Search This Website

Friday 19 August 2022

અંબાલાલ પટેલે કરી આગાહી ગુજરાતમાં સાતમ-આઠમ પછી પણ આટલા દિવસ સુધી રહેશે વરસાદનું જોર




આ નવરાત્રિમાં પણ ભારે વરસાદ પડશે:ત્રણ વર્ષે ટોટલ ધમાલથી ગરબે ઘૂમવા ખેલૈયાઓએ તૈયારીઓ કરી, પણ 26 સપ્ટે.થી 5 ઓક્ટો. નોરતાંમાં ફુલ વરસાદની આગાહી






*આ નવરાત્રિમાં પણ ભારે વરસાદ પડશે:* ત્રણ વર્ષે ટોટલ ધમાલથી ગરબે ઘૂમવા ખેલૈયાઓએ તૈયારીઓ કરી, પણ 26 સપ્ટે.થી 5 ઓક્ટો. નોરતાંમાં ફુલ વરસાદની આગાહી 

Source : www. vtvgujarati .com
મહત્વપૂર્ણ લિંક
ગુજરાત માં આજે વરસાદ ની આગાહી જાણવા અહીં ક્લિક કરો
 

અંબાલાલ પટેલે કરી આગાહી ગુજરાતમાં સાતમ-આઠમ પછી પણ આટલા દિવસ સુધી રહેશે વરસાદનું જોર


ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તેમાં પણ આજે તો ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદી માહોલ ક્યાં સુધી જોવા મળશે તેને લઇને આગાહી કરતા જણાવ્યું કે આગામી 24 ઑગષ્ટ સુધી ગુજરાતમાં વરસાદ રહેશે.





વરસાદ હજુ ગયો નથી- આંબાલાલ પટેલ

આગાહી કરતા હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ જણાવ્યું છે કે, આ વખતે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર રહેશે. રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ રહેશે. સપ્ટેમ્બર માસની શરૂઆતમાં પણ વરસાદ રહેશે તેમ જણાવ્યું. આ ઉપરાંત સપ્ટેમ્બર માસમા ચક્રવાત સર્જાય તેવી શક્યતાઓ છે. બંગાળની ખાડીમાં લૉ પ્રેશર સર્જાતા ગુજરાતમાં વરસાદ રહેશે.
રાજ્યમાં 24 કલાક ભારે વરસાદની આગાહી:

આ સિવાય વધુમાં આંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રાજ્યમાં 24 કલાક ગુજરાતમાં ભારે વરસાદની શકયતા છે. ઉત્તર ગુજરાત, કચ્છ, તથા સૌરાષ્ટ્માં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણમાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત મોરબી, જામનગર, દ્વારકા, રાજકોટમાં ભારે વરસાદની શક્યતા છે.
 
લોકોને બિનજરૂરી ઘરે થી બહાર ન નીકળવા અપીલ

ઉલ્લેખનિય છે કે, હવામાન વિભાગની આગાહી બાદ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. જેને લઈ લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા પણ જણાવાયું છે. વધુમાં વહેતા નદી નાળામાંથી પસાર ન થવું અને નદી-ડેમના પટ્ટમાં અવર-જવર ન કરવા પણ અપીલ કરવામાં આવી છે.

Source : www. vtvgujarati .com
મહત્વપૂર્ણ લિંક
ગુજરાત માં આજે વરસાદ ની આગાહી જાણવા અહીં ક્લિક કરો
 
 



અંબાલાલ પટેલે કરી આગાહી ગુજરાતમાં સાતમ-આઠમ પછી પણ આટલા દિવસ સુધી રહેશે વરસાદનું જોર

 
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

No comments:

Post a Comment