Search This Website

Wednesday 15 September 2021

રાજ્ય સરકારનો કડક આદેશ: હવેથી માથે ચઢેલા અધિકારીઓ ધારાસભ્યને કાર્યાલય બહાર બેસાડી નહીં રાખી શકે, હવે MLA સીધા જ ઑફિસમાં જઈ શકશે



સચિવાલયમાં ધરખમ ફેરફારો નક્કી ભૂપેન્દ્ર પટેલ IAS અધિકારીઓની બદલીનું લિસ્ટ લઇને દિલ્હીથી આવ્યા; ટૂંક સમયમાં કરશે જાહેરાત 

 posted on SEPTEMBER 21, 2021at 744 AM 

 

 🔥 ગુજરાતમાં નવા મંત્રીમંડળની રચના સાથે સચિવાલયમાં પણ ધરખમ ફેરફારો નક્કી CM ભૂપેન્દ્ર પટેલ IAS અધિકારીઓની બદલીનું લિસ્ટ સાથે લઈને દિલ્હીથી આવ્યા છે જેની ટૂંક સમયમાં જાહેરાત કરશે. 


રેકોર્ડતોડ વેક્સીનેશન, જાણો કયા રાજ્યમાં મુકાઈ સૌથી વધારે રસી 

 

નવી દિલ્હી, તા.18 સપ્ટેમ્બર 2021, શનિવાર 

 

 ગઈકાલે પીએમ મોદીના જન્મ દિવસ નિમિત્તે દેશમાં કોરોનાના રસીકરણ અભિયાને એવી ઝડપ પકડી હતી કે, ભલભલા રેકોર્ડ તુટી ગયા હતા. 

 

 દેશમાં એક જ દિવસમાં અઢી કરોડ કરતા વધારે લોકોને રસી મુકવામાં આવીહતી.રાજ્યો વચ્ચે પણ વધારે રસી મુકવાની સ્પર્ધા જામીહતી.ન્યૂઝ એજન્સીના કહેવા પ્રમાણે રાજ્યોમાં થયેલા ટીકાકારણમાં કર્ણાટક દેશમાં ટોપ પર રહ્યુ હતુ. રાજ્યોમાં એક દિવસમાં કેટલી વેકસીન મુકાઈ તેના આંકડા જાણો 

 

 કર્ણાટક29.92 લાખ 

 

 મધ્યપ્રદેશ26.91 લાખ 

 

 બિહાર26.62 લાખ 

 

 યુપી24.86 લાખ 

 

 આસામ7.09 લાખ 

 

3.97 લાખ 

હરિયાણા3.73 લાખ 

 

 દિલ્હી1.52 લાખ 

 

 જમ્મુ કાશ્મીર1.15 લાખ 

 

 રાજસ્થાન13.18 લાખ 

 

 પંજાબ2.02 લાખ 

 

 કેરલ3.89 લાખ 

 

 હિમાચલ 62125 

 

 ગોવા 16419 

 

 તામિલનાડુ2.52 લાખ 

 

 Corona Vaccination જે રાજ્યોમાં ચૂંટણી છે ત્યાં 100 વેક્સિનેશન કરવા સરકારનું જોર 

 

 

- ભારતમાં વેક્સિનેશન અભિયાનની ગતિમાં વધારો થશે કારણ કે, જલ્દી જ વિશ્વની પ્રથમ ડીએનએ વેક્સિન Zydus Cadila ઉપલબ્ધ થવા જઈ રહી છે 

 

 નવી દિલ્હી, તા. 18 સપ્ટેમ્બર, 2021, શનિવાર 

 

 વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ પર ભારતમાં કોરોના વેક્સિનેશન મામલે અનેક રેકોર્ડ સ્થાપિત થયા છે. પહેલી વખત દેશમાં એક જ દિવસમાં2.50 કરોડ કરતા પણ વધારે લોકોને વેક્સિન આપવામાં આવી છે. તેવામાં હવે વેક્સિનેશનના કામમાં ગતિ આવી છે અને ઓક્ટોબર મહિનાના પહેલા સપ્તાહ સુધીમાં 100 કરોડ લોકોને વેક્સિન આપી દેવાનો ટાર્ગેટ છે. 

 

 એક અહેવાલ પ્રમાણે વેક્સિનેશન અભિયાન અને દેશનું રાજકારણ સીધી રીતે જોડાયેલું છે. એવું કહેવાય છે કે, જે રાજ્યોમાં ચૂંટણીઓ યોજાવાની છે ત્યાં 100 ટકા વેક્સિનેશન માટે જોર આપવામાં આવી રહ્યું છે. આ રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ અને ગોવાનો સમાવેશ થાય છે. આ રાજ્યોમાં કેન્દ્ર ઝડપથી સંપૂર્ણ વસ્તીને કોરોના વેક્સિન આપવા માગે છે. તેનું કારણ ખૂબ જ સરળ છે- કોરોનાનો અંત નથી આવ્યો પરંતુ લોકશાહીના સૌથી મોટા પર્વ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન પડકાર બની શકે છે. 

 

 ચૂંટણીવાળા રાજ્યો સિવાય દક્ષિણ ભારતના કેરળ અને કર્ણાટકમાં પણ વેક્સિનેશન ઝડપી બનાવવા જોર આપવામાં આવી રહ્યું છે. ત્યાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે માટે વેક્સિન કવચ દ્વારા મહામારીને રોકવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. ટૂંક સમયમાં જ ભારતમાં વેક્સિનેશન અભિયાનની ગતિમાં વધારો થશે કારણ કે, જલ્દી જ વિશ્વની પ્રથમ ડીએનએ વેક્સિન Zydus Cadila ઉપલબ્ધ થવા જઈ રહી છે. જાણવા મળ્યા મુજબ આ મહિનાના અંત સુધીમાં દેશને એક કરોડ વેક્સિન ઉપલબ્ધ થઈ જશે. ખાસ વાત એ છે કે, તે વેક્સિન બાળકોને પણ આપી શકાશે, જોકે સરકારે હજુ તે અંગે કોઈ નિર્ણય નથી લીધો.


એક અહેવાલ પ્રમાણે ભારત સરકારને સીરમ તરફથી કુલ 20 કરોડ કોવિશીલ્ડ વેક્સિન મળવા જઈ રહી છે અને ભારત બાયોટેક પણ 3.5 કરોડ વેક્સિન સપ્લાય કરવાની તૈયારી કરી રહ્યું છે. તેવામાં આગામી દિવસોમાં વેક્સિન સંકટ વધુ ઘટી શકે છે. 


અંબાજી ભાદરવી પૂનમનો મેળો રદ, ગૃહ વિભાગે કર્યો આદેશ

અંબાજી ભાદરવી પૂનમનો મેળો રદ, ગૃહ વિભાગે કર્યો આદેશ.  



આ વર્ષે પણ ભાદરવી પુનમનો મેળો રદ
ગૃહ વિભાગે આપ્યા આદેશ





આખડી બાધા / માનતા હોય તેમણે જ અપાશે પ્રવેશ.
પગપાળા સંઘ / યાત્રાળુઓનો અવિરત પ્રવાહ ચાલુ.
અંબાજી ધામમાં આ વર્ષે પણ ભાદરવી પૂનમનો મેળો રદ કરવામાં આવી રહ્યો છે. આ અંગેનો આદેશ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. ગૃહ વિભાગના આદેશ મુજબ જણાવવામાં આવ્યું છે કે શ્રધ્ધાળુ પદયાત્રીઓ અને પગપાળા સંઘોને કોઈ જ પ્રકારે મંજૂરી આપવામાં આવી નથી. તેની સાથે માત્ર જે બાધા આખડી માન્યતા રાખેલ હોય માત્ર તેમને જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવનાર છે.


અંબાજી મંદિર ના લાઇવ દર્શન અહિંથી કરો


youtube પર લાઇવ દર્શન અહિંથી કરો


આમ, અંબાજી મંદિર દર્શન અને અંબાજી ધામનો ભાદરવી પૂનમનો મેળો ગત વર્ષની જેમ આ વર્ષે પણ છેલ્લી ઘડીએ ગૃહવિભાગ દ્વારા રદ કરી દેવામાં આવ્યો છે.. ગુજરાત રાજ્યમાં અત્યારે ભલે કોરોનાના કેસ નહિવત થઈ ગયા હોય પણ કોરોના હજુ સંપૂર્ણ ગયો નથી હજુ પણ કેટલાક કોરોનાના કેસ આવતા રહે છે. તેવી સ્થિતિમાં અંબાજી ધામના ભાદરવી પૂનમના આ મેળા પર પણ કોરોનાનું મોટું ગ્રહણ લાગ્યું છે.


કોરોનાની ત્રીજી લહેરની આશંકા વર્તાઇ રહી છે. તેની અગમચેતીના સ્વરૂપે પગલે આ વર્ષે પણ ભાદરવી પૂનમનો મેળો રદ જાહેર કરવામાં આવ્યો છે. જેકે, અંબાજી મંદિરે માઈભક્તો અને પગપાળા સંઘ યાત્રાળુઓની ભારે ભીડ જામતી જતી હોવાથી આ વર્ષે પણ મંદિર બંધ રાખવા અંગે આ મહત્વનો નિર્ણય તત્કાળ લેવામાં આવ્યો છે. તેની સાથે પગપાળા ચાલતા સંઘોને પણ કોઈ મંજૂરી ન આપવાનો મોટો નિર્ણય લેવાયો છે.



જોકે કોઈને મોટી બાધા કે માનતા હોય માત્ર તેવાજ દર્શનાર્થી ભક્તોને પ્રવેશ માટેની સૂચના આપવામાં આવી છે. અને તે પણ માત્ર મર્યાદિત સંખ્યામાં જ. તેમ છતાં અત્યારે મહત્વની બાબત એ છે કે કોરોના મહામારીનું સંકટ ઓછું થતાં જ માઈભક્તોનો અવિરત પ્રવાહ મંદિર તરફ જઈ રહ્યો છે. હવે આ અંગે વિભાગ દ્વારા શું નિર્ણય લેવાશે ? તે જોવું રહ્યું.



No comments:

Post a Comment