Pages

Search This Website

Monday, 27 December 2021

Education update

 Education update

રાજ્યના શિક્ષકો ફરી ઉતરી રહ્યાં છે રસ્તા પરઃ ઠેર ઠેર ધરણા અને આવેદનના કાર્યક્રમની જાહેરાત

અમદાવાદઃ સરકાર સામે સરકારી વિભાગના કર્મચારીઓ વારંવાર વિરોધમાં ઉતરી રહ્યાં છે. રેસિડેન્ટ તબિબો, નર્સિંગ યુનિયન બાદ હવે રાજ્યના શિક્ષકો પણ સરકાર સામે બાંયો ચઢાવી દીધી છે. જૂની પેન્શન યોજના લાગુ કરવાની માગ સાથે ઠેર ઠેર ધરણા અને આવેદનપત્ર આપી રજૂઆત માટેની જાહેરાત કરી દેવામાં આવી છે.

પ્રાથમિક શિક્ષક સંઘ મેદાનેઃ શિક્ષકોની મુખ્ય માગ છે જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે. આ માગ સાથે રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં પ્રાથમિક સંઘ દ્વારા લડત શરૂ કરી દેવામાં આવી છે. પ્રાથમિક શિક્ષક સંઘે અન્ય શિક્ષક સંઘોને પણ આ લડતમાં જોડાવવા માટે આહ્વાન કર્યું છે. અન્ય શિક્ષક સંઘોએ પણ આગળ આવી આ માગ સાથે રજૂઆત કરવી જોઇએ. પ્રાથમિક શિક્ષક સંઘનો દાવો છે કે, NPSમાં માત્ર નજીવું પેન્શન મળે છે. જો નિવૃતિ સમયે NPS યોજના અંતર્ગત પેન્શન મળે તો શિક્ષકોને પોતાનું નિવૃતિ જીવન કાઢવું મુશ્કેલ બની રહેશે.


પેન્શન મળે છે. જો નિવૃતિ સમયે NPS યોજના અંતર્ગત પેન્શન મળે તો શિક્ષકોને પોતાનું નિવૃતિ જીવન કાઢવું મુશ્કેલ બની રહેશે.

NPS શું છે અને ક્યારથી લાગુ થઇઃ NPS એટકે નેશનલ પેન્શન સિસ્ટમ સામે શિક્ષકોએ લડત શરૂ કરી છે. 2004માં નેશનલ પેન્શન સ્કીમ લાગુ કરવામાં આવી હતી. આ યોજના દરમિયાન સરકારી કર્મચારીઓ પોતાની નોકરી દરમિયાન તેમાં રકમ જમા કરાવી શકે છે. 60 વર્ષ બાદ એકત્ર થયેલી રકમના એકભાગને કર્મચારીઓ એકસાથે નિકાળી શકે છે. જ્યારે બાકી રહેલી રકમને નિયમત રીતે પેન્શન તરીકે તેમને મળતી રહે છે. ઉદાહરત તરીકે લઇએ તો દરમહિને NPSમાં 5 હજારનું રોકાણ 30 વર્ષની ઉંમરથી કરવામાં આવે તો મેચ્યુરિટી પર 30 વર્ષમાં 18 લાખ રૂપિયા જમા થાય. જેના પર 8 ટકા વ્યાજ અને 5.4 લાખનું ટેક્સ સેવિંગ સાથે કુલ 74.21 લાખ રૂપિયા થાય છે. આ પ્રમાણે જોઇએ તો 60 વર્ષ બાદ એકસાથે 44.52 લાખ રૂપિયા એકસાથે મળે છે અને ત્યારબાદ 19,790 રૂપિયા દર મહિને પેન્શન તરીકે મળતા રહે છે. જે 40 ટકા રકમ પેન્શન રૂપે આપવામાં આવે છે તે શેયર માર્કેટ અથવા બેંકમાં રોકવામાં આવે છે જેથી બજારના રિશ્ક પર મુકવામાં આવે છે. આ 40 ટકા રકમ પરત આપવા માટે બજારના જોખમ પર આધારિત છે. તેની કોઇ ગેરંટી આપવામાં આવતી નથી.

પ્રાથમિક શિક્ષક સંઘની જૂની પેન્શન યોજનાની માગ શા માટે?: હાલમાં તાલુકા સ્તરે જૂની પેન્શન યોજનાની માગ સાથે રજૂઆત કરવામાં આવી રહી છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ એ અખિલ ભારતીય પ્રાથમિક સંઘ સાથે જોડાયેલ છે. વર્ષ 2006થી જૂની પેન્શન યોજના ચાલુ કરવા માટે વિવિધ સ્તરે આંદોલન ચાલી રહ્યાં છે. નવી પેન્શન યોજનાથી કર્મચારીઓને અન્યાય થઇ રહ્યો છે. પ્રાથમિક શિક્ષક સંઘનો દાવો છે કે, જૂની પેન્શન યોજનામાં કર્મચારી નિવૃત થાય ત્યારે તેને પગારના 50 ટકા રકમ પેન્શન આપવામાં આવતી હતી. જ્યારે નવી પેન્શન યોજનામાં કર્મચારી નિવૃત થાય ત્યારે તેને માત્ર 2500 થી 4000 રૂપિયા પેન્શન મળે છે. જેને લઇ ભવિષ્યની સ્થિતિને ધ્યાને રાખતા જ્યારે કર્મચારીઓ નિવૃત થશે ત્યારે તેમને જીવન નિર્વાહ કરવો મુશ્કેલ બની શકે છે.

પેન્શન બજારની સ્થિતિ પર આધારિત બનશેઃ નવી પેન્શન યોજનામાં કર્મચારી નિવૃત થાય છે ક્યારે તેને 60 ટકા રકમ એકસાથે આપી દેવામાં આવે છે જ્યારે 40 ટકા રકમ પેન્શન પ્લાનમાં લગાવી દેવામાં આવે છે. જેના આધારે તેમને માત્ર 3000 હજાર રૂપિયા મહિને પેન્શન રૂપે આપવામાં આવે છે. આ માટે કર્મચારીઓએ પોતાના પગારમાંથી દર મહિને NPSમાં 10 ટકાનું નિવેશ કર્યું હશે તો જ આ લાભ મળશે. 40 ટકા રમક છે તે શેયર માર્કેટમાં લગાવવામાં આવે છે. જેના કારણે એ ચોક્કસ ન કહી શકાય કે જ્યારે કર્મચારી નિવૃત થાય છે ત્યારે તેને પેન્શન સ્વરૂપે કેટલી રકમ મળશે. જેથી તેનું નિવૃતિ જીવન અનિશ્ચિતતા વચ્ચે પસાર થશે. જૂની પેન્શન યોજનામાં તેમના મૂળ વેતનમાંથી કોઇ વધારાનું રોકાણ કરવાની જરૂર ન હતી.

રાજ્ય સરકારોએ કર્મચારીઓ માટે આફત ઉભી કરીઃ મહત્વનું છે કે, જ્યારે NPS યોજના લાગુ કરવામાં આવી ત્યારે રાજ્યોને પોતાને હિસાબે પેન્શન યોજના લાગુ કરવા માટે નવી કે જૂન પેન્શન યોજના રાખવા માટે વિકલ્પ રાખવામાં આવ્યા હતા. પરંતુ હાલની સ્થિતિએ એકમાત્ર પશ્ચિમ બંગાળ સિવાયના તમામ રાજ્યોએ નવી પેન્શન યોજના લાગુ કરી દીધી છે. રાજ્ય સરકારો તેમાં પોતાની તિજોરી પર પડનાર બોજ હળવો કરવા માટે થઇને નવી પેન્શન યોજના લાગુ કરી દેવાની ઉતાવળ કરી છે. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે, કર્મચારીઓ માટે NPS લાગુ કરવામાં આવી પરંતુ ધારાસભ્યો અને સાંસદો માટે જૂની પેન્શન યોજના જ લાગુ રાખવામાં આવી છે.

પેન્શન પ્રણાલીમાં સુધારો કરવો જરૂરીઃ જો પેન્શનની વાત કરીએ તો પેન્શન સિસ્ટમ આધારિત રકમ ઓછી કે વધુ ઔપચારિકતા નથી. પેન્શન સામાજિક ન્યાય માટે પણ અનિવાર્ય વિષય છે. સામાજીક રીતે થઇ રહેલા બદલાવોમાં વૃદ્વોને સંતાનો દ્વારા તિરસ્કારની વૃતિ વધી છે. આ ઉપરાંત તેમને ઉપેક્ષાઓને કારણે વૃદ્વાશ્રમ કે એકલવાયું જીવન જીવવા માટે મજબૂર થવું પડે છે. હાલની સ્થિતિની વાત કરવામાં આવે તો વૃદ્વાશ્રમોમાં એડમિશન માટે વેઇટિંગ ચાલી રહ્યું છે તેવી સ્થિતિ છે. ભારતમાં પેન્શન સિસ્ટમને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત જણાઇ રહી છે. જેના કારણે કેટલાક મહત્વપૂર્ણ સુધારાઓ કરવા પડશે જેથી ભારતમાં નિવૃતિ બાદ વૃદ્વોની એક ચોક્કસ આવક સુનિશ્ચિત કરી જરૂરિયાતો પૂર્ણ થઇ શકે અને તેઓ સન્માનપૂર્વક જીવન વિતાવી શકે.


No comments:

Post a Comment