Search This Website

Friday 21 January 2022

કોરોનાના તાંડવ વચ્ચે ગુજરાતમાં આ તારીખથી લાગુ થઇ શકે છે આંશિક લોકડાઉન- જાણો શું છે સરકારનો પ્લાન




કોરોનાના તાંડવ વચ્ચે ગુજરાતમાં આ તારીખથી લાગુ થઇ શકે છે આંશિક લોકડાઉન- જાણો શું છે સરકારનો પ્લાન








કોરોનાની ગંભીર બની રહેલી સ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે ગુજરાત સરકારે કોવિડ ટાસ્ક ફોર્સ ના સભ્યોથી લઈ જિલ્લા કલેક્ટરો અને મ્યુનિસિપલ કમિશનરો સહિતના અનેક અધિકારીઓ સાથે બેઠકોનો દૌર શરૂ કરી દીધો છે.


ગુજરાત(Gujarat): રાજ્યમાં કોરોના(Corona)ના કેસમાં દિવસેને દિવસે સતત વધારો થઈ રહ્યો છે તો સાથે ઓમિક્રોન(Omicron) પણ પાછી પાની કરવાનું નામ નથી લઈ રહ્યો. દરરોજ રેકોર્ડ બ્રેક કોરોનાના કેસો(Record break corona cases) સામે આવી રહ્યા છે. જેને કારણે ગુજરાતની જનતા ચિંતામાં મુકાઈ ગઈ છે. જો આવી જ રીતે કોરોનાના કેસમાં સતત વધારો થતો રહેશે તો ત્રીજી લહેર ને આવતા કોઈ નહિ રોકી શકે.


તો હવે કોવિડ ટાસ્ક ફોર્સના સભ્યો દ્વારા સરકારને નિયંત્રણો અને પ્રતિબંધો વધુ કડક કરવા અને લગ્નોમાં સંખ્યા ઘટાડવા જેવા અનેક મુદ્દાઓ પર સૂચન કરવામાં આવેલ છે. જો ગઈકાલે એટલે કે શનિવાર સુધીમાં કોરોનાના કેસો આ જ ગતિએ આસમાની ગતિએ આગળ વધતા રહેશે તો સરકાર રવિવારથી લાગુ નિયંત્રણો વધુ કડક કરી શકે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. બે દિવસ જોવામાં આવશે કોરોના ની રફ્તાર જો નિયંત્રણો કડક કરવામાં આવે તો નાઇટ કર્ફ્યૂનો સમય રાતના 10ને બદલે 9થી સવારના 6 વાગ્યા સુધીનો કરી શકે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે, જ્યારે લગ્નોમાં મહેમાનોની છૂટ 150થી ઘટાડી 100 કરે તેવું આ કોરોનાના કેસોને જોતા લાગી રહ્યું છે.




આગામી બે દિવસમાં જે કોરોના કેસ આવશે તેના પર નજર રાખી નિર્ણય કરશે:


હાલમાં કોરોનાના કેસને લઈ ઉભી થયેલી ગંભીર પરિસ્થિતિ પર સરકાર બાજ નજર રાખી રહી છે. જો જનતા સોશિયલ ડિસ્ટન્સિગ અને માસ્ક જેવા નિયમોનું પાલન નહીં કરે તો સરકાર વધુ કેટલાક આકરા પ્રતિબંધો લગાવે તેવી પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે. સરકાર કોરોનાના કેસ અંગે સ્થિતિની સમીક્ષા કરશે અને ત્યાર પછી કોવિડ ટાસ્ક ફોર્સના સૂચનો અને વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં નિર્ણય લેવામાં આવશે.


કોરોનાની નવી ગાઇડલાઇન્સમાં ખાસ કરીને મોલ-મલ્ટીપ્લેક્સ, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, હોટેલ-રેસ્ટોરાં, પાનનાં ગલ્લાંઓ અને ખાનગીઓ ઓફિસોમાં કર્મચારીઓની સંખ્યા મર્યાદિત કરે તેવી પુરેપુરી શક્યતાઓ સેવાઈ રહી છે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સરકારી અને ખાનગી ઓફિસોમાં 50 ટકા કર્મચારીઓ સાથે કામ કરવાની છૂટ આપવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ છે. તેમજ 10 ઉપરાંત અન્ય શહેરોમાં નાઇટ કર્ફ્યૂ લાગુ થઇ તેવી શક્યતાઓ વધી રહેલા કેસને જોતા લાગી રહ્યું છે.
જો ફરી એક વાર આંશિક લોકડાઉન લાગુ થાય તો આ પ્રતિબંધો લાગી શકે છે?
જો કોરોનાની પ્રથમ અને બીજી લહેરની જેમ ફરી એક વખત લોકડાઉન લાગુ થાય તો શાળાઓ, કોલેજો, કોચિંગથી લઈને શોપિંગ મોલ, થિયેટર મલ્ટિપ્લેક્સ, રેસ્ટોરાં વગેરે સંપૂર્ણ પણે બંધ થઈ શકે છે. તેવી શક્યતા ખુબજ છે કોરોના ની રફ્તાર જોઈ ને સંપૂર્ણ પણે બંધ થઈ શકે છે



મંદિર-મસ્જિદ, ચર્ચ, ગુરુદ્વારા ખુલ્લા રહેશે, પરંતુ દર્શનાર્થીઓની મુલાકાત પર પ્રતિબંધ લાગુ થઇ શકે છે. આ સમય દરમિયાન ફક્ત મર્યાદિત લોકોને જ લગ્નમાં હાજરી આપી શકાશે.


આ આજ ની તાજા ન્યૂઝ છે અને તમને આ ન્યૂઝ સાચી છે કે નહીં તે જોવા માટે નીચે તેની ક્રેડિટ લિંક પણ આપેલ છે

Read News 
ક્રેડિટ લિંક



સંપૂર્ણ સમાચાર ગુજરાતીમા વાંચવા અહિ ક્લિક કરો



કેટલાક લોકો બે મતલબ ઘરથી બહાર નીકળે છે તે પર પ્રતિબંધ લાગુ થઇ શકે છે. આ ઉપરાંત રાજ્યોની સરહદો પર બહારથી આવતા લોકોની તપાસ કરવામાં આવશે તેમજ લોકોને કોઈપણ જગ્યાએ એકઠા કે ભીડ ભેગી કરવા દેવામાં આવશે નહીં.

No comments:

Post a Comment