Big Breaking
આર્થિક આધાર પર અનામતની જાહેરાત, 1લી મેથી 10 ટકા લોકોને થશે લાભ
1st may na roj vathukam sarar ar padse.
અમદાવાદ:આજે ગાંધીનગર ખાતે મળેલી ભાજપનો કોર કમિટીની મીટિંગમાં શ્રવણ વર્ગના બિન અનામત વર્ગના લોકો માટે 10 ટકા આર્થિક અનામતની જાહેરાત કરવામાં આવી છે. આ અંગે પહેલી મેએ ગુજરાત સ્થાપના દિવસે વટહુકમ બહાર પાડવામાં આવશે. છ લાખ સુધીની આવક મર્યાદાવાળા પરિવારોને જ આ અનામતનો લાભ મળશે.
ભાજપે કરી આર્થિક અનામતની જાહેરાત
વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે સવર્ણ વર્ગના બિન અનામત વર્ગના લોકો માટે 10 ટકા આર્થિક અનામતની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે 6 લાખ સુધીની આવક ધરાવતા પરિવારજનોને આ અનામતનો લાભ મળી શકશે. બિનઅનામત પરિવારજનોને આ લાભ મળી શકશે. આ અંગે પહેલી મેએ ગુજરાત સ્થાપના દિવસે વટહુકમ બહાર પાડવામાં આવશે.
- બિનઅનામત લોકોને મળશે 10% અનામતનો લાભ
- 6 લાખથી ઓછી આવક ધરાવતાં લોકોને મળશે લાભ
- આર્થિક આધાર પર અનામતનો પ્રસ્તાવ
- 1 મેના રોજ બહાર પડશે નોટિફિકેશન
- નોકરી અને એડમિશનમાં મળશે અનામતનો લાભ, આ શૈક્ષણિક વર્ષથી જ મળશે લાભ
- 49% અનામતમાં કોઇ ફેરફાર નહીં
No comments:
Post a Comment