Pages

Search This Website

Thursday, 21 October 2021

ઓનલાઇન અભ્યાસ અસર : પ્રેક્ટિસ છુટી જતા બોર્ડના વિદ્યાર્થીઓ સતત ત્રણ કલાક પેપર લખી શકતા નથી, પરીક્ષામાં બેસવા માં પણ મુશ્કેલી

ઓનલાઇન અભ્યાસ અસર : પ્રેક્ટિસ છુટી જતા બોર્ડના વિદ્યાર્થીઓ સતત ત્રણ કલાક પેપર લખી શકતા નથી, પરીક્ષામાં બેસવા માં પણ મુશ્કેલી


શિક્ષણ અને સ્મૃતિની વાત આવે, ત્યારે ધ્યાન અથવા એકાગ્રતા મહત્વનું પાસું છે. અભ્યાસો પરથી જાણવા મળ્યું છે કે, ધ્યાન આપવાનો સમય જેટલો ટૂંક હોય, શિક્ષણનું આઉટકમ પણ એટલું જ ઓછું હોય છે. ઓનલાઇન શિક્ષણ શરૂ થયું, તે પહેલાં માતા-પિતાને તેમનું બાળક શાળામાં યોગ્ય રીતે અભ્યાસ કરે છે, પણ ઘરે બરાબર અભ્યાસ કરતું નથી, તે બાબતે ચિંતા સતાવતી હતી. હવે જ્યારે ઓનલાઇન શિક્ષણ એક નિયમ બની ચૂક્યું છે, ત્યારે બાળકોનું ધ્યાન ઘરમાં ચાલી રહેલાં કાર્યો, પરિવારજનોની ચાલી રહેલી વાતચીતો, ટીવી પર ચાલી રહેલો કાર્યક્રમ વગેરે કારણોસર વિચલિત થાય છે અને જો કોઇ તેમને જોતું ન હોય, તો તેઓ બીજી કોઇ ઓનલાઇન પ્રવૃત્તિ કરવા લાગે છે. આ તમામ બાબતોની વચ્ચે બાળકો જે શીખવવામાં આવે છે, તેના પર ભાગ્યે જ ધ્યાન આપે છે. તેઓ થાકી પણ જાય છે.

એક જગ્યાએ બેસી રહેવાની તેમની ક્ષમતા પણ પ્રભાવિત થાય છે. શિક્ષકની હાજરીમાં ભણવા માટે ટેવાયેલાં બાળકો આ સ્થિતિનો સામનો કરી શકતાં નથી. શિક્ષણનાં મોડ્યૂલ્સમાં ઓનલાઇન પદ્ધતિ માટે ઘણો ફેરફાર કરવામાં આવ્યો હોવા છતાં માત્ર વાંચીને, સમજીને જ શીખી શકનારાં બાળકોને આ નવતર વિકલ્પો દ્વારા શિક્ષણ મેળવવામાં મુશ્કેલીનો અનુભવ થઇ રહ્યો છે. ઓનલાઇન શિક્ષણમાં બાળકે ઊભા થઇને સમગ્ર વર્ગ સમક્ષ વાંચન કરવાનું નથી હોતું. શિક્ષક આખા વર્ગની વચ્ચે વાચન કરવા માટે બોલાવે વગેરે જેવાં પ્રેરણાત્મક પ્રસંગો પણ શક્ય નથી. વળી, વિક્ષેપ કરનારાં પરિબળોની વચ્ચે બાળકની સામેલગીરી પર ઘણું ઓછું ધ્યાન આપવામાં આવે છે. મલ્ટિટાસ્કિંગ (એક કરતાં વધુ પ્રવૃત્તિઓ) કરવા ન ટેવાયેલાં બાળકો માટે સાંભળવું, જવાબો લખવા કે વ્હાઇટ બોર્ડનો ઉપયોગ કરવો અને જે શીખવવામાં આવી રહ્યું હોય, તે સમજવું – આ બધું એકસાથે કરવું મુશ્કેલ બને છે. કેટલાંક બાળકો ઇયર ફોનના કારણે અસુવિધા અનુભવે છે અને ઇયરફોન ન પહેરે, તો ઘરમાંથી આવતા અવાજોના કારણે શિક્ષણમાં વિક્ષેપ સર્જાય છે.


Meditation or concentration is an important aspect when it comes to learning and memory.  Studies have shown that the shorter the time for meditation, the lower the outcome of education.  Before online education began, parents were worried about their child studying properly in school, but not studying well at home.  Now that online learning has become the norm, children's attention is distracted due to activities going on at home, family conversations, TV programs, etc. and if no one is watching them, they start doing other online activities.  .  In the midst of all this, children rarely pay attention to what is being taught.  They also get tired.

 Their ability to sit still is also affected.  Children accustomed to learning in the presence of a teacher cannot cope with this situation.  Although the modules of education have changed a lot for the online method, children who can only learn by reading and understanding are finding it difficult to get education through these new options.  In online education, a child does not have to stand up and read in front of the whole class.  Motivational occasions like teacher calling for reading among the whole class etc. are also not possible.  Furthermore, very little attention is paid to the involvement of the child among the disturbing factors.  For children who are not used to multitasking (listening to more than one activity), listening, writing answers or using a white board and understanding what is being taught - all of these can be difficult to do together.  If some children feel uncomfortable due to earphones and do not wear earphones, the noise coming from home disrupts learning





No comments:

Post a Comment