Search This Website

Sunday 9 January 2022

સાઉથ આફ્રિકાની સાવ સાધારણ કહી શકાય તેવી ટીમ સામે આખરી ટેસ્ટની સાથે શ્રેણી ગુમાવ્યાના એક દિવસ બાદ વિરાટ કોહલીએ ટેસ્ટ કેપ્ટન તરીકે પણ એક્ઝિટ લઈ લીધી છે.


સાઉથ આફ્રિકાની સાવ સાધારણ કહી શકાય તેવી ટીમ સામે આખરી ટેસ્ટની સાથે શ્રેણી ગુમાવ્યાના એક દિવસ બાદ વિરાટ કોહલીએ ટેસ્ટ કેપ્ટન તરીકે પણ એક્ઝિટ લઈ લીધી છે.





કોહલી અગાઉ જ ટી-૨૦ની કેપ્ટન્સી છોડી ચૂક્યો છે. જ્યારે વન ડેના કેપ્ટન તરીકે તેની હકાલપટ્ટી થઈ ચૂકી છે. હવે તે કોઈ પણ ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન નથી અને આ સાથે ભારતીય ક્રિકેટની કેપ્ટન્સીના ઈતિહાસમાં એક યુગનો અંત આવી ગયો હતો. કોહલીએ ભારતીય ટેસ્ટ ક્રિકેટના સૌથી સફળ કેપ્ટન તરીકે વિદાય લીધી છે. તેના સાત વર્ષના કાર્યકાળમાં ભારત કુલ ૬૮ ટેસ્ટ રમ્યું હતુ, જેમાંથી ૪૦માં ભારતનો વિજય થયો હતો. જ્યારે ૧૭ મેચમાં ભારત હાર્યું હતુ અને ૧૧ ટેસ્ટ ડ્રો થઈ હતી.

કોહલી અગાઉ ભારતનો સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હતો. જેના સાત વર્ષના કાર્યકાળમાં ભારત ૬૦ ટેસ્ટ રમ્યું હતુ, જેમાંથી ૨૭માં ટીમ ઈન્ડિયાનો વિજય થયો હતો. જ્યારે ૧૮ ટેસ્ટમાં ભારત હાર્યું હતુ અને ૧૫ ટેસ્ટ ડ્રો રહી હતી. કોહલીના વિનિંગ પર્સન્ટેજ ૫૮.૮૨ છે. જ્યારે ધોનીનો વિનિંગ પર્સન્ટેજ ૪૫.૦૦નો હતો.

ઘરઆંગણે સૌથી વધુ ૨૪ ટેસ્ટ મેચ જીતવાનો રેકોર્ડ પણ કોહલીના નામે છે. ગત વર્ષે ન્યુઝીલેન્ડ સામે વાનખેડે ટેસ્ટ જીતવાની સાથે કોહલીએ આ સિદ્ધિને હાંસલ કરી હતી. કોહલીના કાર્યકાળમાં ભારતીય ટેસ્ટ ટીમે ફરી વખત ટોચનું સ્થાન હાંસલ કર્યું હતુ. જ્યારે આઇસીસીની સૌપ્રથમ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પણ પ્રવેશ મેળવ્યો હતો.

બે વાર કેલેન્ડર વર્ષમાં વિદેશમાં ચાર ટેસ્ટ વિજય

એક કેલેન્ડર વર્ષમાં વિદેશની ભૂમિ પર ચાર ટેસ્ટ જીતવાની સિદ્ધિ કોહલીએ બે વખત હાંસલ કરી હતી. તે આવી સિદ્ધિ મેળવનારો ભારતનો સૌપ્રથમ કેપ્ટન છે. યોગાનુંયોગ કોહલીની કેપ્ટન્સીમાં જ ભારતે આવી સિદ્ધિ પહેલી વખત મેળવી હતી. ગત વર્ષે માં ભારત બ્રિસબેન, લોર્ડ્ઝ, ઓવલ અને સેન્ચુરિયનમાં ટેસ્ટ જીત્યું હતુ. તે અગાઉ ૨૦૧૮માં ભારત જોહનીસબર્ગ, નોટિંગહામ, એડિલેડ અને મેલબોર્નમાં ટેસ્ટ મેચ જીત્યું હતુ.

એશિયન કેપ્ટન તરીકેનો અનોખો રેકોર્ડ

સાઉથ આફ્રિકા સામે સેન્ચુરિયનમાં ટેસ્ટ જીતનારા સૌપ્રથમ એશિયન કેપ્ટન તરીકેનો રેકોર્ડ કોહલીએ તાજેતરમાં જ નોંધાવ્યો હતો. સાઉથ આફ્રિકા આ મેદાન પર માત્ર ત્રીજી ટેસ્ટ હાર્યું હતુ. આ ઉપરાંત સાઉથ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા કે જેને ક્રિકેટ વર્તુળોમાં ટુંકમાં 'એસઈએનએ' દેશો તરીકે ઓળખવામાં આવે છે, તેમાં સૌથી વધુ ટેસ્ટ મેચ જીતનારા એશિયન કેપ્ટન તરીકેનો રેકોર્ડ પણ કોહલીના નામે છે. કોહલીની કેપ્ટન્સીમાં ભારત આ દેશોમાં ૨૩માંથી સાત ટેસ્ટ જીત્યા છે અને ૧૩ હાર્યા છે, જ્યારે ૩ ટેસ્ટ ડ્રો થઈ છે. કોહલી વિદેશમાં ૩૬માંથી ૧૬ ટેસ્ટ જીત્યો છે. આ ઉપરાંત તે બે બોક્સિંગ ટેસ્ટ જીતનારો સૌપ્રથમ એશિયન કેપ્ટન બન્યો હતો. સાઉથ આફ્રિકા સામે સેન્ચુરિયનની જીત અગાઉ ૨૦૧૮માં તે ઓસ્ટ્રેલિયામાં પણ બોક્સિંગ ડે ટેસ્ટ જીત્યો હતો.

૪૦ કે વધુ ટેસ્ટ જીતનારો વિશ્વનો માત્ર ચોથો કેપ્ટન

આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં કોહલી ૪૦ કે વધુ ટેસ્ટ જીતનારો માત્ર ચોથો કેપ્ટન છે. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં સૌથી વધુ ૫૩ ટેસ્ટ જીતવાનો રેકોર્ડ સાઉથ આફ્રિકાના કેપ્ટનગ્રીમ સ્મિથના નામે છે. જેણે ૧૦૯ ટેસ્ટમાં સુકાન સંભાળ્યું હતુ. જે પછી ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગે ૭૭ ટેસ્ટમાં કેપ્ટન્સી કરતાં ટીમને ૪૮ વિજય અપાવ્યા હતા. જે પછી સ્ટીવ વૉ સ્થાન ધરાવે છે. ધુરંધર કેપ્ટન સ્ટીવ વૉની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયા ૫૭માંથી ૪૧ ટેસ્ટ જીત્યું હતુ. જે પછી કોહલીને સ્થાન આપવામાં આવ્યું છે.


લોકડાઉન 3.0 / દેશના આ શહેરમાં આજે લાગ્યું સંપૂર્ણ લૉકડાઉન, મહારાષ્ટ્ર-રાજસ્થાનમાં પણ તાળાબંધી શરૂ




કોરોનાને કારણે દેશના જુદા જુદા રાજ્યોમાં પ્રતિબંધો વધારવામાં આવ્યા છે. ખાસ કરીને મહારાષ્ટ્ર અને દિલ્હીમાં કેસ વધવાને કારણે અહીયા સૌથી વધારે પ્રતિબંધો લંબાવાયા છે.

કોરોનાને કારણે રાજ્યોમાં પ્રતિબંધો લાગૂ
મહારાષ્ટ્રમાં સૌથી વધારે પ્રતિબંધો
દિલ્હી અને તમીલનાડુમાં વિકેન્ડ કર્ફ્યું

દેશમા કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. જેના કારણે હવે દરેક રાજ્યોની સરકારો દ્વારા જુદી જુદી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી રહી છે. દરેક રાજ્યોની સરકાર દ્વારા અલગ અલગ પ્રતિબંધો લગાવામાં આવી રહ્યા છે. ત્યારે આ સમયે તમિલનાડુમાં વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ચેન્નઈમાં સંપૂર્ણ લોકડાઉન કરી દેવામાં આવ્યું છે.

પ્રતિબંધો વધારાયા

બીજી તરફ અન્ય રાજ્યોની સરકાર દ્વારા શાળા કોલેજો બંધ કરાવામાં આવ્યા છે. સાથેજ નાઈટ કર્ફ્યુંનો સમય પણ લંબાવી દેવામાં આવ્યો છે. ઉપરાંત પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે પણ મર્યાદિત સંખ્યા નક્કી કરવામાં આવી છે અને વર્કફ્રોમ હોમ પર બધા વધારે ભાર આપી રહ્યા છે.



દરેક રાજ્યોની જુદી જુદી ગાઈડલાઈન

દરેક રાજ્યોમાં સરકાર દ્વારા અલગ અલગ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી રહી છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે કયા રાજ્યો દ્વારા કેટલા પ્રતિબંધો લગાવામાં આવ્યું છે.


તમિલનાડુમાં સંક્રમણ બેકાબૂ

ઓમિક્રોન અને ડેલ્ટા વેરિએંટને કારણે કોરોના સંક્રમણ હવે તમિલનાડુમાં બેકાબૂ થઈ રહ્યું છે. જેથી અહિયા સરકાર દ્વારા વિકેન્ડ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. સાથેજ સમગ્ર રાજ્યોમાં નાઈટ કર્ફ્યુ પણ જાહેર કરવામાં આવ્યો છે. જોકે મેડિકલ સેવાઓ કરિયાણાની દુકાનો વગેરે જીવ જરૂરિયાતની વસ્તુઓ માટે પ્રતિંબધ નથી લગાવામાં આવ્યા. પરંતુ જેણે માસ્ક નહી પહેર્યો હોય તેણે પણ દંડ ડબલ આપવો પડશે.

દિલ્હીમાં વિકેન્ડ કર્ફ્યું

દિલ્હી સરકાર દ્વારા પણ સૌથી પહેલા વિકેન્ડ કર્ફ્યું જાહેર કરવામાં આવ્યો હતો. ઉપરાંત કોરોના દર્દીઓએ 14 દિવસ આઈસોલેશનની જગ્યાએ માત્ર 7 દિવસ હોમ આઈસોલેશનમાં રહેવું પડશે. સરકારી ઓફિસોમાં પણ વર્કફ્રોમ હોમ લાગુ કરી દેવામાં આવ્યું છે અને પ્રાઈવેટ ઓફિસોમાં 50 ટકા ક્ષમકા સાથે કામ કરવાની મંજૂરી આપવામાં આવી છે. સાથેજ સિનેમાઘર, જીમ, ઓડિટોરિયન, વોટરપાર્ક પણ બંધ કરી દેવામાં આવ્યા છે. ઉપરાંત ફેસ્ટિવ ઈવેન્ટ પર રોક લગાવી દેવામાં આવી છે.



મહારાષ્ટ્રમાં સંક્રમણ બેકાબૂ

મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ બેકાબૂ થયા અહિયા પણ નવા પ્રતિબંધો લગાવામાં આવ્યા છે. જેમા રાતે 11 થી સવારના 5 વાગ્યા સુધી કર્ફયું રાખવામાં આવ્યો છે. શનિવારે ઓમિક્રોનના 133 કેસ નવા આવ્યા છે. જેથી અહીયા હવે ઓમિક્રોનના કુલ દર્દી 1009 થઈ ગયા છે. મુંબઈના મેયર દ્વારા અહીયા વિકેન્ડ લોકડાઉન કરવા ના પાડી દેવામાં આવી છે. પરંતુ સ્કૂલ કોલેજોને 15 ફેબ્રુઆરી સુધી બંધ કરી દેવામાં આવ્યો છે.

રાજસ્થાનમાં નાઈટ કર્ફ્યું લાગુ

રાજસ્થાનમાં જયપુર અને જોધપુરમાં શાળાને 17 જાન્યુઆરી સુધી બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. ઉપરાંત અહિયા સરકારી ઓફિસોમાં પણ 50 ટકા કર્મચારીઓને વર્કફ્રોમનો આદેશ આપ્યો છે. જે પણ ઓફિસોમાં અહીયા કોરોનાનો કેસ આવશે તે ઓફિસને 72 કલાક બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. સાથેજ રાતના 11 થી સવારના 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યું અહીયા જાહેર કરી દેવામાં આવ્યો છે.

હરિયાણામાં થિેયેટર રેસ્ટોરન્ટ બંધ

હરિયાણમાં જે પણ વિસ્તારો રેડ જોનમાં છે ત્યા સ્કૂલ , કોલેજો, સિનેમાઘર, મલ્ટીપ્લેક્ષ, અને રેસ્ટોરન્ટોને બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. રમતની જગ્યાઓ પર માત્ર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેનારા ખેલાડીઓ અભ્યાસ કરી શકશે. પરંતુ ત્યા કોઈ દર્શક કે સમર્થક નહી હોય.



ઉત્તરપ્રદેશમાં પણ પ્રતિબંધો વધારાયા



ઉત્તરપ્રદેશમાં નવી ગાઈડલાઈન પ્રમાણે લગ્ન હવે બંધ જગ્યાએ કરવામાં આવશે અને લગ્નમા માત્ર 100 લોકો હાજર રહી શકશે. ઉપરાંત 6 થી 14 જાન્યુઆરી સુધી અહીયા શાળા કોલેજો પણ બંધ કરી દેવામાં આવ્યા છે. જે પણ જિલ્લામાં અહિયા કોરોનાના કેસની 1 હજાર કરતા વધરે હશે ત્યા રાતે 10 થી સવારના 6 વાગ્યા સુધી નાઈટ કર્ફયું લગાવાની વાત કરવામાં આવી છે. ઉપરાંત થીયેટર અને રેસ્ટોરન્ટ જેવા જાહેર સ્થળો પણ અહિયા 50 ટકા ક્ષમતા સાથે ચાલુ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

No comments:

Post a Comment