Search This Website

Friday, 3 April 2015

Bhartiy Fojdari Dhara G.K

❄❄❄
ભારતીય ફોજદારી ધારામાં શિક્ષાના કેટલા પ્રકાર છે....?
શિક્ષાના પ્રકાર કઈ કલમમાં આપેલ છે?

-6 પ્રકાર,કલમ 53
દેશનિકાલ ની સજા ભારતીય ફોજદારી ધારાની કઈ કલમ હેઠળ થાય છે?

કલમ 53 ક હેઠળ

મોતની સજા યોગ્ય સરકાર દ્વારા હળવી કરવા બાબતની જોગવાઈ કઈ કલમમાં છે?

કલમ 54

હવે આજીવન કેદ હોય તો તે પણ યોગ્ય સરકાર દ્વારા હળવી કરી શકાય છે
કલમ 55 દ્વારા

જો તમે પોલીસ ઓફિસર છો.કોઈપણ ગુનેગારને દંડની સજા કરી છે પણ ગુનેગાર દંડનથી ભરતો.હવે આના માટે શુ કરશો?

જો હું પોલીસ ઓફીસર હોઉં ને ગુનેગારને દંડની સજા ફરમાવેલ હોય અને દંડ ના ભરી શકે તો કેદની સજા કરીશ કારણે આ જોગવાઈ ભારતીય ફોજદારી ધારાની કલમ 64 માં છે ...

ક્રિમીનલ પ્રોસિજર કોડ,1973

પ્રકરણ 6( ક)

હાજર થવાની ફરજ પાડવા માટે કામગીરી હુકમ

કલમ 61:

દરેક સમન્સ બે પ્રાતોમાં કોર્ટના પ્રમુખ અધિકારીની સહી સાથે કાઢવો જોઈએ
⏳⌛⌛⌛⌛⌛⌛

કલમ 62
સમન્સ બજાવવાની રીત રાજ્ય સરકાર નક્કી કરે તે નિયમો એ રહે.

કલમ 63

સંસ્થાપિત મંડળ અને મંડળીઓ ઉપર સમન્સ તેણે કરાવાયેલ સરનામે રજીસ્ટર ટપાલથી મોકલી શકાશે.

કલમ 64

સમન્સથી બોલાવેલ વ્યક્તિ ન મળી આવેલ તેના પુખ્તવયના પુરુષકુટુંબીને બે નકલોમાંની એક નકલ આપીને સમન્સ બજાવી શકાશે

કલમ 65:

ઉપરની જોગવાઈ મુજબ સમન્સ ન બજાવી શકાય ત્યારે બોલાવેલ વ્યક્તિને સાધારણ રહેવાસનાં ઘર કે રહેઠાણ ઉપર સહેલાઈથી દેખાઈ આવે એ રીતે ચોંટાવાની રહેશે.

કલમ 66:

સરકારી નોકરી ઉપર હોય તેના સમન્સની બજવણી તે જે ઓફિસમાં હોય એના વડા ઉપર તે સમન્સની બે પ્રતો મોકલવી જોઈશે.

કલમ 67: સ્થાનિક હદની બહાર સમન્સની બજવણી માટે તે જે સ્થાનિક વિસ્તારમાં હોય તે મેજિસ્ટ્રેટને સમન્સની બે પ્રતો ત્યાં બજાવવા માટે મોકલવી જોઈએ.

કલમ 68 :

ઉપર મુજબ ન થાય ત્યારે એને બજવણી અધિકારી હાજર ન હોય ત્યારે તેનું સોગંદનામું સમન્સ બજાવવા માટેના પુરાવા તરીકે ગ્રાહ્ય થશે.

કલમ 69:

સાક્ષીઓ ઉપર સમન્સની બજવણી ટપાલથી પણ કરી શકાશે

ક્રીમીનલ પ્રોસીજર કોડ

પ્રકરણ 6 ખ

કલમ 70:

ધરપકડનું દરેક વૉરંટ કોર્ટના પ્રમુખ અધિકારીની સહીવાળુ લેખિત હોવું જોઈએ અને તેના પર કોર્ટનો સિક્કો હોવો જોઈએ અને તે રદ ના કરે ત્યાં સુધી અમલમાં રહેશે.

કલમ 71

કૉર્ટ વૉરંટ પર શેરો મારીને ફરમાવે તો ધરપકડ કરનાર અધિકારી જામીનગીરી લઈને તે વ્યક્તિને કસ્ટડીમાંથી છોડી શકશે.

કલમ 72

ધરપકડનું વૉરંટ સામાન્ય રીતે એક કે વધુ પોલીસ અધિકારીઓને બજાવવા માટે આપવું જોઈએ

કલમ 73

વૉરંટ કોઈપણ વ્યક્તિને બજાવવા આપી શકાશે

કલમ 74

કોઈ વૉરંટ જે પોલીસ અધિકારીને બજાવવા આપેલું હોય તે તેના ઉપર બીજા પોલીસ અધિકારીનો શેરો કરે તે અધિકારી તે અધિકારી પણ તેને બજાવી શકશે

કલમ 75

જેને પકડવાની હોય તે વ્યક્તિને વૉરંટનો સારાંશ જણાવવો જોઈશે અને માંગે તો તે બતાવવું જોઈશે

કલમ 76

પકડાયેલ વ્યક્તિને વિના વિલંબે કોર્ટ સમક્ષ લઈ જવી જોઈશે

કલમ 77

ધરપકડનું વૉરંટ ભારતમાં કોઈપણ સ્થળે બજાવી શકાશે

કલમ 78

હકૂમત બહાર બજવણી માટે વૉરંટ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટે કે જિલ્લા સુપરિન્ટેન્ડેન્ટ કે કમિશનર ને મોકલશે અને તેઓ તેના પર શેરો કરશે

કલમ 79

હકૂમતની બહાર બજવણી કરવા માટે પોલીસ સ્ટેશન ના ઈન્ચાર્જ અધિકારી કરતા ઊતરતા દલજ્જાના ન હોય તેવા પોલીસ અધિકારીને તે સોંપી શકાશે

કલમ 80

જેની ઉપર વૉરંટ કાઢ્યુ હોય તે વ્યક્તિ ને પકડ્યા પછી મેજિસ્ટ્રેટ કે જિલ્લા સુપરિન્ટેનડેટ સમક્ષ
લઈ જવી જોઈશે

કલમ 81

પકડાયેલ વ્યક્તિઓને જેની સમક્ષ લઈ જવામાં આવે તે મેજિસ્ટ્રે ગુનો જામીની હોય તો તેને જામીન આપશે અન્યથા કોર્ટ સમક્ષ લઈ જવા ફરમાવે.

No comments:

Post a Comment