જ્ઞાન
1) વડોદરાનાં મકરપુરા વિસ્તારમાં રહેતા અને કોમ્પ્યુટર એન્જિનિયરીંગના વિદ્યાર્થી સાગર શાહે પોતાના અભ્યાસના ભાગરુપે બજારમાં મળતી પરંપરાગત હેલ્મેટમાં ફેરફાર કરીને તેને નવુ જ સ્વરુપ આપવાનુ નક્કી કર્યુ જેના વડે તેનો ફોન પણ ચાર્જ કરી શકે છે.
2 ) મ્યુનિચ(જર્મની) સ્થિત ફોનહોફર ઇન્સ્ટિટ્યુટમાં ટિશ્યુ એન્જિનીયરીંગ પ્રમુખ પ્રો વોલેસને કુત્રિમ ચામડી બનવવામા મળી સફળતા.
3 ) ઓસ્ટ્રેલિયાનાં વૈજ્ઞાનિકોએ માનવ રહિત ડ્રોન માટે એક સેલ્ફ લેન્ડીંગ પ્રણાલી તૈયાર કરી.
4 ) ઇજિપ્તની એક કોર્ટે હમાસને ત્રાસવાદી સંગઠન જાહેર કર્યું.
5 ) ભારતનું વિદેશી હુંડીયામણ માર્ચ 2015 મુજબ 334 193 અબજ યુ.એસ ડોલર થયું છે.
6 ) દુનિયાની સૌથી મોટી સર્ચ કંપની ગૂગલે ભવિષ્યના માટે સારા વૈજ્ઞાનિકોને શોધવા ગૂગલ સાયન્સ ફેર 2015 યોજશે.
7 ) ગૂગલના આ પ્રોજેકટમાં13 થી 18 વર્ષનાં વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે. શ્રેષ્ઠ પ્રોજેકટને 50 હજાર ડોલર ઇનામ પણ અપાશે.
8 ) સંસદભવનની કેન્ટીન સંસદનાં રૂમ નં 70 માં આવેલી છે, ત્યાં શાકાહારી થાળીનો ભાવ 29 ₹ જ છે.(2015 મુજબ)
9 ) અનુરાગ ઠાકુર બી.સી.સી.આઇ.નાં નવા સચિવ નિમાયા.
10 ) હાલનાં ભારતનાં વિદેશ સચિવ સુબ્રમણ્યમ જયશંકર શાર્કનાં ચાર દેશોની મૂલાકાતે.
[17:49, 04/03/2015] priteshrami.blogspot.in: વિશ્વકપ વિશેષ 4-03-2015
1 ) આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપના પૂલ બી મેચમાં દક્ષિણ આફ્રીકાના સામી બેટ્સમેન હાશિમ અમલાએ આયરલેન્ડની સામે સદી ફટકારતા એક વર્લ્ડ રેકોર્ડ પણ બનાવી લીધો છે. અમલા વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ઝડપી 20 સદી ફટકારનાર બેટ્સમેન બની ગયોછે.
2 ) આ પહેલા આ રેકોર્ડ ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન વિરાટ કોહલીના નામે હતો.
3 ) અમલા પોતાના કરિયરની 108મી વનડે ઈનિંગમાં આ કારનામો કરીને દેખાડ્યો જ્યારે કોહલીને આમ કરવા માટે 133 ઈનિંગ રમવી પડી હતી.
4 ) અમલા 128 બોલ પર 16 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 159 રન બનાવીને આઉટ થઈ ગયો. આ રીતે અમલાએ 11 વન-ડે મેચોમાં 56.72ની રન રેટથી 5616 રન બનાવી લીધા છે.
5 ) વનડે ક્રિકેટમાં 159 રનનો અમલાનો બેસ્ટ સ્કોર પણ રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી અમલાની વન-ડે અને ટેસ્ટના ટોપ 5 બેટ્સમેનમાં પણ ગણતરી થાય છે.
6 ) અમલા અને ડુ પ્લેસિસની વચ્ચે 247 રનોની ભાગીદારી થઈ.
7 ) વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રીકા તરફથી આ બીજી વિકેટ માટેની સૌથી મોટી ભાગીદારી છે.
8 ) આ પહેલા આ રેકોર્ડ એબી જિવિલિયર્સ અને જેક્સ કાલિસની વચ્ચે હતી.
9 ) ડિવિલિયર્સ અને કાલિસની વચ્ચે 2007 વર્લ્ડ કપમાં 170 રનોની ભાગીદારી થઈ હતી. આ ઉપરાંત પ્લેસિસ આ વર્લ્ડ કપમાં સૌથી વધારે વખત 50 થી વધારે રન બનાવનારો બેટ્સમેન પણ બની ગયો છે.
10 ) પ્લેસિસ ઉપરાંત બ્રેન્ડન મૈકુલમઅનેલહિરૂ થિરિમને પણ આ વર્લ્ડ કપમાં ત્રણ વખત 50 થી વધારે રન બનાવ્યા છે.
No comments:
Post a Comment