Search This Website

Sunday 8 August 2021

ગુજરાતમાં આજે નવા 25 કેસ નોંધાયા, 14 દર્દીઓને રજા આપવામાં આવી

 

ગુજરાતમાં આજે નવા 25 કેસ નોંધાયા, 14 દર્દીઓને રજા આપવામાં આવી

ગાંધીનગર, 8 ઓગસ્ટ 2021 રવિવાર  

રાજ્યમાં કોરોના સંક્રમણનાં આંકડા જોતા કોરોનાની બીજી લહેર વિરામ લેતી હોય તેવું જણાય છે, જેમ કે આજે નવા 25  કેસ નોંધાયા છે. જ્યારે આજે 14 દર્દીઓને રજા આપવામાં આવી છે. રાજ્યમાં આજે એક પણ દર્દીનું મોત થયું નથી.  હાલમાં કુલ 207 એક્ટિવ કેસ છે, અને 06 દર્દીઓ વેન્ટિલેટર પર છે.

જ્યારે 201 દર્દીઓની હાલત સ્ટેબલ છે. જ્યારે અત્યાર સુધીમાં 8,14,761 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 10,077 લોકોનાં મોત થઇ ચુક્યા છે.  આ સાથે જ રાજ્યનો રિકવરી રેટ 98.75 ટકા જેટલો છે.

 રાજ્યમાં આજે નોંધાયેલા કોરોનાનાં કેસની વિગત આ પ્રમાણે છે, જેમ કે સુરત કોર્પોરેશનમાં 5,  અમદાવાદ કોર્પોરેશનમાં 4,   અમરેલી 3, ખેડા 3,  વડોદરા કોર્પોરેશનમાં 3, રાજકોટ 2, આણંદ 1, જામનગર કોર્પોરેશન 1, નવસારી 1,   રાજકોટ કોર્પોરેશન 1,  અને સુરતમાં 1 કેસનો સમાવેશ થાય છે.

જો કે રાજ્યનાં કેટલાક જિલ્લાઓમાં આજે એક પણ કેસ નોંધાયો નથી, જેમ કે અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ,  ભાવનગર, ભાવનગર કોર્પોરેશન,બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, ગીર સોમનાથ,  જામનગર, જૂનાગઢ, જૂનાગઢ કોર્પોરેશન, કચ્છ, મહિસાગર, મહેસાણા,  મોરબી, નર્મદા, પંચમહાલ, પાટણ, પોરબંદર, સાબરકાંઠા,  સુરેન્દ્રનગર, તાપી વડોદરા અને વલસાડ મુખ્ય છે.

રાજ્યમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ આજે કુલ 3,85,461 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,65,81,478 લોકોએ રસી લગાવી છે.

No comments:

Post a Comment