Search This Website

Tuesday, 10 January 2023

લીલા ચણાના અઢળક ફાયદા જાણો




લીલા ચણાના અઢળક ફાયદા જાણો:વજન ઘટાડવામાં અને ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક, ડિપ્રેશનના લક્ષણ જોવા મળે તો ડાયટમાં અચૂક સામેલ કરો આ માહિતી.




લીલા ચણાના અઢળક ફાયદા જાણો:વજન ઘટાડવામાં અને ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક, ડિપ્રેશનના લક્ષણ જોવા મળે તો ડાયટમાં અચૂક સામેલ કરો આ માહિતી.



ઠંડીમાં પાલક, મેથી, બથુઆ, સરસો, સોયા સાથે એક અન્ય શાક બજારમાં ખૂબ જ જોવા મળે છે. આ સીઝનમાં લીલા ચણા ખાવાની મજા જ કંઈક અલગ છે. આ ખાવામાં જેટલા ટેસ્ટી હોય છે તેટલા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે. સાથે જ તે ઘણા પ્રકારના ન્યૂટ્રિઅન્ટથી ભરપૂર હોય છે. તેમાં વિટામિન A, વિટામિન B1, વિટામિન B6, વિટામિન C અને વિટામિન K હોય છે. લીલા ચણાને પાવર હાઉસ પણ કહી શકાય છે. લીલા ચણામાં કેલરી બહુ જ ઓછી હોય છે અને ફાઈબર, પ્રોટીન, મેગેનિઝ, આયર્ન અમે ફોલેટનું પ્રમાણ વધારે હોય છે.
વિટામિન A અને C થી ભરપૂર માહિતી નીચે છે.
ડાયટીશિયન ડો. વિજયશ્રી પ્રસાદના જણાવ્યા પ્રમાણે લીલા ચણા અને ચણાની ભાજીમાં વિટામિન A અને C વધારે હોય છે. વિટામિન-સી ઇમ્યૂન સિસ્ટમ માટે જરૂરી છે. જેમાં રહેલાં એન્ટીઓક્સીડેન્ટ્સ શરીરમાં રેડ બ્લડ સેલ્સને અસરદાર બનાવવાનું કામ કરે છે. તેનાથી આપણાં શરીરની ઇમ્યુનિટી વધે છે. તેમાં વિટામિન A ની માત્રા પણ મળી આવે છે. એન્ટી ઓક્સીડેન્ટ્સ ગુણ હોવાના કારણે સ્કિન પણ ચમકદાર બને છે. વિટામિન એ આંખની બીમારીઓની સમસ્યાને ઘટાડે છે.
લીલા ચણા ફાયદાકારક છે તેની માહિતી નીચે છે
મોટા ભાગના લોકોને લીલા ચણા ખૂબ પસંદ હોય છે અને પસંદ પણ કેમ ન હોય. તે ટેસ્ટમાં લાજવાબ હોવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે. લીલા ચણા ડાયાબિટીસ, કોલેસ્ટેરોલ, બ્લડ પ્રેશર અને બ્લડ શુગર લેવલ કન્ટ્રોલ કરે છે.



વજન ઘટાડવામાં ફાયદાકારક હોય છે જાણો
વેટ લોસ માટે લીલા ચણા ઘણા અસરકારક માનવામાં આવે છે. તેમાં ફાઈબર અને પ્રોટીન ભરપૂર હોવાને લીધે તે ખાધા પછી ઘણા સમય સુધી ભૂખ લગતી નથી. તેનાથી વજન કંટ્રોલ કરવામાં પણ મદદ થાય છે.
લીલા ચણા ફીલ ગુડ હોર્મોન વધારે છે જાણો
ઠંડીના દિવસોમાં સેરોટોનિન એટલે કે ફીલ ગુડ હોર્મોનનું સ્તર ઘટવા લાગે છે. તે આપણા મૂડને સીધી અસર કરે છે. જ્યારે તેનું સ્તર નીચે આવે છે, ત્યારે આપણે સુસ્ત અને નિરાશા અનુભવવાનું શરૂ કરીએ છીએ. ઘણા લોકોને શિયાળામાં ચિંતા, બેચેની, ઝડપી ધબકારા, છાતીમાં દુખાવો જેવી ફરિયાદો હોય છે. લીલા ચણામાં ફોલેટ એટલે કે વિટામિન B9 હોય છે. ડૉ. વિજયશ્રી પ્રસાદના જણાવ્યા પ્રમાણે શિયાળામાં સિઝનલ અફેક્ટિવ ડિસઓર્ડરને કારણે લોકો ડિપ્રેશન જેવું અનુભવે છે. મૂડ સ્વિંગ પણ થાય છે. આવી સ્થિતિમાં લીલા ચણા ખાવાથી ડિપ્રેશનમાંથી બહાર આવવામાં મદદ મળે છે. સગર્ભા સ્ત્રીઓ પણ લીલા ચણા ખાઈ શકે છે. જોકે તેની માત્રા વધુ ન હોવી જોઈએ.

બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે જાણો
લીલા ચણામાં મેગ્નેશિયમ અને પોટેશિયમની માત્રા વધારે હોય છે. આથી તે બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે. આપણું હૃદય સ્વસ્થ બને છે. તેમાં બીટા-સેટોસ્ટેરોલ કેમિકલ હોય છે જેને પ્લાન્ટ સ્ટેરોલ પણ કહેવામાં આવે છે. આ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે. તેના સેવનથી પ્રોસ્ટેટ અને અન્ય પેશીઓમાં બળતરા ઓછી થાય છે.
સ્નાયુઓને મજબૂત બનાવે છે જાણો
માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે વનસ્પતિ આધારિત પ્રોટીન આવશ્યક છે. જ્યારે નિયમિત આહારમાં લીલા ચણાનો સમાવેશ કરવામાં આવે છે, ત્યારે શરીરને પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન મળે છે. સ્નાયુઓ તાકાત મેળવે છે. જે મહિલાઓને વાળ ખરવાની સમસ્યા હોય તેમણે લીલા ચણા કે ચણાનો લીલોતરી ખાવો જોઈએ. તેનાથી નખમાં ચમક પણ આવે છે.

લીલા ચણા ફેટી એસિડ્સનું પાવરહાઉસ છે
તાજા લીલા ચણાને ફેટી એસિડ્સનું પાવરહાઉસ કહેવામાં આવે છે. ફેટી એસિડને બ્યુટિરેટ કહે છે. તે ક્લોનોસાઇટ્સ માટે બળતણ તરીકે કામ કરે છે. તે આપણા પાચનતંત્ર માટે ખૂબ ઉપયોગી છે. તે ડાયાબિટીઝ અને કેન્સર જેવા ઘણા પ્રકારના ક્રોનિક રોગોને રોકવામાં પણ મદદરૂપ છે.


100 ગ્રામ લીલા ચણામાં આટલાં ન્યુટ્રિઅન્ટ મળી આવે છે



બ્લડ શુગરને કંટ્રોલમાં રાખો
વિટામિન C થી ભરપૂર
એન્ટિઓક્સિડન્ટ્સ માત્રા વધારે હોય છે
રોગપ્રતિકારક શક્તિને વધારે છે
લીલા ચણાને કેવી રીતે પકવશો તે જાણો
લીલા ચણાને કાચા કે પકવીને ખાવામાં આવે છે. જ્યારે ચણાના છોડમાં દાણા આવવા લાગે છે ત્યારે તેને પીસીને પણ ખાઈ શકાય છે. ગ્રામિણ વિસ્તારમાં તેને હોરા કે હોરહા કહેવામાં આવે છે. લીલા ચણાને સરસિયાના તેલમાં સરળતાથી પકવી શકાય છે. ચણાને અન્ય શાકભાજીઓમાં ગ્રેવીમાં પણ મિક્સ કરવામાં આવે છે. લીલા ચણાની દાળ પણ બનાવવામાં આવે છે. તેને ઉકાળીને મિક્સચરમાં પીસવામાં આવે છે તે પછી તે દ્વારા દાળ બનાવવામાં આવે છે.

No comments:

Post a Comment