ચીનમાં કોરોના સંક્રમણ ફરી એકવાર બેકાબૂ થઈ ગયું છે. ખાસ કરીને અહીંના ઉત્તર અને ઉત્તર-પશ્ચિમના નવ પ્રાંતમાં સતત પાંચ દિવસથી કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. આ કારણસર ચીન સરકારે અહીં સેંકડો ફ્લાઈટ રદ કરી દીધી છે.
બેઇજિંગ: આખી દુનિયામાં કોરોના વાયરસ ફેલાવનારા ચીનમાં ફરી એક વખત કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. અહી કોરોનાના વધુ કેસ નોંધાઇ રહ્યા છે જેને જોતા સરકારે કડક વલણ અપનાવ્યુ છે. ચીનમાં સરકારે કોરોનાના વધતા પ્રકોપને જોતા હજારો ફ્લાઇટ રદ કરી નાખી છે. પ્રભાવિત વિસ્તારમાં સ્કૂલને બંધ કરી દીધી છે અને કેટલીક જગ્યાઓ પર લોકડાઉન પણ લગાવી દેવામાં આવ્યુ છે. સરકારે લોકોને અપીલ કરી છે કે જરૂરી કામ પર જ ઘરની બહાર નીકળો. આ સિવાય વાયરસ સામે લડવા માટે સરકારે મોટા સ્તર પર ટેસ્ટિંગ શરૂ કરી દીધુ છે.
ચીને હંમેશા વાયરસને લઇને સાવચેતી રાખી છે અને ઝીરો નીતિનું પાલન કર્યુ છે. પોતાની સરહદો પર કડકાઇ રાખી અને લૉકડાઉનનું કડકાઇ સાથે પાલન પણ કર્યુ છે, તે સમયે જ્યારે બીજા દેશ કોરોના પ્રતિબંધમાં છૂટ આપી રહ્યા હતા ત્યારે ચીનમાં કડકાઇ સાથે કોરોના પ્રતિબંધોનું પાલન કરવામાં આવી રહ્યુ હતુ પરંતુ તેમ છતા ફરી એક વખત ચીનમાં કોરોનાના નવા કેસ જોવા મળી રહ્યા છે.
ચીનમાં ઘરેલુ સ્તર પર અત્યાર સુધી કોરોના વાયરસને નિયંત્રિત કરીને રાખવામાં આવ્યુ પરંતુ સતત પાંચમા દિવસે કોરોનાના નવા કેસે દેશની ચિંતા વધારી દીધી છે. ચીનમાં આ મોટાભાગના કેસ દેશના ઉત્તરી અને ઉત્તરી પશ્ચિમી પ્રાંતમાં સામે આવ્યા છે. સરકારે આ વિસ્તારમાં પ્રતિબંધ કડક કરી દીધા છે. સામે આવી રહેલા નવા કેસ માટે એક વૃદ્ધ દંપત્તિને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યુ છે જે એક ટૂરિસ્ટ ગ્રુપનો ભાગ હતા.
BEIJING: Corona virus is once again on the rise in China, which has spread the corona virus around the world. More cases of corona are being reported here and the government has taken a tough stance. In China, the government has canceled thousands of flights in response to Corona's growing fury. Schools have been closed in the affected area and lockdowns have been imposed in some places. The government has appealed to the people to get out of the house only on necessary work. Apart from this the government has started large scale testing to fight the virus.
China has always been cautious about the virus and has followed a zero policy. Strict adherence to its borders and strict adherence to lockdowns, at a time when other countries were allowing corona bans, China was strictly adhering to corona bans but nevertheless new cases of corona are being seen in China once again. .
The corona virus has so far been kept under control at the domestic level in China, but for the fifth day in a row, new cases of corona have raised concerns in the country. In China, most of these cases have occurred in the country's northern and northwestern provinces. The government has tightened restrictions in the area. An elderly couple who were part of a tourist group are being held responsible for a new case.
No comments:
Post a Comment