સરકારી કર્મચારીઓને સરકાર માન્ય હોસ્પિટલમાં જ સારવાર કરાવેલ હોય તો જ સરકાર દ્વારા સહાય મળે છે.આ ગુજરાત સરકાર માન્ય હોસ્પિટલની યાદી ડાઉનલોડ કરો.
Govt.Many valid
Hospitals List Download
NEWS : Karmchario ni Aasksmik Sarvar No Kharch Sarkar Chukavshe
ખાનગી સારવાર માટે બિલ સરકારી હોસ્પિટલના ધોરણે
સરકારના નિર્ણયથી છ લાખ કર્મીઓને ફાયદો :સરકારી-સરકારી હોસ્પિટલ સમકક્ષ હોસ્પિટલમાં દાખલ દર્દીને ૧૦૦ ટકા ખર્ચ રૂમ ચાર્જ પેટે ચુકવાશે :અમદાવાદ, તા.૨૦,રાજયના આરોગ્ય મંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે, ગુજરાત સરકારે રાજય સરકારના કર્મચારીઓ માટે આકસ્મિક અને તાકીદના સંજોગોમાં લીધેલ સારવારનો ખર્ચ સરકારી હોસ્પિટલના દરે ખાસ કિસ્સામાં આપવાનો નિર્ણય કર્યો છે અને સાથે સાથે રીએમ્બર્સમેન્ટની પ્રક્રિયા ઝડપી અને સરળ થાય તથા કર્મચારીઓને સમયસર નાણા મળી રહે તે માટે પ્રક્રિયાને વધુ સરળ બનાવી છે. મંત્રી પટેલે ઉમેર્યું કે, રાજયમાં વૈશ્વિક સ્તરની સવલતો મળતી થઈ છે જેના પરિણામ સ્વરૂપ વિવિધ રાજયોમાંથી પણ સારવાર લેવા માટે લોકો આવી રહ્યા છે. જેને ધ્યાને લઈ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પણ આરોગ્ય સવલતોનો વ્યાપ વધે તે માટે ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જેના પરિપાક રૂપે કર્મચારીઓને લાભ આપવા માટે હાલના રીએમ્બર્સમેન્ટના પ્રવર્તમાન નિયમોમાં સુધારો કર્યો છે. મંત્રીએ ઉમેર્યું કે , રાજય સરકાર દ્વારા માન્ય (એમ્પેનલ્ડ) હોસ્પિટલમાં ર્નિદિષ્ટ થયેસ રોગો માટે જ મંજૂર થયેલ પેકેજ મુજબ સારવાર લઈ શકશે. આ સારવાર માટે થયેલ ખર્ચ સરકાર માન્ય પેકેજ દરો મુજબ રીએમ્બર્સમેન્ટ મળશે સાથે સાથેમાં અમળતમ યોજનાના દરો મુજબ ખાનગી હોસ્પિટલોને પણ માન્ય કરાશે. રાજય સરકારની માન્ય હોસ્પિટલોમાં પેકેજ પૈકીની સારવારમાં ખર્ચ ૧,૦૦,૦૦૦ કરતા વધુ થતો હોય તો તે કિસ્સામાં સંભવિત ખર્ચના ૭૫ ટકા સુધી બિન વ્યાજૂકી પેશગી મળશે જે પ્રમાણપત્રના આધારે ખાતાના વડા મંજૂર કરી શકશે.મંત્રીએ કહ્યું કે, સરકારી હોસ્પિટલ કે તેની સમકક્ષ હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દીને રૂમ ચાર્જ પેટે પણ ૧૦૦ ટકા ખર્ચ રીએમ્બર્સમેન્ટ મળશે. જેમાં ગ્રેડ પે ૪૨૦૦ અને તેનાથી ઓછો હોય તો જનરલ વોર્ડ, ગ્રેડ પે ૪૨૦૧ થી ૬૬૦૦ સુધીનો હોય તો સેમી સ્પે.વોર્ડ અને ગ્રેડ પે ૬૬૦૦થી વધુ હોય તો સ્પેશીયલ વોર્ડના ચાર્જીસ મળશે સાથે સાથે સરકારી હોસ્પિટલના કાન,નાક અને ગળા તજજ્ઞ સર્જન દર્દીની બહેરાશની ક્ષમતાને ધ્યાને લઈને તેના રીપોર્ટના આધારે ખાસ પ્રમાણપત્ર આપશે તેના આધારે એક કાન માટે ૨૫૦૦ની મર્યાદામાં અને બે કાનની બહેરાશ હોય તો બીજા કાન માટે ૨૫૦૦ની મર્યાદામાં રીએમ્બર્સમેન્ટ મળવાપાત્ર થશે.
આ પ્રકારનું રીએમ્બર્સમેન્ટ સમગ્ર જીવનમાં એક જ વાર મળવાપાત્ર થશે. સરકારી કર્મચારી, અધિકારી, સરકારી પ્રવાસમાં તાલીમમાં કે પ્રતિનિયુક્તિ પર વિદેશમાં જતા પૂર્વ, વિમાની યોગ્ય પોલીસી (મહતમ અમેરીકન ૧,૦૦,૦૦૦નો સમગ્ર ખર્ચ પુરતુ) લઈ લેવાની રહેશે. વિમા પોલીસી માટે ઉપર મુજબનો લાભ માત્ર કર્મચારીને જ મળવાપાત્ર રહેશે. આ અંગેની તબીબી સારવાર અન્વયે ઈન્શ્યોરન્સ સિવાય અન્ય કોઈ વળતર મળવાપાત્ર રહેશે નહીં. મંત્રીએ ઉમેર્યું કે, સરકારી કર્મચારી-અધિકારી ૨.૦૦ લાખ થી વધુ અને ૧૦.૦૦ લાખ સુધીની મર્યાદામાં સારવારનો ખર્ચ માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રચાયેલ સમિતિની ભલામણના આધારે આરોગ્ય મંત્રી રીએમ્બર્સમેન્ટ માટે મંજુરી આપી શકશે. જ્યારે ૧૦.૦૦ લાખ થી વધુ ખર્ચના કેસમાં ખાસ કિસ્સામાં મુખ્યમંત્રી કક્ષાએથી મંજુરી મેળવવાની રહેશે. મંત્રીએ કહ્યું કે, સરકારી કર્મચારીઓ દ્વારા લીધેલ સારવારના નાણા તેને સમયસર મળી રહે તે માટે હાલના નિયમોમાં નોંધપાત્ર સુધારા કરાયા છે. જેમાં વિશેષ સત્તાસોંપણી કરવામાં આવી છે. જે મુજબ નવા નિયમોમાં રીએમ્બર્સમેન્ટ માટે થયેલ ખર્ચની મર્યાદામાં રકમ મંજૂર કરવાની સત્તાસોંપણીની જોગવાઈ કરાઈ છે તથા વિલંબ કોડોના કરવાની સત્તા સોંપણી પણ કરવામાં આવી છે. જેમાં ૨૫,૦૦૦ની મર્યાદા સુધી કચેરીના વડાને, ૨૫,૦૦ થી ૨,૦૦,૦૦૦ની મર્યાદા સુધીના કેસોમાં વહિવટી વિભાગની વડાને સત્તા રહેશે તથા મેડીકલ રીએમ્બર્સમેન્ટના દાવા રજુ કરવામાં થયેલ વિલંબને માફ કરવા માટે પણ સત્તા સોપાઈ છે. ૬ માસની સમયમર્યાદામાં જે દાવો કરવા પાત્ર છે તે સંજોગોવશાત, સમય મર્યાદામાં થયેલ ન હોય તો ત્યાર પછીના ૬ માસની અંદર તે અંગેના વાજબી કારણો સાથેની દરખાસ્ત માટે સંબંધિત વહિવટી કચેરીના વડા, દાવાના વ્યાજબીપણાને અને ખરાપણાને ધ્યાને લઈને ડીલ કોન્ડોનના હુકમો કરી શકશે. પરંતુ સારવાર પૂર્ણ થયાના એક વર્ષ પછીના દાવા માટે સંબંધિત વહીવટી વિભાગના વડા ડીલે કોન્ડોનના હુકમો કરી શકશે. બે વર્ષથી વધુ સમયના વિલંબીત દાવા માટે સંબંધિત વહીવટી વિભાગ મારફતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગને દરખાસ્ત રજુ કરવાની રહેશે. ત્રણ વર્ષથી ઉપરના વિલંબ માટે સરકારને સત્તા રહેશે. અન્નો ઉલ્લેખનીય છે કે, આ રીએમ્બર્સમેન્ટ લાભ સ્વાતંત્ર્ય સેનાનીઓને પણ મળવાપાત્ર રહેશે.
Gujarat Government Health minister Mr Nitinbhai Patel Na Janvyaa mujab Have thi Rajy sarkarna Karmachario ni Aaksmik Sarvarno kharch Have thi Rajy Sarkar Chukavshe.
Aa kissa ma sambhavit kharch na 75% jetlo kharch raajy sarkar chukavshe.For more details read in Below image.
No comments:
Post a Comment