Search This Website

Tuesday 26 April 2016

7th pay News Report abOut Festival Arias સરકાર તહેવારોની સિઝનમાં વેતન વધારો આપશે

નવું પગાર પંચ સપ્ટેમ્બર-ઓકટોબરથીઃ ભથ્થાનું એરિયર્સ નહિ મળે

સરકાર તહેવારોની સિઝનમાં વેતન વધારો આપશે કે જેથી કર્મચારીઓ વધુ ખર્ચ કરી અર્થતંત્રને ફાયદો પહોંચાડેઃ વિવિધ ભથ્થાનું એરિયર્સ નહિ આપીને સરકાર ૧૧૦૦૦ કરોડની રકમ બચાવશેઃ ભથ્થા સપ્ટેમ્બરથી પણ પગાર પંચનો અમલ ૧લી જાન્યુ.થી ગણાશે

   નવી દિલ્હી : કેન્દ્રીય કર્મચારીઓ માટે માઠા સમાચાર છે. હવે સાતમા વેતન પંચ હેઠળ કર્મચારીઓને ભથ્થા ઉપર એરીયર્સ નહિ મળે એટલે કે તેમને વધેલો પગાર તો ૧લી જાન્યુઆરી ર૦૧૬ થી મળશે પરંતુ ભથ્થા સપ્ટેમ્બરથી જ મળશે. સાતમા વેતન પંચ હેઠળ વધનાર પગાર સપ્ટેમ્બર કે ઓકટોબરથી મળવા લાગશે. મળતી માહિતી મુજબ સરકારે ભથ્થાનું એરિયર્સ નહિ આપવા નિર્ણય લીધો છે અને આ નિર્ણય ખર્ચમાં કાપ મુકવા માટે લેવાયો છે. આ ફેંસલાથી સરકારને ૧૧૦૦૦ કરોડની બચત થશે. આ પહેલા સાતમાં વેતન પંચે પગારમાં ૧૬ ટકા વધારાની ભલામણ કરી હતી તો ભથ્થામાં ૬૩ ટકા અને પેન્શનમાં ર૩.૬ ટકાના વધારાનો નિર્ણય લીધો હતો. જો કેન્દ્ર સરકારની જેમ રેલ્વે પણ આ પગલુ લ્યે તો તેને રૂ. ૩૮૦૦ કરોડની બચત થઇ શકે તેમ છે.
   અત્રે એ નોંધનીય છે કે ર૦૧૭ માં ભથ્થા પરનો બોજો રૂ. રર૦૦૦ કરોડ થવાનો છે. સરકાર કર્મચારીઓને તહેવારોના દિવસોમાં ૭ માં પગાર પંચનો લાભ આપવા માંગે છે કારણ કે તેનાથી ખર્ચ શકિત વધશે અને અર્થતંત્રને લાભ થશે.
   અત્રે એ પણ નોંધનીય છે કે ભથ્થા પર એરિયર્સ નહિ મળે પગાર બીલના અડધો ભાગ ભથ્થા હોય છે. જો સરકાર સુધારેલા ભથ્થા સપ્ટેમ્બરથી જ અમલી બનાવે તો તેને રૂ. ૧૧૦૦૦ કરોડની બચત થાય તેમ છે. સરકારે બજેટમાં વેતન પંચ માટે રૂ. પ૩પ૦૦ કરોડની જોગવાઇ કરી છે. ર૦૧૭ માં કુલ બોજો રૂ. ૭૩૬પ૦ કરોડ પડવાનો છે. જેમાં વન રેન્ક વન પેન્શન પણ આવી જાય છે.
   જો કે સરકારી સુત્રોએ એ બાબત નકારી કાઢી છે કે વધેલા પગારના પ૦ ટકા બેન્ડમાં રોકવા સરકારનું કહેવું છે કે લોકો ના હાથ પર પૈસા રહેશે તો તેઓ વધુ ખર્ચ કરશે અને તેનાથી અર્થતંત્રને વેગ મળશે.

No comments:

Post a Comment