Search This Website

Saturday, 24 September 2022

1 ઓક્ટોબરથી ક્રેડિટ – ડેબિટ કાર્ડ સંબંધિત મોટા નિયમો બદલાશે, RBIએ જાહેર કર્યો આદેશ




1 ઓક્ટોબરથી ક્રેડિટ – ડેબિટ કાર્ડ સંબંધિત મોટા નિયમો બદલાશે, RBIએ જાહેર કર્યો આદેશ


1 ઓક્ટોબરથી ક્રેડિટ – ડેબિટ કાર્ડ સંબંધિત મોટા નિયમો બદલાશે, RBIએ જાહેર કર્યો આદેશ

Credit – Debit Card New Rule: 1 ઓક્ટોબરથી બેન્કિંગ સેક્ટર સાથે જોડાયેલા નિયમોમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. RBI આ માટે આદેશ પણ પ્રસિદ્ધ કર્યો છે. વાસ્તવમાં, ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ યુઝર્સ માટે, RBI 1 ઓક્ટોબરથી કાર્ડ-ઓન-ફાઈલ ટોકનાઇઝેશન (CoF કાર્ડ ટોકનાઇઝેશન) નિયમો લાવી રહી છે. ભારતીય રિઝર્વ બેંકનું કહેવું છે કે ટોકનાઇઝેશન સિસ્ટમમાં ફેરફાર બાદ કાર્ડધારકોને વધુ સુવિધાઓ મળશે અને સુરક્ષા


 
RBI એ શું જાહેરાત કરી?

હાલમાં વધતા જતા ઓનલાઈન ફ્રોડ ના લીધે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા નવા નિયમો જાહેરાત કરી છે, આ નવા નિયમોનો હેતુ ક્રેડિટ અને ડેબિટ કાર્ડ દ્વારા પેમેન્ટને પહેલા કરતા વધુ સુરક્ષિત કરવાનો છે. વાસ્તવમાં છેલ્લા કેટલાક દિવસોથી ક્રેડિટ-ડેબિટ કાર્ડથી છેતરપિંડીના ઘણા અહેવાલો સામે આવી રહ્યા હતા. પરંતુ નવા નિયમના અમલ પછી, જો ગ્રાહકો ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડથી ઑનલાઇન વ્યવહારો, પોઈન્ટ ઓફ સેલ (POS) અથવા એપ્લિકેશન કરે છે, તો તમામ વિગતો એનક્રિપ્ટેડ કોડમાં સાચવવામાં આવશે.
આ ટોકનાઇઝેશન સિસ્ટમ શું છે જાણો પુરી માહિતી?

ટોકન સિસ્ટમ તમામ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ ડેટાને ‘ટોકન્સ’માં રૂપાંતરિત કરે છે. જેના દ્વારા તમારા કાર્ડની માહિતી ઉપકરણમાં છુપાવવામાં આવે છે. આરબીઆઈએ કહ્યું છે કે કોઈપણ વ્યક્તિ ટોકન બેંકને વિનંતી કરીને કાર્ડને ટોકનમાં કન્વર્ટ કરી શકે છે. કાર્ડને ટોકનાઇઝ કરવા માટે કાર્ડધારકને કોઈ ચાર્જ લાગતો નથી. જો તમે તમારા કાર્ડને ટોકનમાં રૂપાંતરિત કરો છો, તો તમારા કાર્ડની માહિતી કોઈપણ શોપિંગ વેબસાઇટ અથવા ઈ-કોમર્સ વેબસાઇટ પર ટોકનમાં સાચવી શકાય છે.

આરબીઆઈના આ નવા નિયમમાં ગ્રાહક પાસેથી મંજૂરી લીધા વિના તેની ક્રેડિટ લિમિટ વધારી શકાશે નહીં. એટલું જ નહીં, જો કોઈ ચૂકવણી કરવામાં આવી ન હોય તો વ્યાજ ઉમેરતી વખતે ચાર્જિસ અથવા ટેક્સ વગેરેનું મૂડીકરણ કરી શકાતું નથી. આનાથી ગ્રાહકોને નુકસાન નહીં થાય, ઘણી વખત આવી ઘટનાઓ સામે આવે છે જ્યારે બેંકો દ્વારા અથવા ક્રેડિટ કાર્ડ જારી કરતી સંસ્થા દ્વારા ઘણા કાર્ડ્સ સંબંધિત કોઈ નવા પગલાં લેવામાં આવે છે.
આ બદલાવથી છેતરપિંડીના કેસ ઓછા થશે.

રિઝર્વ બેંકનું કહેવું છે કે નવા નિયમના અમલને કારણે પેમેન્ટ સિસ્ટમ લાગુ થવાને કારણે છેતરપિંડીના કેસમાં ઘટાડો થશે. વાસ્તવમાં ગ્રાહકોના ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડની માહિતી લીક થવાને કારણે તેમની સાથે છેતરપિંડીનો ખતરો વધી જાય છે. રિઝર્વ બેંકે કહ્યું છે કે હાલમાં ઈ-કોમર્સ વેબસાઈટ, મર્ચન્ટ સ્ટોર્સ અને એપ્સ વગેરે ગ્રાહકો ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ વડે પેમેન્ટ કર્યા બાદ કાર્ડની વિગતો સ્ટોર કરે છે. ઘણા કિસ્સાઓમાં, વેપારીઓ પાસે ગ્રાહકો સમક્ષ કાર્ડની વિગતો સંગ્રહિત કરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. જો આ વિગતો લીક થશે તો ગ્રાહકોને નુકશાન થવાની સંભાવના છે. પરંતુ જ્યારે નવા નિયમો લાગુ થશે ત્યારે આવી ઘટનાઓ બંધ થઈ જશે.
આ જોગવાઈમાં કઈ નવી જોગવાઈ છે.

આરબીઆઈની નવી જોગવાઈઓમાં સૌથી મહત્વની બાબત એ છે કે કાર્ડ દ્વારા કરવામાં આવેલા ટ્રાન્ઝેક્શનથી સંબંધિત માહિતી ‘બ્રાન્ડિંગ પાર્ટનર’ને આપવામાં આવશે નહીં. આ જોગવાઈઓ કો-બ્રાન્ડેડ કાર્ડ સેગમેન્ટમાં કાર્યરત કંપનીઓના બિઝનેસ મોડલને અસર કરી શકે છે, કારણ કે આ કંપનીઓ આ વ્યવહારોના આધારે ગ્રાહકોને વિવિધ ઑફર્સ સાથે લલચાવે છે. આવી સ્થિતિમાં, હવે ગ્રાહકોને કોઈપણ પ્રકારની છેતરપિંડીનો ડર રહેશે નહીં. ઉપરાંત, કાર્ડને લઈને નાણાકીય નુકસાનનું કોઈ જોખમ રહેશે નહીં.

1 ઓક્ટોબરથી થવા જઈ રહ્યા છે 8 મોટા બદલાવ! ગેસ સિલિન્ડરથી લઈને CNGના ભાવોમાં થઈ શકે છે ફેરફાર


બીજું એ કે નવા નિયમ મુજબ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, UPI અને બીજા પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ (PPI)ના માધ્યમથી કરવામાં આવેલા 5,000 રૂપિયાથી ઓછાના તમામ ઓટો ડેબિટ ટ્રાન્ઝેક્શન માટે સેન્ટ્રલ બેંકે ઓથેન્ટિકેશનનું એક એડિશિનલ ફેક્ટર (AFA) ઉમેર્યું છે. બીજી તરફ, 5,000 રુપિયાથી વધુના ઓટો-ડેબિટ ટ્રાન્ઝેક્શન માટે ટ્રાન્ઝેક્શનને કસ્ટમર દ્વારા વન-ટાઇમ પાસવર્ડ (OTP)ના માધ્યમથી મેન્યુઅલી ઓથેન્ટિકેટ (પ્રમાણિત) કરવું પડશે. તેથી તમામ સ્ટેકહોલ્ડર્સને 30 સપ્ટેમ્બર, 2021 સુધી ફ્રેમવર્કને પૂરી રીતે લાગુ કરવાની જરૂર છે



1 ઓક્ટોબરથી ક્રેડિટ – ડેબિટ કાર્ડ સંબંધિત મોટા નિયમો બદલાશે, RBIએ જાહેર કર્યો આદેશ
આપણે કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ?

બેંકના ખાતા ધારકોએ ખાતરી કરવી જોઈએ કે ડેબિટ – ક્રેડિટ કાર્ડ માં તમારો સાચો મોબાઇલ નંબર રજિસ્ટર્ડ છે જેનો ઉપયોગ નોટિફિકેશનના અપ્રૂવલ માટે કરવામાં આવશે. જો રજિસ્ટર્ડ નંબર એક્ટિવ નથી કે અનઅવેલેબલ છે, તો તમે નોટિફિકેશન નહીં મેળવી શકો અને તમારું ઓટો-ડેબિટ અટવાઇ જશે. નોંધનીય છે કે, આ ફ્રેમ વર્ક તમામ રિકરિંગ પેમેન્ટ્સ પર લાગુ પડશે.
Read More »

Tuesday, 20 September 2022

સવારે દૂધમાં એક વસ્તુ નાખીને પીઓ, 70 વર્ષ સુધી નહીં આવે આંખોના નંબર




સવારે દૂધમાં એક વસ્તુ નાખીને પીઓ, 70 વર્ષ સુધી નહીં આવે આંખોના નંબર


સવારે દૂધમાં એક વસ્તુ નાખીને પીઓ, 70 વર્ષ સુધી નહીં આવે આંખોના નંબર








અમે આ લેખમાં આંખોનાના એક ખુબ જ ઉપયોગી ઉપચાર વિશે જણાવી રહ્યા છીએ. જે ઉપાય દરરોજ સવારે અને સાંજે કરવાથી આંખોને લગતી કોઈ સમસ્યા ક્યારેય થતી નથી. હાલમાં જે આંખોમાં નંબર આવી જાય છે તેમાં આ ઉપાય નિયમિત ચાલુ રાખવાથી 100 વર્ષ સુધી આંખોના નંબર આવતા નથી. આંખોને સ્વસ્થ રાખવા માટેનો અને આંખોને તંદુરસ્ત રાખવા માટેનો આ ખુબ જ ઉપયોગી ઉપાય છે.

આ ઉપાય માં આ માટે પહેલા તમારે ચૂર્ણ બનાવવાનું છે. આ ચૂર્ણ બનાવવા માટે તમારે 50 ગ્રામ બદામ લેવી, 50 ગ્રામ વરીયાળી લેવી અને 50 ગ્રામ સાકર લેવી. આ ત્રણેય વસ્તુને અલગ અલગ રાખીને તમારે ચૂર્ણ બનાવી લેવું. આ ચૂર્ણ બની જાય એટલે ત્રણેય ચૂર્ણ ભેગા કરીને હવા પેક જે ડબ્બો હોય તેની અંદર ભરીને રાખવું. આ માટે તમારે તેને હવાચુસ્ત ડબામાં ભરીને રાખવું. સવારે અને સાંજે તમારે આ ઉપાયમાં એક ગ્લાસ ગાયનું દૂધ લેવું. આ ગાયના દુધમાં આ ચૂર્ણમાંથી એક ચમચી જેટલું ચૂર્ણ નાખવું.

આ ચૂર્ણને ગાયના દુધમાં નાખ્યા બાદ બરાબર હલાવી લેવું. બરાબર દુધમાં આ ચૂર્ણ મિક્સ થઈ જાય પછી આ મિશ્રણ પી જવું. આ મિશ્રણને સવારે જાગીને તરત ખાલી પેટે પી જવું અને સાંજે સૂતી વખતે પી જવું. સવારે જો મોઢું ધોયા વગર અનુકુળ ન આવે તો મોઢું સાફ કરીને બ્રશ કર્યા બાદ પણ પી શકાય છે.

સવારે અને સાંજે બે ટાઈમ એક ગ્લાસ દુધમાં આ બદામ, વરીયાળી, સાકરનો મિક્સ પાવડર છે તે નાખીને તમે પીશો તો આંખોને લગતી કોઈપણ સમસ્યા નહિ થાય. આંખો હંમેશા તંદુરસ્ત રહેશે. આંખોના જે નંબર છે, જે લોકોને હાલમાં ચેહ તે ઓછા થશે.

જો તમે આ ઉપાય નિયમિત કરશો એટલે આંખોની અંદર ક્યારેય નંબર નહિ આવે. આ ઉપાયથી દ્રષ્ટિ ક્ષમતા પણ ખુબ જ મજબુત બનશે. આ ઉપાયથી આંખોની દ્રષ્ટિ છે તે ખુબ જ તેજ બનશે. આંખોની અંદર જે ગરમી હોય છે કે જેને લીધે આ સમસ્યા થતી હોય છે તે ગરમી નીકળી જશે.

હાલના સમયે આંખોને સાચવવી ખુબ જ અઘરી છે. કારણ કે મોબાઈલ અને કોમ્પ્યુટરનો આધુનિક સમય છે. આ સમયમાં લોકો મોબાઈલમાં એટલા પડ્યા રહેતા હોય છે કે જેમાં મોબાઈલની જે સ્ક્રીન હોય છે એ આંખોને અતિશય ખુબ જ ગંભીર નુકશાન પહોચાડે છે. મોબાઈલ અને કોમ્પ્યુટરની સ્ક્રીન હોય છે એમાંથી જે અલ્ટ્રાવાયોલેટ કિરણો નીકળતા હોય છે કે આંખોની અંદર ખુબ જ અતિશય નુકશાન પહોચાડે છે.

અમે જે અહિયાં ઉપાય બતાવી રહ્યા છીએ જેમાં તમારે દુધની અંદર એક એવી વસ્તુ નાખીને પ્રયોગ કરવાનો છે. આ રીતે સવારે અને સાંજે આ રીતે પ્રયોગમાં તમે પીશો તો તમને કોઈ દિવસ આંખોના નંબર 101 ટકા નહિ આવે અને ચોક્કસ ફાયદો થશે. આંખોને સ્વસ્થ રાખવા માટેનો, આંખોને હંમેશ માટે તંદુરસ્ત રાખવા માટેનો અને આંખોના નંબરથી બચવા માટેનો આ સૌથી શ્રેષ્ઠ અને ઉત્તમ ઉપાય છે.

આ ઉપાય કરવાથી આંખોને લગતી બળતરા હોય, આંખોમાં બળતરા થતી હોય, આંખોમાં પાણી આવતું હોય, આંખો વારંવાર લાલ થઇ જતી હોય, આંખોમાં દુખાવો થતો હોય, સવારે ઉઠો ત્યારે આંખોમાં કોઈપણ તકલીફ થતી હોય તો બધી જ તકલીફો આ ઉપાયથી દૂર થઈ જાય છે.

આ એક એવો ઉપાય છે કે આંખોને લગતી તમામ સમસ્યાને દૂર કરી દે છે. આંખોમાં જે ગરમી હોય જ ગરમીને પણ દૂર કરી દે છે.

આંખોના નંબર આવે આવે તો મોટાભાગે માથામાં દુખાવો કાયમ રહે છે. આ ઘણા લોકો આ સમસ્યાને માથાનો દુખાવો સમજી નજરઅંદાજ કરતી દેતા હોય છે. ઘણી વખત આંખોમાં દુખાવો થાય તો આંખોમાં ધૂંધળું દેખાય છે. જયારે આંખોમાં નંબર આવ્યા હોય ત્યારે પુસ્તક હાથમાં લઈને વાંચવામાં આવે ત્યારે તે પુસ્તક ઊંઘ આવવા લાગે છે અને ક્યારેક માથાનો દુખાવો પણ થાય છે.

જયારે વ્યક્તિ વાહન લઈને ડ્રાઈવિંગ કરતા હોય છે તો તેનામાં ક્યારેક દ્રષ્ટિભંગ થાય છે. જેના લીધે વ્યક્તિ ક્યારેક કોઈ વખત ભૂલ પણ પડી જાય છે. જેમાં ખાસ કરીને નંબર હોવાને લીધે વ્યક્તિને રાત્રે વધારે તકલીફ પડતી હોય છે.

જયારે ઓછા પ્રકાશમાં પણ કામ કરવામાં તકલીફ પડે છે. રાત્રે ખાસ તકલીફ પડે છે. આ આ બધા જ લક્ષણો જોવા મળે તો તમારે આંખોમાં નંબરની સમસ્યા હોય શકે છે.

ઘણી વખત આંખોની તકલીફ વાળા વ્યક્તિને હવામાં પ્રકાશના ધબ્બા દેખાય છે. હવામાં ઝાંઝવા દેખાય છે. આંખો વારંવાર લાલ દેખાવી, આંખોમાંથી પાણી નીકળતું રહેવું, આંખોમાં બળવા આવવું, પાંપણ સોજી થાય. અભ્યાસ કરતા વ્યક્તિઓને વ્હાઈટ બોર્ડસ બરાબર ન દેખાવું. બ્લેક બોર્ડમાં બરાબર ન દેખાવું, ભણવામાં વાંચવામાં તકલીફ પડવી વગેરે તકલીફો આંખોમાં નંબર આવે તો થાય છે.

આમ, આંખોના નંબર સહીત કોઇપણ સમસ્યા હોય તો તમારે આ ઉપાય ચાલુ કરી દેવો. જેનાથી આંખોને ખુબ જ ફાયદો થશે. આ સિવાય કોઈ સમસ્યા ન હોય તો પણ તમેં આ ઉપાય કરી શકો છો તો જેથી ભવિષ્યમાં પણ આંખોને લગતી કોઇપણ સમસ્યા નહિ થાય. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમે આંખોના નંબરની સમસ્યાથી કાયમ બચી શકો.


Read More »