Search This Website

Monday, 6 September 2021

રાજ્ય સરકારે નવરાત્રિને અનુલક્ષીને શેરી ગરબા Current weekly

 

રાજ્ય સરકારે નવરાત્રિને અનુલક્ષીને શેરી ગરબા અને સોસાયટી- ફ્લેટમાં યોજાતા ગરબાને 400 લોકોની મર્યાદામાં યોજવાની મંજૂરી આપતી જાહેરાત કર્યા બાદ ગૃહ વિભાગે તેની ડીટેઇલ ગાઇડલાઇન જારી કરી છે. જે મુજબ ગરબા અને દુર્ગાપૂજા, શરદ પૂર્ણિમા, દશેરા જેવા તહેવારોની ઉજવણીમાં ભાગ લેનાર દરેક વ્યક્તિઓએ કોરોના વેક્સિનના બે ડોઝ લીધેલા હોવા જોઇશે. તમામ સ્થળે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન થાય તેની તકેદારી માટે તમામ પોલીસ કમિશનર, કલેક્ટર અને એસપીને સૂચના આપવામાં આવી છે.

પાર્ટી પ્લોટ, ક્લબ કે ખુલ્લામાં કોમર્શિયલ ગરબા પર રોક
પાર્ટી પ્લોટ, ક્લબ કે ખુલ્લી જગ્યામાં કોમર્શિયલ રીતે ગરબાનું આયોજન કરવા ઉપર રોક લગાવી છે. લગ્ન પ્રસંગ માટે 400 વ્યક્તિઓની મંજૂરી આપવામાં આવી છે સાથે ડીજીટલ ગુજરાત પોર્ટલ પર નોંધણી કરવાની જોગવાઇ યથાવત રખાઇ છે. અન્ય તમામ સામાજિક, રાજકીય, શૈક્ષણિક, સાંસ્કૃતિક કાર્યક્રમો 400 વ્યક્તિઓની હાજરીમાં યોજી શકાશે, બંધ હોલમાં ક્ષમતાના 50 ટકાનું ધોરણ જાળવવું પડશે. કોચીંગ સેન્ટરો, ટ્યુશન ક્લાસીસ અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેના ક્લાસિસ સ્થળની ક્ષમતાના 50 ટકા વિદ્યાર્થીઓ સાથે ચાલુ રાખી શકશે.

આ પણ વાંચો: માતાનામઢ ખાતે કોરોના ગાઈડલાઈન સાથે નવરાત્રી યોજાશે, સ્થાનિક વેપારી સિવાય બહારના ધંધાર્થીને મનાઈ

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર



Now.

સ્વસ્થ રહેવાના  ૧૦ નિયમો વાંચવા માટે અહી ક્લિક કરો

જીમ, સ્વીમીંગ પુલ 75 ટકા કેપેસિટીથી ચાલુ રહેશે
જીમ 75 ટકા કેપેસિટી સાથે ચાલું રહી શકશે. પબ્લિક અને પ્રાઇવેટ નોન એસી બસ 100 ટકા મુસાફરો બેસાડી શકશે જ્યારે એસી બસ 75 ટકા મુસાફરો સાથે ચલાવી શકાશે. સ્પોર્ટસ કોમ્પ્લેક્સ પ્રેક્ષકોની ઉપસ્થિતિ વિના ચાલુ રાખી શકાશે. સિનેમાગૃહ, થિએટર, ઓડીટોરીયમ, મનોરંજક સ્થળો 60 ટકા કેપેસિટીમાં ચાલુ રહી શકશે. વોટર પાર્ક અને સ્વીમીંગ પુલ 75 ટકા કેપેસિટીથી ચાલુ રાખી શકાશે.

થિયેટર, વૉટરપાર્ક સહિતની સેવાના સ્ટાફ માટે પ્રથમ ડોઝ ફરજિયાત
સિનેમાહૉલ, વૉટરપાર્ક સહિત તમામ સેવાના માલિકો, સંચાલકો, કર્મચારીઓ અને તેમના સ્ટાફ માટે વેક્સિનનો પ્રથમ ડોઝ ફરજિયાત કરવામાં આવ્યો છે. સરકારે જો કે હજુ સ્પા ચાલુ કરવાની મંજૂરી આપી નથી.

*🔥Newspaper Current🔥*

➖➖➖➖➖➖➖➖➖➖➖

*🗞️Date :- 30-31/08/2021🗞️*

      *&*

*🗞️01/09/2021 થી 06/09/2021🗞️*


⭕રાષ્ટ્રીય ખેલ દિવસ નિમિત્તે રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે કઈ એપ લોન્ચ કરી❓

*✔️ખેલ ઇન્ડિયા એપ*


⭕હાલમાં અમેરિકામાં કયું વાવાઝોડું ત્રાટક્યું❓

*✔️ઈડા*


⭕લદાખમાં 18699 ફૂટની ઊંચાઈએ વિશ્વનો સૌથી ઊંચો રોડ બનશે જે લેહના કયા સરોવરને જોડશે❓

*✔️પેંગોંગ*


⭕ગૂગલ-એપલ એપ સ્ટોરનો ઇજારો ખતમ કરવા પહેલી વખત કયા દેશમાં બિલ પાસ કરીને નિર્ણય લેવાયો❓

*✔️દક્ષિણ કોરિયા*


⭕અફઘાનિસ્તાનથી અમેરિકા પરત ફરી રહેલો અંતિમ અમેરિકી કમાન્ડર❓

*✔️ક્રિસ ડોનાહુ*


⭕સાઉથ આફ્રિકાનો ફાસ્ટ બોલર જેને હાલમાં ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી❓

*✔️ડેલ સ્ટેન*


⭕તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કોની 125મી જન્મજયંતી નિમિત્તે ૱125નો સ્મારક સિક્કો જાહેર કર્યો❓

*✔️શ્રીલ ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ*

*✔️ઈન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા કોન્શિયસનેસ (ઈસ્કોન) ના સ્થાપક*

*✔️તેમણે 'હરે કૃષ્ણા આંદોલન' પણ ચલાવ્યું હતું.*


⭕આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી કોણ બન્યો❓

*✔️પોર્ટુગલનો ફૂટબોલર ક્રિસ્ટીયાનો રોનાલ્ડો*


⭕અફઘાનિસ્તાનમાં તાલિબાનની નવી સરકારનું નેતૃત્વ કોણ કરશે❓

*✔️મુલ્લા અબ્દુલ ગની બરાદર*


⭕બે પેરાલિમ્પિક મેડલ જીતનારી પ્રથમ ભારતીય એથ્લિટ્ કોણ બની❓

*✔️અવની લેખરા*

*✔️50 મીટર રાઇફલ સ્પર્ધામાં*


⭕30 ઓગસ્ટ➖રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ દિવસ


⭕ભારત અને જર્મનીની નૌસેનાએ કયા અખાતમાં સંયુક્ત નૌસેના અભ્યાસ કર્યો❓

*✔️એડનના અખાતમાં*


⭕હાલમાં કયા દેશની અદાલતે 996 ઓવરટાઈમ પ્રથા ગેરકાયદે ઘોષિત કરી❓

*✔️ચીન*

*✔️996 એટલે સવારે 9 થી રાત્રે 9 વાગ્યા સુધી અને અઠવાડિયામાં 6 દિવસ કામ કરવાનું*


⭕બેલ્જિયમ ગ્રાન્ડ પ્રિક્સ  2021ના વિજેતા કોણ બન્યા❓

*✔️મેક્સ વર્સ્ટપન*


⭕ઓડિશા સરકારે બીજું પટનાયક ખેલ પુરસ્કારથી કોણે સન્માનિત કર્યા❓

*✔️અમિત રોહિદાસ*


⭕નેપાળના નવા નૌસેના પ્રમુખ કોણ બન્યા❓

*✔️પ્રભુ શર્મા*


⭕29 ઓગસ્ટ➖રાષ્ટ્રીય ખેલ દિવસ


⭕તમામ વયસ્કોનું રસીકરણ કરનારું ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું❓

*✔️હિમાચલ પ્રદેશ*


⭕ટોક્યો પેરાલિમ્પિકનું સમાપન :ભારતે કેટલા મેડલ જીત્યા❓

*✔️5 ગોલ્ડ, 8 સિલ્વર અને 6 બ્રોન્ઝ = 19 મેડલ*

*✔️ભારત મેડલ ટેલીમાં 24મા ક્રમે*

*✔️ચીને 96 ગોલ્ડ, 60 સિલ્વર અને 51 બ્રોન્ઝ સાથે ટોચનું સ્થાન હાંસલ કર્યું*


*🏆ટોક્યો પેરાલિમ્પિક મેડલ્સના ભારતના વિજેતાઓ :-👇🏾*


*🥇5 ગોલ્ડ મેડલ🥇*

1.અવની લેખરા (10 મી. એર રાયફલ સ્ટેન્ડિંગ)

2.પ્રમોદ ભગત (પુરુષ સિંગલ્સ બેડમિન્ટન)

3.કૃષ્ણા નાગર (પુરુષ સિંગલ્સ બેડમિન્ટન)

4.સુમિત અટીલ (પુરુષ ભાલાફેંક)

5. મનીષ નરવાલ (મિક્સ 50 મી. પિસ્તોલ)


*🥈8 સિલ્વર મેડલ🥈*

1.ભાવિકા પટેલ (મહિલા સિંગલ્સ કક્ષા-4 ટેબલ ટેનિસ)

2.સિંહરાજ (મિક્સ 50 મી. પિસ્તોલ)

3. યોગેશ કથુરિયા (ડિસ્ક થ્રો)

4. નિષાદ કુમાર (ઊંચી કૂદ T47)

5. મરીયપ્પન થગાવેલુ (ઊંચી કૂદ T63)

6. પ્રવીણ કુમાર (ઊંચી કૂદ T64)

7. દેવેન્દ્ર ઝાઝરિયા (ભાલાફેંક F46)

8. સુહાસ યતિરાજ (પુરુષ સિંગલ્સ બેડમિન્ટન SL4)


*🥉6 બ્રોન્ઝ મેડલ🥉*

1. અવની લેખરા (મહિલાઓની 50 મી. રાઇફલ)

2. હરવિંદર સિંહ (પુરુષની વ્યક્તિગત તીરંદાજી)

3. શરદ કુમાર (ઊંચી કૂદ T63)

4. સુંદરસિંહ ગુર્જર (ભાલાફેંક (F46)

5. મનોજ સરકાર (પુરુષ સિંગલ્સ બેડમિન્ટન SL3)

6. સિંહરાજ (પુરુષની 10 મી. એર પિસ્તોલ)


*🥈ગુજરાતની ભાવિના પટેલે ટેબલ ટેનિસમાં સિલ્વર જીત્યો. તે મહેસાણા નજીકના ગામની છે.*



⭕વતનપ્રેમ યોજના :- દેશ-વિદેશના ગુજરાતીઓના 60 % અને સરકારના 40 %


⭕તાજેતરમાં લેખક બુદ્ધદેવ ગુહાનું નિધન થયું.


⭕ઇન્દોરની મુક બધિર યુવતી વર્ષા ડોંગરેએ મિસ ઇન્ડિયા સ્પર્ધા જીતી.


⭕જાણીતા ટીવી સ્ટાર અને બિગ બોસ સિઝન-13ના વિજેતા સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટએટેકથી અવસાન થયું.

➖➖➖➖➖➖➖➖➖➖➖➖


www.ehubcentre.com

No comments:

Post a Comment