પીએમ મોદીના કાફલામાં 12 કરોડની નવી કારનો ઉમેરો, જાણો તેની ખાસિયતો
નવી દિલ્હી, તા. 28. ડિસેમ્બર, 2021 મંગળવાર
પીએમ મોદીના કાફલામાં 12 કરોડ રુપિયાની નવી બુલેટપ્રૂફ કારનો ઉમેરો થયો છે.
મર્સિડિઝ મેબેક કંપનીની આ કારમાં હવે પીએમ મોદી સવારી કરી રહ્યા છે.તાજેતરમાં જ તેમને આ કારમાં મુસાફરી કરતા જોઈ શકાયા હતા.કારનુ નવુ મોડેલ સુરક્ષાના ઘણા પ્રકારના ફિચર્સથી સજ્જ છે.જેમ કે બોમ્બ બ્લાસ્ટ અને ગોળીઓની આ કાર પર અસર થતી નથી.આ કારની કિંમત 12 કરોડ રુપિયા હોવાનો અંદાજ મુકવામાં આવે છે.
નવી કારને કાફલામાં સામેલ કરવાનો નિર્ણય પીએમ મોદીની સુરક્ષા સાથે જોડાયેલા સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રૂપ દ્વારા લેવામાં આવતો હોય છે.તેની ભલામણના આધારે કયા પ્રકારની કાર ખરીદવી તે નક્કી કરવામાં આવતુ હોય છે.
પીએમ મોદીની નવી કારની મહત્તમ ઝડપ 160 કિમી છે.તેમાં બેઠેલી વ્યક્તિ માત્ર 2 મીટર દુર કરવામાં આવેલા 15 કિલો વિસ્ફોટ સાથેના બ્લાસ્ટમાં પણ સુરક્ષિત રહી શકે છે.કાર પર જો ગેસ એટેક થાય તેવા સંજોગોમાં કારની અંદર એર સપ્લાય કરવાની પણ વિશેષ ટેકનોલોજી સમાવવામાં આવી છે.
કારની પેટ્રોલ ટેન્કને પણ એ રીતે સજ્જ કરાઈ છે કે જો તેના પર કોઈ કાણુ પડે તો તે પોતાની જાતે જ સીલ થઈ જાય છે.સામાન્ય રીતે અપાચે હેલિકોપ્ટરમાં આ ટેકનોલોજીનો ઉપયોગ થતો હોય છે.નવી કારના ટાયરો પણ વિશેષ છે.જે નુકસાન થયા પછી પણ કાર્યરત રહી શકે છે.
Read more :-
કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબરી! જાન્યુઆરીમાં મોંઘવારી ભથ્થામાં થશે વધારો
નવી દિલ્હી, તા. 27 ડિસેમ્બર 2021 સોમવાર
કેન્દ્રીય કર્મચારીઓને ફરીથી ખુશખબરી મળવાની છે. જાન્યુઆરી 2022માં એકવાર ફરીથી મોંઘવારી ભથ્થુ વધવાનુ નક્કી છે. કર્મચારીઓની સેલરીમાં ફરીથી બંપર નફો થશે. જોકે, જાન્યુઆરી 2022માં મોંઘવારી ભથ્થામાં કેટલો નફો થશે, એ નક્કી થયુ નથી પરંતુ AICPI ઈન્ડેક્સના આંકડા અનુસાર 2થી 3% ડીએ વધવાની આશા વર્તાવાઈ રહી છે.
નવા વર્ષમાં કર્મચારીઓને મળશે ખુશખબરી!
ડિસેમ્બર 2021ના અંત સુધી કેન્દ્રના કેટલાક ભાગોમાં પ્રમોશન થશે. આ સિવાય બજેટ 2022થી પહેલા ફિટમેન્ટ ફેક્ટરને લઈને પણ ચર્ચા થઈ રહી છે જેની પર નિર્ણય આવી શકે છે. જો એવુ થયુ તો ન્યૂનતમ સેલરીમાં પણ વધારો થશે પરંતુ હાલ મોંઘવારી ભથ્થાને લઈને AICPI ઈન્ડેક્સનો આંકડો શુ કહે છે, આવો જાણીએ.
AICPI આંકડાથી નક્કી થશે DA
એક્સપર્ટસ અનુસાર જાન્યુઆરી 2022માં પણ મોંઘવારી ભથ્થામાં 3% વધારો કરવામાં આવી શકે છે. 3% નફો થવા પર કુલ ડીએ 31 ટકાથી લઈને 34 ટકા થઈ શકે છે. AICPI આંકડા અનુસાર અત્યારે સપ્ટેમ્બર 2021 સુધીના આંકડા સામે આવ્યા છે. આ હિસાબથી મોંઘવારી ભથ્થુ DA 32.81 ટકા છે. જૂન 2021 સુધીના આંકડાના હિસાબથી જુલાઈ 2021 માટે મોંઘવારી ભથ્થુ 31 ટકા વધારાઈ ચૂક્યુ છે. હવે આની આગળના આંકડા અનુસાર મોંઘવારી ભથ્થાની ગણતરી થશે અને આમાં સારો વધારે મળી શકે છે.
No comments:
Post a Comment