શિક્ષક સજ્જતા સર્વેક્ષણ બાબત ઓલ ઇન વન માહિતી
શિક્ષક સજ્જતા સર્વેક્ષણ બાબત ઓલ ઇન વન માહિતી
મહત્વપૂર્ણ લિંક
શિક્ષક સજ્જતા સર્વેક્ષણ બાબતે આગામી ટેલિકોન્ફરન્સ બાબત રાજ્ય પરીક્ષા બોર્ડનો 5-8-21નો લેટર
મહત્વપૂર્ણ લિંક
શિક્ષક સજજતા સર્વેક્ષણની નથી તારીખનો લેટર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
શિક્ષક સજજતા સર્વેક્ષણ નો સીલેબસ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
શિક્ષક સજજતા સર્વેક્ષણ નો પરિપત્ર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
શિક્ષક સજ્જતા સર્વેક્ષણ બાબત ઓલ ઇન વન માહિતી
શિક્ષક સજ્જતા સર્વેક્ષણ બાબત ... સંદર્ભ : 1 ગુજરાત શિક્ષણ વિભાગ ઠરાવ ક્રમાંક : જશભ / ૧૨૧૮ / સીંગલ ફાઈલ -૯ / ન સચિવાલય , ગાંધીનગર પત્ર તા . ૦૬/૦૩/૨૦૧૮ 2. શિક્ષક સંઘના પ્રતિનિધિશ્રીઓ સાથે તા . ૧૮/૧૨/૨૦૧૭ ના રોજ થયેલ બેઠકમાં લેવાયેલ નિર્ણય 3 રાજ્ય પરીક્ષા બોર્ડની તા.૦૬-૦૨-૨૦૨૧ની ફાઈલ પર મળેલ મંજૂરી ગુણવત્તાલક્ષી શિક્ષણ માટે શિક્ષકોની સજ્જતા ખૂબ જ અગત્યનું પરિબળ છે . NEP 2020 માં પણ ગુણવત્તાલક્ષી શિક્ષણ માટે શિક્ષક સજજતા પર ભાર મૂકવામાં આવ્યો છે . ગુણવત્તાલક્ષી શિક્ષણ માટે શિક્ષકો માટે રાજ્ય અથવા જિલ્લા સ્તરેથી તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે . આ અંતર્ગત તમામ શિક્ષકોને તેમની જરૂરિયાત મુજબ શૈક્ષણિક મદદ કરવી એ અત્યંત જરૂરી છે . શિક્ષકોને એમની જરૂરિયાત મુજબ તાલીમ અને ઓનસાઈટ સપોર્ટ મળે એ માટે દરેક શિક્ષકની શૈક્ષણિક જરૂરિયાત જાણવી આવશ્યક છે . એ માટે જે તે શિક્ષકની પોતાના ભણાવવાના વિષયો , વર્ગવ્યવહાર , મૂલ્યાંકન , શિક્ષણના નૂતન પ્રવાહો વગેરે મુદ્દાઓ વિશેની સમજ કેવી છે તે જાણવું જરૂરી છે . આ ઉપરાંત , શિક્ષકના વર્ગખંડ અવલોકનની માહિતી તેમજ એમના વર્ગ - વિષયનાં બાળકોની શૈક્ષણિક સિદ્ધિની માહિતી મેળવવી જરૂરી છે . આ ત્રણ પૈકી વર્ગખંડ અવલોકન અને વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિ અંગેની માહિતી ઉપલબ્ધ છે . પરંતુ શિક્ષકની વિવિધ શૈક્ષણિક બાબતોની જાણકારી સંબંધી માહિતી મેળવવા માટે તમામ શિક્ષકોને સમાવતું એક શૈક્ષણિક સર્વેક્ષણ કરવાનું થાય છે . આ સર્વેક્ષણ અંગે નીચેની બાબતો ધ્યાને લેવા આથી જણાવવામાં આવે છે . 1. આ સર્વેક્ષણ અંતર્ગત સર્વેક્ષણ ઉપકરણ તરીકે પ્રશ્નાવલિ ( કુલ 80 કલમો સમાવતી એક પ્રશ્નાવલિ ) હશે . પ્રત્યેક કલમે માટે પ્રતિયારના ચાર વિકલ્પો હશે જેમાંથી યોગ્ય પ્રતિચાર પસંદ કરવાનો છે . ( વિગતો આ સાથેના પરિશિષ્ટ 1 માં સામેલ છે . ) 2. આ સર્વેક્ષણમાં નીચેના પાંચ ગ્રુપનાં ઉપકરણ હશે . ધોરણ 1 થી 5 ધોરણ 6 થી 8 ભાષા - સામાજિક વિજ્ઞાન ધોરણ 6 થી 8 ગણિત- વિજ્ઞાન HTAT મુખ્ય શિક્ષક CRC - BRC કો ઓર્ડીનેટર 3. જે તે શિક્ષક , HTAT આચાર્ય અને CRC - BRC કો - ઓર્ડીનેટરે ઉપરોક્ત પાંચ પૈકી પોતાને લાગુ પડતા વિભાગના સર્વેક્ષણમાં જોડાવાનું છે . 4 , શિક્ષક કયા ધોરણમાં કયા વિષય ભણાવે છે તે અંગે SA ડ પોર્ટલ પર ઉપલબ્ધ માહિતીના આધારે માહિતી પૃથક્કરણ કરવામાં આવશે . ધોરણ 1 થી 5 ના શિક્ષકો અને ધોરણ 6 થી 8 ના શિક્ષકો પોતે જે વિષય ભણાવે છે તે વિષય અંગેની કલમોના જ પ્રતિચાર આપવા . દા.ત. ધોરણ 1 થી 5 ના શિક્ષક ધોરણ ૩ થી ૬ માં ગણિત અને તે . b , c , d . e
ધોરણ 5 માં અંગ્રેજી ભણાવે છે . તો તેમણે માત્ર ગણિત અને અંગ્રેજી વિષયની કલમોના પ્રતિચાર આપવા , ગુજરાતી , અને પર્યાવરણના પ્રતિચાર આપવાના નથી . જે શિક્ષક ધોરણ 1-2 માં શિક્ષણ કાર્ય કરાવતા હોય તેમણે ધોરણ 1 2 પ્રજ્ઞાની કલમોના પ્રતિચાર આપવા . આ જ રીતે ધોરણ 6 થી 8 માં અધ્યાપન કરાવતાં ભાષા તેમજ સામાજિક વિજ્ઞાનના શિક્ષકે જે જે ભાષા ભણાવતાં હોય તેના પ્રતિચાર આપવાના રહેશે . તેની સાથે કોઈ એક ધૌરણમાં સામાજિક વિજ્ઞાન વિષયનું અધ્યાપન કરાવતાં હોય તેમને સામાજિક વિજ્ઞાન વિષયની કલમોના પ્રતિચાર પણ આપવાના રહેશે . ટૂંકમાં , SA ડમાં દર્શાવેલ વિષયનું શિક્ષણ કાર્ય કરાવતા હોય તેના જ પ્રતિચાર આપવાના છે . 5 , જે તે વિષય ઉપરાંત વર્તમાન પ્રવાહો , મૂલ્યાંકન અને સર્વાગી શિક્ષણ અંગેની કલમોના પ્રતિચાર દરેક શિક્ષકે . આપવાનો રહેશે . 6 , ધોરણ ૬ થી ૮ ગણિત વિજ્ઞાન શિક્ષકો , HTAT મુખ્ય શિક્ષક અને CRC - BRC કો - ઓર્ડીનેટરે તમામ 80 કલમોના પ્રતિચાર આપવાના છે . 7. HTAT ન હોય તેવા મુખ્ય શિક્ષકે SA ડ ડેટા મુજબ પોતાના શિક્ષણકાર્યના વિષયો મુજબ કોઈ એક વિભાગમાં જોડાવાનું રહેશે . 8 , સર્વેક્ષણ પ્રશ્નાવલિમાં 80 કલમો ઉપરાંત વર્ણનાત્મક કલમો આપેલી છે . દરેક શિક્ષક , HTAT આચાર્ય અને CRC BRC કો - ઓર્ડીનેટરે આ વર્ણનાત્મક કલમ પૈકી કોઈ પણ બે કલમોના જ માગ્યા મુજબ અંદાજે 200 શબ્દોમાં વર્ણનાત્મક પ્રતિચાર આપવાના છે . 9. સર્વેક્ષણ પ્રશ્નાવલિમાં અભ્યાસક્રમ , પાઠયસામગ્રી , વિષયવસ્તુ , અધ્યયન અધ્યાપન પ્રક્રિયા , નૂતન પ્રવાહો વગેરે બાબતોનો સમાવેશ કરેલ છે . 10. સદર સર્વેક્ષણ સેન્સસ સર્વેક્ષણ હોવાથી તમામ શિક્ષકોએ આ સર્વેક્ષણમાં ફરજીયાત રીતે જોડાવાનું છે . ગંભીર બીમારી કે મેટરનિટી જેવો તબીબી કારણોસર નિયત સમયે સર્વેક્ષણમાં ઉપસ્થિત ન રહી શકનાર શિક્ષકો માટે અન્ય સમયે અને સ્થળે વૈકલ્પિક ઉપકરણ ( પ્રશ્નાવલિ ) દ્વારા સર્વેક્ષણ હાથ ધરવામાં આવશે . 11. ઉપરોક્ત પાંચેય ગ્રુપનું સર્વેક્ષણ તા . 11-8-2021 ના રોજ બપોરના ૦૨:૦૦ થી ૦૪:૦૦ વાગ્યા દરમિયાન યોજાશે . સર્વેક્ષણનો સમય બે કલાકનો રહેશો . 12 , શિક્ષક સજ્જતા સર્વેક્ષણનું આયોજન સમગ્ર રાજ્યના તાલુકા કક્ષાએ કરવામાં આવશે . 13. આ સર્વેક્ષણ માટે ડી.ઈ.ઓ.શ્રી ડાયટ પ્રાચાર્યશ્રીનો સહયોગ પણ મેળવાશે . 14. સર્વેક્ષણનું સ્થળ દર્શાવતી સ્લીપ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈટ પરથી મળી શકશે જે હવે પછી જણાવવામાં આવશે . 15 , આ પરિપત્રની જાણ સર્વેક્ષણમાં ભાગ લેનારને કરાવી . સર્વેક્ષણ તારીખ : ૧૧-૦૮-૨૦૨ ૧ સ્થળ | તાલુકા કક્ષાએ સમય : ૦૨:૦૦ થી ૦૪:૦૦
શિક્ષક સજ્જતા સર્વેક્ષણ બાબત ઓલ ઇન વન માહિતી
No comments:
Post a Comment