકશે. ખાનગી ઓફિસમાં 50 ટકા કર્મચારીઓ કામ કરશે.

3. મેટ્રો અને બસ સંપૂર્ણ ક્ષમતા સાથે દોડશે: મેટ્રો અને બસમાં કોવિડના કારણે અથવા મુસાફરોની સંખ્યા મર્યાદિત કરવામાં આવી હતી, જેને હવે દૂર કરવામાં આવી છે. હવે ફરીથી મેટ્રો અને બસ સંપૂર્ણ ક્ષમતા સાથે દોડશે. મુસાફરોએ માસ્ક પહેરવાનું જરૂરી રહેશે. મેટ્રો કે બસમાં માસ્ક વગરનાં કોઈને પણ પ્રવેશ આપવામાં આવશે નહીં.

દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું છે કે રાજધાનીમાં કોરોનાના વધતા કેસોનું કારણ ઓમિક્રોન વેરિયન્ટ છે. તેમણે કહ્યું કે હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા વધી રહી છે. જે કારણે હજી વધુ પ્રતિબંધો પણ લગાવવામાં આવશે.



પંજાબમાં 15 જાન્યુઆરી સુધી રાત્રી કર્ફયૂ લગાવાયો, દિલ્હી AIIMSમાં ડોકટરોની રજા રદ કરવામાં આવી
પંજાબમાં કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં લેતાં રાજ્ય સરકારે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. અંતર્ગત ફુલ વેક્સિનેટેડ લોકોને જ ઓફિસે જવા માટેની મંજુરી હશે. તેમા સરકારી અને પ્રાઈવેટ ઓફિસો સામેલ છે. પંજાબમાં બાર, સિનેમાં હોલ, રેસ્ટોરન્ટ અને સ્પા 50% ક્ષમતા સાથે ચલાવવાનાં આદેશ આપવામાં આવ્યા છે. આ માટે, કર્મચારીઓને પણ વેક્સિનના બંને ડોઝ મળી ગયા હોય તે જરૂરી છે. રાજ્યમાં રાત્રે 10 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે.

જ્યારે, આ તરફ કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે દિલ્હી AIIMSએ 5 થી 10 જાન્યુઆરીનાં વેકેશનને રદ કરી દેવામાં આવ્યુ છે. AIIMS વહીવટીતંત્રે તમામ ફેકલ્ટી સભ્યોને તાત્કાલિક અસરથી ફરજ પર હાજર થવા જણાવ્યું છે.

કેન્દ્રીય મંત્રી સિંધિયાના PAને થયો કોરોના, ઝારખંડમાં આજથી શાળા-કોલેજો બંધ
કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના PAને કોરોના થયો છે. મધ્યપ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં 308 નવા કેસ મળી આવ્યા છે. ઈન્દોરમાં સૌથી વધુ 137 લોકો પોઝિટિવ મળી આવ્યા છે. તેમજ એક દર્દીનું મોત થયુ છે.

ઝારખંડમાં રાજય સરકાર દ્વારા 15 જાન્યુઆરી સુધી શાળા-કોલેજો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ રાજ્યમાં સ્ટેડિયમ, બગીચા, જીમ, સ્વિમિંગ પુલ, પ્રાણી સંગ્રહાલય અને પ્રવાસન સ્થળો પણ આગામી આદેશ સુધી બંધ રહેશે. જો કે રાજ્યના તમામ ધાર્મિક સ્થળો ખુલ્લા રહેશે, પરંતુ પ્રસાદનું વિતરણ કરવામાં આવશે નહીં. આ નિયમ મંગળવારથી જ લાગુ થશે.



દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ કોરોનાની ઝપટમાં, છેલ્લા 5 દિવસમાં 5 મોટાં શહેરમાં હજારો લોકોને મળ્યા હતા



દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કોરોના થયો છે. તેમણે સવારે 8.11 વાગ્યે ટ્વીટ કરીને આ વાતની જાણ કરી છે. તેમણે કહ્યું હતું કે મારો કોવિડનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મને હળવાં લક્ષણો છે. હું ઘરમાં ક્વોરન્ટીન થયો છું. મારા સંપર્કમાં આવેલા લોકો પણ આઈસોલેટ થઈ જાય અને પોતાનો ટેસ્ટ કરાવે.

કેજરીવાલ છેલ્લા 5 દિવસમાં 5 મોટાં શહેરમાં હજારો લોકોને મળ્યા હતા
અરવિંદ કેજરીવાલે એક દિવસ પહેલાં જ ઉત્તરાખંડના દેહરાદૂનમાં હજારો લોકોની હાજરીમાં સભા કરી કરી હતી. તેમણે 3 જાન્યુઆરીએ દેહરાદૂનમાં 'નવ પરિવર્તન સભા' કરી હતી. 2 જાન્યુઆરીના રોજ ઉત્તરપ્રદેશના લખનઉમાં પણ વિશાળ સભાને સંબોધન કર્યું હતુું. 1 જાન્યુઆરીના રોજ અમૃતસરમાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. 31 તારીખે પંજાબમાં શાંતિ યાત્રામાં હાજરી આપી હતી, જેમાં હજારો લોકો હાજર રહ્યા હતા. 30મી ડિસેમ્બરે ચંદીગઢમાં વિજય યાત્રામાં જોડાયા હતા.


દિલ્હીમાં સોમવારે 4099 લોકો સંક્રમિત થયા છે, જ્યારે 1509 લોકો સાજા થયા છે અને એકનું મોત થયું છે. અત્યારસુધી દિલ્હીમાં 14.58 લાખ લોકો સંક્રમિત થયા છે, જેમાં 14.22 લાખ લોકો સાજા થયા છે અને 25 હજાર 110 લોકોનાં મોત થયાં છે, 10986 લોકોની સારવાર ચાલી રહી છે.

સોમવારે દેહરાદૂનના પરેડ ગ્રાઉન્ડ ખાતે ચૂંટણી સભામાં સંબોધન કરતા CM કેજરીવાલ.

ભાજપના સાંસદ મનોજ તિવારી પણ પોઝિટિવ
ભાજપના સાંસદ મનોજ તિવારીને પણ કોરોના થયો છે. તેમણે ટ્વીટ કરીને પોતે સંક્રમીત હોવાની માહિતી આપી છે. 2 જાન્યુઆરીથી તેમની તબિયત સારી ન હતી. આથી તેઓએ ટેસ્ટ કરાવ્યો હતો, જે પોઝિટિવ આવ્યો હતો.

તબિયત સારી ન હોવાથી મનોજ તિવારીએ ઉત્તરાખંડના રુદ્રપુરમાં પ્રચાર માટે જવાનું તેઓએ ટાળ્યું હતું.

કોરોનાં અપડેટ્સ

મહારાષ્ટ્રમાં સોમવારે 12,160 કોરોના કેસ નોંધાયા. તેમાં 60 ઓમિક્રોનના કેસ છે.
મુંબઈમાં સોમવારે 7,928 કેસ નોંદાયા. તેમાં 40 ઓમિક્રોસનના કેસ છે.
મહારાષ્ટ્ર સરકારના મંત્રી એકનાથ શિંદેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.મુંબઈના મેયર કિશોરી પેડનેકરે કહ્યું કે જો કેસ વધશે તો અમે લોકડાઉન લગાવીશું.
કોવિડ ટાસ્ક ફોર્સે કહ્યું છે કે ત્રીજી લહેર આવી ગઈ છે, મેટ્રો શહેરોમાં 75% કેસ ઓમિક્રોનના છે.
દેશમાં ઓમિક્રોનના અત્યાર સુધીમાં 1,892 કેસ નોંધાયા છે. તેમાંથી 766 લોકો સાજા થઈ ગયા છે.
પટિયાલા મેડિકલ કોલેજમાં 100 વિદ્યાર્થી પોઝિટિવ આવ્યા છે.
મહારાષ્ટ્રમાં, ભિવંડીમાં એક આશ્રમ શાળાના 28 વિદ્યાર્થી અને 2 સ્ટાફ સહિત 30 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે.
છત્તીસગઢના બસ્તરના ચિંતાગુફાના CRPF કેમ્પમાં 38 જવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તમામ જવાનોને બેરેકમાં જ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે.
તિહાડની વિવિધ જેલોમાં બે કેદી અને 6 કર્મચારી કોરોનાથી સંક્રમિત મળી આવ્યા છે. અગાઉ જુલાઈ 2021માં અહીં સંક્રમણના કેસ જોવા મળ્યા હતા.
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પોતે આઈસેલેટ થયાં છે. તેમના પરિવારનો એક સભ્ય અને સ્ટાફ કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે.
કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર નાથ પાંડેનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને કૌશામ્બીની યશોદા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
3 લોકો ઓમિક્રોન પોઝિટિવ આવતા ઓડિશાની એક હોટલને માઈક્રો-કન્ટેન્મેન્ટ ઝોનમાં મૂકી દેવાઈ.
TMC નેતા બાબુલ સુપ્રિયો અને તેમના પત્ની કોરોના પોઝિટિવ મળી આવ્યા છે.
કેન્દ્રીય મંત્રી મહેન્દ્રનાથ પાંડે કોરોના સંક્રમિત થયા. તેમને ગાઝિયાબાદની હોસ્પિટલમાં દાખલ કરાયા.

પંજાબમાં મેડિકલ કોલાજમાં કોરોના વિસ્ફોટ, 100થી વધુ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત, હોસ્ટેલ ખાલી કરાવી



પંજાબનાં પટિયાલામાં એક મેડિકલ કોલાજનાં 100થી વધુ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. રાજ્યનાં શિક્ષણ મંત્રી ડો. રાજ કુમાર વારકાએ જણાવ્યુ હતુ કે સોમવારે રાજીન્દ્ર મેડિકલ કોલેજના 100થી વધુ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ મળ્યા છે. કોલેજની હોસ્ટેલમાં 1000 વિદ્યાર્થીઓ રહે છે, જેને ખાલી કરાવવામાં આવી છે.

કોર્ડેલિયા ક્રુઝમાં કુલ 66 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા
આર્યન ખાનની ધરપકડ બાદ વિવાદોમાં ફસાયેલું કોર્ડેલિયા ક્રુઝ ફરી એક વખત કોરોના સંક્રમણને કારણે ચર્ચામાં છે. ક્રુઝના કેટલાક ક્રૂ સભ્યો સહિત ક્રૂઝમાં સવાર કુલ 66 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. ગોવાના આરોગ્ય મંત્રી વિશ્વજીત રાણેએ આ વાતની પુષ્ટિ કરી છે. એક ક્રૂ મેમ્બરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ, તમામ 2000 મુસાફરો અને 16 ક્રૂ સભ્યોનો RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યો હતો.

છેલ્લા 24 કલાકમાં દેશમાં 37 હજારથી વધુ કેસ નોંધાયા, 124નાં મોત, એક જ મહિનામાં સંક્રમણમાં 4 ગણો વધારો



દેશમાં મહામારીની ગતિ ચાર ગણી ઝડપથી વધી રહી છે. સોમવારે ફરી એકવાર દેશમાં 37,379 પોઝિટિવ દર્દી મળી આવ્યા છે. ગયા વર્ષે 1 ડિસેમ્બરે દેશમાં સંક્રમિતોની સંખ્યા 9765 જેટલી હતી. આવી સ્થિતિમાં છેલ્લા એક મહિનામાં જ સંક્રમણમાં 4 ગણો વધારો નોંધાયો હતો.11,007 લોકો સાજા થયા છે જ્યારે 124 લોકોના મોત થયા છે. એક્ટિવ કેસ વધીને 1 લાખ 71 લાખ 830 થયા છે.

MPમાં કોરોનાની ઝડપી ગતિ; ઈન્દોરમાં 1 મહિનામાં ત્રીજું મોત, દતિયાના કલેક્ટર પણ પોઝિટિવ
મધ્યપ્રદેશમાં કોરોનાના સંક્રમણે જોર પકડ્યું છે. 24 કલાકમાં ઈન્દોરમાં જ સૌથી વધુ 137 નવા સંક્રમિત મળી આવ્યા છે. અહીં 1 દર્દીનું મોત પણ થયું છે. ડિસેમ્બરમાં પણ બે મોત થયાં છે. સંક્રમણ દર વધીને 1.85 ટકા થયો છે. નવા સંક્રમિતોમાંથી 69 ભોપાલના છે. દતિયાના કલેક્ટર સંજય કુમાર, તેમનાં પત્ની અને પરિવારના અન્ય બે સભ્યો પણ પોઝિટિવ આવ્યાં છે. કલેક્ટરની પુત્રી એક દિવસ પહેલાં જ દિલ્હીથી પરત ફરી હતી.

Source of Divyabhaskar

No comments:

Post a Comment