આગામી સમયમાં ધોરણ 6 થી 8માં શિક્ષકોની થશે મોટા પાયે ભરતી કરવામાં આવશે તેવી શિક્ષણમંત્રી જીતુ વાઘણીએ બાંહેધરી આપી છે
- રાજ્ય સરકાર કરશે વિદ્યા સહાયકોની ભરતી
- મોટાપાયે ભરતી કરવા રાજ્ય સરકારની તૈયારી
- ટેટ ઉમેદવારોએ શિક્ષણમંત્રીને કરી રજૂઆત
ગુજરાતમાં ટેટ પાસ ઉમેદવાદરો માટે સારા સમાચાર સામે આવ્યા છે, હવે તેમની સરકારની નોકરી માટે જોવા પડતી રાહનો અંત આવેશે કેમ કે રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘણીએ શિક્ષકોની ભરતીને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. આગામી સમયામાં ધોરણ 6 થી 8માં શિક્ષકોની થશે મોટા પાયે ભરતી કરવામાં આવશે તેવી શિક્ષણમંત્રી જીતુ વાઘણીએ બાંહેધરી આપી છે.
રાજ્ય સરકાર કરશે વિદ્યા સહાયકોની ભરતી
શિક્ષણમંત્રી જીતુ વાઘણીએ બાંહેધરી આપતા કહ્યું છે કે GRમાં ફેરફાર કરી ભરતી જાહેર કરવામાં આવશે, મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી શિક્ષકોની ભરતીને લઈને ટેટ પાસ ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો હતો જેને લઈને શિક્ષણમંત્રીને અનેકવાર રજૂઆત પણ કરવામાં આવી છે, જ્યારે વિદ્યાસહાયક ઉમેદવારોની રજૂઆતને જોતા શિક્ષણમંત્રી જીતું વાઘાણીએ માંગને સ્વાકારીને આગામી સમયમાં મોટા પાયે ભરતી શકે તેવી ખાતરી આપી છે. જીતુ વાઘાણીએ સામાજિક વિજ્ઞાન, ગણિત વિજ્ઞાન, ભાષાના શિક્ષકોની ભરતી કરવામાં આવશે તેવું બાંહેધરી આપી છે..
દશેરાના દિવસે નવા વાહનો ખરીદવા માટે લોકોની શો રુમની બહાર ભારે ભીડ જોવા મળી હતી. જો કે, ગત વર્ષ કરતા આ વર્ષે વાહનોની કિંમતમાં 60 હજાર સુધીનો વધારો થયો હોવા છતા લોકોનો વાહન ખરીદવા માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પેટ્રોલ-ડીઝલની સાથે ઈલેક્ટ્રિક વાહનોની પણ મોટા પ્રમાણમાં માગ જોવા મળી છે.
દશેરાના દિવસે શુભ કાર્યની સાથે સાથે વાહન ખરીદવા માટે ઉત્તમ દિવસ માનવામાં આવતો હોય છે. ત્યારે આ વર્ષે પણ અમદાવાદ સહિત રાજ્યભરમાં ફોર વ્હીલર વાહનોની ડિલિવરી કરવામાં આવી છે. ફોરવ્હીલર શોરૂમ સંચાલકોના જણાવ્યા પ્રમાણે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે બમણી સંખ્યામાં વાહનોની ડિલિવરી કરવામાં આવી હતી.
રસપ્રદ વાત એ છે કે, દિવસેને દિવસે લોકોમાં જાગૃતિ આવી છે, જેના કારણે ઇલેક્ટ્રિક વાહનો તરફ વળ્યા છે. રાજ્ય સરકારની સબસિડી તથા ટેક્સ માફીના કારણે લોકો ઇલેક્ટ્રિક વાહનો પસંદ કરી રહ્યા છે. પાછલા વર્ષોની સરખામણીએ તેની ડિલિવરીમાં પણ વધારો થયો છે, કારણ કે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહ્યા છે. ઉપરાંત સબસિડી કારણે લોકો ઇલેક્ટ્રિક વાહનો ખરીદી રહ્યા છે.
No comments:
Post a Comment