Search This Website

Sunday, 9 October 2022

sharad poonam 2022




શરદ પૂનમ નુ પૌરાણીક મહત્વ/ દૂધ પૌઆ ચંદ્રના પ્રકાશ નીચે શા માટે ખાવામા આવે છે ? sharad poonam 2022 full detail


શરદ પૂનમ નુ પૌરાણીક મહત્વ: આજે આસો મહિનાની પૂનમ એટલે કે શરદ પૂનમ છે. શરદ પૂનમની રાતે ચંદ્ર 16 કળાઓ ખીલેલો હોય છે. . શરદ પૂનમની રાતે ચંદ્ર પૂજા અને ચાંદીના વાસણમાં દૂધ-પૌંઆને ચંદ્રના પ્રકાશમાં રાખવાની જૂની પરંપરા છે. ધાર્મિક અને વ્યવહારિક મહત્ત્વ હોવાની સાથે જ સ્વાસ્થ્યની દૃષ્ટિએ આયુર્વેદમાં ચંદ્રના પ્રકાશ નીચે રાખેલા દૂધ-પૌઆ ખાવાની આ પરંપરાને ખાસ જણાવવામાં આવે છે.



શરદ પૂનમ નુ પૌરાણીક મહત્વ


નવરાત્રીમા 9 દિવસ સુધી વ્રત-ઉપવાસ અને નિયમ-સંયમ સાથે રહીને શક્તિ પૂજા કરવામાં આવે છે. જેથી શારીરિક અને માનસિક રૂપથી મજબૂતી મળે છે. શક્તિ એકઠી કર્યા પછી તે ઊર્જાને શરીરમાં સંચાર કરવા અને તેને અમૃત બનાવવા માટે શરદ પૂનમ ઊજવવામાં આવે છે. આ પર્વમાં ચંદ્ર પોતાની 16 કળાઓ સાથે અમૃત વર્ષા કરે છે. આ સમયે ચંદ્રની પૂજા કરવામાં આવે છે. ત્યાર બાદ તેના કિરણોના અમૃતને દૂધ-પૌંઆ દ્વારા શરીરમાં ઉતારવામાં આવે છે.
આસો મહિનાની પૂનમે ચંદ્ર અશ્વિની નક્ષત્રમાં રહે છે. આ નક્ષત્રના સ્વામી અશ્વિની કુમાર છે. વેદ અને પુરાણોમાં અશ્વિની કુમારને દેવતાઓના ડોક્ટર જણાવવામાં આવે છે. એટલે તેમના દ્વારા જ દેવતાઓને સોમ અને અમૃત મળે છે. જ્યારે તેમના જ નક્ષત્રમાં ચંદ્ર 16 કળાઓ સાથે રહે છે ત્યારે દરેક પ્રકારની બીમારીઓ દૂર કરે છે. આ સ્થિતિ વર્ષમાં માત્ર એક જ વાર શરદ ઋતુ દરમિયાન બને છે. એટલે શરદ પૂનમ પર્વ ઊજવવામાં આવે છે. જેના કારણે આ પૂર્ણિમાને રોગથી છુટકારો અપાવનારી પણ કહેવામાં આવે છે.



દૂધ પૌઆ શા માટે ખાવામા આવે છે ?


દૂધ-પૌંઆ એટલાં માટે બનાવવામાં આવે છે કેમ કે, ગ્રંથોમાં જણાવેલ પાંચ અમૃતમાંથી પહેલું દૂધ છે. જ્યોતિષ ગ્રંથોમાં પણ જણાવવામાં આવ્યું છે કે, દૂધ ઉપર ચંદ્રનો ખાસ પ્રભાવ હોય છે. ચંદ્ર દોષ દૂર કરવા માટે દૂધનું દાન કરવામાં આવે છે. ત્યાં જ, ઠંડીની ઋતુમાં આપણે દૂધ-પૌંઆ ખાવા જોઇએ, કેમ કે, આ જ વસ્તુઓ દ્વારા ઠંડીમાં શક્તિ મળે છે. તેમાં દૂધ ઉપરાંત ચોખાના પૌંઆ, સૂકા મેવા વગેરે પૌષ્ટિક વસ્તુઓ ઉમેરવામાં આવતી હોય છે.જે શરીર માટે ફાયદાકારક હોય છે. આ વસ્તુઓના કારણે શરીરની રોગ પ્રતિરોધક શક્તિ વધે છે. દૂધ પૌઆ ખાવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. આ જ કારણ છે કે, શરદ પૂનમની રાતે લોકો પોતાના ઘરની અગાસીમાં ખીર બનાવે છે. દૂધ-પૌંઆ ઉપર ચંદ્રનાં કિરણો પડે છે. જેનું સેવન કરવામાં આવે છે.
શરદ પૂનમના શુભ મુહૂર્તબ્રહ્મ મુહૂર્ત – 04:40 AM થી 05:29 AM
અભિજિત મુહૂર્ત – 11:45 AM થી 12:31 AM
નિશિતા મુહૂર્ત – 11:44 PM થી 10 ઓક્ટોબર 12:33 AM
ગોધૂલિ મુહૂર્ત – 05:46 PM થી 06:10 PM
અમૃત કાળ મુહૂર્ત – 11:42 PM થી 01:15 PM
સવાર્થ સિદ્ધિ યોગ – 06:18 AM થી 04:24
શરદ પૂનમ પૂજાવિધિ

શરદ પૂનમના દિવસે મહિલાઓ – સવારે વહેલા ઉઠીને સ્નાન કરે છે, શક્ય હયો તો નદી અથવા કુંડમાં જઈને સ્નાન કરે છે.ત્યારબાદ ભગવાનને સ્નાન કરાવી નવા વસ્ત્રો અને આભૂષણ પહેરાવાય છે. કંકુ, ચોખા, અત્તર, ફૂલ, ધૂપ, દીવો કરી, નૈવેદ્ય ધરાવાય છે સાથે જ સોપારી અને દક્ષિણા પણ આપવામાં આવે છે
રાત્રિ સમયે ગાયના દૂધથી ખીર બનાવી તેમાં ખાંડ અને ડ્રાયફ્રુટ્સ ભેળવીને ભગવાનને ભોગ લગાવો
ત્યારબાદ રાત્રિ સમયે જ્યારે ચંદ્ર આકાશમાં ઉપરની તરફ હોય ત્યારે તે સમયે ચંદ્ર દેવની પૂજા કરી તેમને ખીરનો પ્રસાદ ધરાવો. ત્યારબાદ ખીરને ચંદ્રના અજવાળામાં મૂકી બીજા દિવસે સવારે ખીરનું સેવન કરો.




પૂનમના ઉપવાસ સમયે શરદ પૂનમની વ્રત કથા વાંચો જેનાથી તમને પુણ્યની પ્રાપ્તિ થશે.


શરદ પૂનમ ગરબા અહિંથી વગાડો



શરદ પૂનમ નુ પૌરાણીક મહત્વCategoriesUSTagsદૂધ પૌઆ શા માટે ખાવામા આવે છે ?, શરદ પૂનમ નુ પૌરાણીક મહત્વ, શરદ પૂનમ પૂજાવિધિ, શરદ પૂનમના શુભ મુહૂર્ત









No comments:

Post a Comment