આવી રીતે ઘરે બેઠા આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લીંક કરો । Link Aadhaar with Mobile Number through IPPB In Gujarati
આજના સમયમાં આધાર કાર્ડ એ મહત્વપૂર્ણ દસ્તાવેજ થઈ ગયું છે અને તમારે આધારકાર્ડ સાથે તમારા મોબાઈલ નંબર લીંક વધારે ફરજિયાત છે. જો તમારા આધાર કાર્ડ માં તમારો મોબાઈલ નંબર લીંક નથી તો તમે ઘણા બધા કામ કરી શકતા નથી અથવા ઘણી બધી સહાય મેળવી શકતા નથી જેવી કે બેંક માં ખાતું ખોલવા, પાનકાર્ડ માટે અરજી કરવા, ડ્રાઇવિંગ લાઇસન્સ માટે અરજી કરવા, ચૂંટણી કાર્ડ કઢાવવું કે પાસપોર્ટ બનાવવો જેવા સરકારી કામ માટે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લીંક હોવા ફરજિયાત છે. તો આજના લેખમાં તમને જોવા મળશે કે તમે તમારા ઘરે બેઠા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર કેવી રીતે લિંક કરાવી શકો છો.
IPPB દ્વારા આધાર સાથે મોબાઇલ નંબર કેવી રીતે લિંક કરવું?
હવે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લીંક કરવા એ વધારે સરળ બની ગયું છે. તો પહેલા એવું હતું કે તમારે તમારા આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લીંક કરવા હોય તો તમે કોઈપણ નજીકની પોસ્ટ ઓફિસમાં અથવા આધાર સેવા કેન્દ્રમાં જઈને લિંક કરાવી શકતા. પરંતુ હવે તમે ઘરે બેઠા તમારા આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લીંક કરી શકો છો. પરંતુ તમારે હવે માત્ર એક ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે અને પછી તમારા ઘરે પોસ્ટ ઓફિસ માંથી પોસ્ટમેન આવશે અને તમારા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરી દેશે. તેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ નીચે મુજબ છે.
IPPB દ્વારા આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરવાની પ્રક્રિયા
STEP 1: સૌપ્રથમ તમારે આ પોસ્ટ ઓફિસની વેબસાઈટ ઉપર જવાનું રહેશે. નીચે આપેલ લિંક પર ક્લિક કરો.
STEP 2: ત્યારબાદ તમારી સામે એક SERVICE REQUEST FORM – DOORSTEP BANKING નામનું પેજ જોવા મળશે. તેમાં તમારે AADHAAR - MOBILE UPDATE ના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.
STEP 3: ત્યારબાદ નીચે એક ફોર્મ જોવા મળશે જેમાં તમારું નામ મોબાઈલ નંબર સરનામું ઇ-મેલ આઇડી વગેરે વસ્તુ જોવા મળશે તે ભરવાનું રહેશે. ત્યાં તમારે પીનકોડ સિલેક્ટ કરવાનું રહેશે જે પીનકોડ તમે સિલેક્ટ કરશો તે પીનકોડ ની નજીકની પોસ્ટ ઓફિસ તમને જોવા મળશે તે તમારે સિલેક્ટ કરવાની રહેશે.
STEP 4: ત્યારબાદ કેપચા કોડ ભરીને તમારે સબમીટ ના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.
હવે તમારી રિક્વેસ્ટ સબમીટ થઈ ગઈ છે એનો મેસેજ તમને જોવા મળશે Your Submission Has Been Successful.
હવે થોડા દિવસમાં તમારા ઘરે પોસ્ટમેન આવશે અને બાયોમેટ્રિક દ્વારા તમારા આધાર કાર્ડ સાથે તમારા મોબાઈલ નંબર લીંક કરી દેશે. એના માટે માત્ર તમારે 50 રૂપિયા જેવી નજીવી ફી ચૂકવવાની રહેશે.
તે પ્રોસેસ પૂરી થયા બાદ થોડા જ દિવસોમાં તમારે તમારા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લીંક થઈ જશે.
તમારા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લીંક થઈ ગયા છે કે નહીં તે ચેક કરવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.
અમને આશા છે કે આ આર્ટીકલ દ્વારા તમને જાણવા મળ્યું હશે કે પોસ્ટ ઓફિસ ડોર સ્ટેપ સર્વિસ દ્વારા તમે ઘરે બેઠા તમારા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરાવી શકો છો.
પોસ્ટ ઓફિસની આ Doorstep Banking સુવિધા ની હેઠળમાં તમે ઘણી બધી સુવિધા મેળવી શકો છો જેવી કે નવું એકાઉન્ટ ઓપન કરવું કોઈ પણ બિલ પેમેન્ટ કરવા મને ટ્રાન્સફર કરવું ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ બાળકોનું આધાર કાર્ડ બનાવવું વગેરે જેવી સુવિધા નો લાભ તમે લઈ શકો છો આ સુવિધા માટે પોસ્ટમેન તમારા ઘરે આવશે અને બધી પ્રોસેસ કરી દેશે.
No comments:
Post a Comment