Pages

Search This Website

Wednesday, 22 September 2021

ડેન્ગ્યુના વધતાં કહેર વચ્ચે જાણો ડેન્ગ્યુ વિષેની સંપૂર્ણ માહિતી | E-કાર ખરીદવાની જરૂર નથી:જૂની પેટ્રોલ અથવા ડીઝલ કારને ઈલેક્ટ્રિકમાં કન્વર્ટ કરો, 74 પૈસામાં 1 કિમી સુધી દોડશે; જાણો કેટલો ખર્ચ આવશે

⏱️🔥  ઓક્ટોબર ક્યાં ક્યાં દિવસે 👇🏻બેન્ક રહેશે બંધ. 


૧ ઓકટોબર- હાફ યરલી ક્લોઝિંગ ઓફ બેન્ક એકાઉન્ટ (ગંગટોક)
૨ ઓકટોબર - મહાત્મા ગાંધી જયંતી (તમામ રાજ્ય)
૩ ઓકટોબર - રવિવાર
૬ ઓકટોબર - મહાલય અમાવસ્યા (અગરતલા, બેંગલુરુ, કોલકાતા)

૭ ઓકટોબર - મીરા ચોરેલ હોઉબા (ઇમ્ફાલ)
૯ ઓકટોબર- બીજો શનિવાર
૧૦ ઓકટોબર- રવિવાર
૧૨ ઓકટોબર - દુર્ગા પૂજા (મહા સપ્તમી) / (અગરતલા, કોલકાતા)

૧૩ ઓકટોબર- દુર્ગા પૂજા (મહા અષ્ટમી) (અગરતલા, ભુવનેશ્વર, ગેંગટોક, ગૌહાટી, ઇમ્ફાલ, કોલકાતા, પટણા, રાંચી)
૧૪ ઓકટોબર - દુર્ગા પૂજા/દશેરા /(મહા નવમી/અયૂથા પૂજા (અગરતલા, બેંગલુરુ, ચેન્નઈ ગંગટોક, ગૌહાટી, કાનપુર, કોચી, કોલકાતા, લખનૌ, પટણા, રાંચી, શિલોંગ, શ્રીનગર, થિરુવનંતપુરમ્)
૧૫ ઓકટોબર - દુર્ગા પૂજા/દશેરા/વિજયા દશમી ( ઇમ્ફાલ, શિમલાને બાદ કરતાં બધી બેન્ક)
૧૬ ઓકટોબર - દુર્ગા પૂજા (ગંગટોક)
૧૭ ઓકટોબર- રવિવાર
૧૮ ઓકટોબર – કટી બિહુ (ગૌહાટી)
૧૯ ઓકટોબર - ઇદે મિલાદ (અમદાવાદ, બેલાપુર, ભોપાલ, ચેન્નઈ, દેહરાદૂન, હૈદરાબાદ, ઇમ્ફાલ, જમ્મુ, કાનપુર, કોચી, લખનૌ, મુંબઈ, નાગપુર, દિલ્હી, રાયપુર, રાંચી, શ્રીનગર, થિરુવનંતપુરમ્)
૨૦ ઓકટોબર - મહર્ષિ વાલ્મીકિ જયંતી/લક્ષ્મી પૂજા/ઇદે-મિલાદ (અગરતલા, બેંગલુરુ, ચંડીગઢ, કોલકાતા, શિમલા)
૨૨ ઓકટોબર- શુક્રવાર ઇદે મિલાદ (જમ્મુ, શ્રીનગર)
૨૩ ઓકટોબર - ચોથો શનિવાર
૨૪ ઓકટોબર - રવિવાર
૨૬ ઓકટોબર- એસેશન ડે (જમ્મુ, શ્રીનગર)
૩૧ ઓકટોબર- રવિવાર


ડેન્ગ્યુના વધતાં કહેર વચ્ચે જાણો ડેન્ગ્યુ વિષેની સંપૂર્ણ માહિતી

ડેન્ગ્યુના વધતાં કહેર વચ્ચે જાણો ડેન્ગ્યુ વિષેની સંપૂર્ણ માહિતી  














ડેન્ગ્યુ છે શું ? 


ડેન્ગ્યુ તાવ એક વાયરલ બીમારી છે. ડેન્ગ્યુ તાવ માદા એડીસ-ઈજિપ્ત મચ્છરો દ્વારા ફેલાય છે, આ મચ્છરો દિવસે જ કરડે છે. ડેન્ગ્યુ તાવ હવા, પાણી, સાથે ખાવાથી કે અડવાથી ફેલાતો નથી

ડેન્ગ્યુ એ એક તાવનો પ્રકાર છે , જે ચેપી ઉષ્ણકટિબંધીય ડેન્ગ્યુ વાયરસના કારણે થાય છે .
ડેંગ્યુ એ એક વિષાણુ-જન્ય રોગ છે.

એડીસ ઇજીપ્તી મચ્છરના ચેપી દંશથી તેનું વહન થાય છે.

ચેપી મચ્છર દ્વારા દંશના 5-6 દિવસ પછી મનુષ્યને આ રોગ થાય છે.

તે બે સ્વરૂપમાં થાય છે: ડેંગ્યુ તાવ અને ડેંગ્યુ હેમરેજિક તાવ (ડીએચએફ)

ડેંગ્યુ તાવ તીવ્ર, ફ્લુ જેવી બીમારી છે.

ડેંગ્યુ હેમરેજિક તાવ (ડીએચએફ) વધુ તીવ્ર પ્રકારનો રોગ છે, જેનાથી મૃત્યુ થઈ શકે.

ડેંગ્યુ તાવ કે ડીએચએફ હોવાની જેમને શંકા હોય તેમણે એકવાર ડૉક્ટરની સલાહ લેવી જ જોઇએ.

ડેન્ગ્યુના સામાન્ય લક્ષણોઃ


 અચાનકથી જ વધુ તાવ આવવો 

 માથાનો દુઃખાવો 

સ્નાયુ અને સાંધામાં દુઃખાવો 

ત્વચા પર ઓરી જેવી ફોલ્લીઓ દેખાવી 

 નબળાઈ લાગવી

ભૂખ ન લાગવી

ગળામાં હળવો દુઃખાવો થવો

ડેન્ગ્યુ નિવારવાના ઘરગથ્થુ ઉપાયો


 એક કપ પાણીમાં એક ચમચી ગિલોયનો રસ , બે મરી , તુલસીના પાંચ પાન અને આદુને મિક્સ કરી પાણીમાં ઉકાળીને ઉકાળો બનાવો અને પાંચ દિવસ સુધી લો . તમે તેમાં થોડું મીઠું અને ખાંડ પણ મિશ્રિત કરી શકો છો . દિવસમાં બે વાર , સવારે નાસ્તા બાદ અને રાતે જમતાં પહેલાં લો .

 આહારમાં હળદર , અજમો , આદું , હીંગનો વધુમાં વધુ ઉપયોગ કરવો , તેમજ હળવો ખોરાક લો . 

ઊંઘ પૂરી લો , પાણી ઉકાળીને તેમજ વધુ માત્રામાં પાણી પીવો , તળેલું , તીખું ન ખાશો .

છાશ , નારિયેળ પાણી , લીંબુ પાણી વગેરે વધુ પીવો . 

સવારે અડધી ચમચી હળદરના પાણી સાથે અથવા રાતે અડધી ચમચી હળદર એક ગ્લાસ દૂધ સાથે લો . 

હા , શરદી કે કફ હોય તો દૂધ ન લો , તેના બદલે હળદરને પાણી સાથે પી શકો છો .

 વિટામિન - સી થી ભરપૂર વસ્તુઓનું સેવન કરો . 

એક દિવસમાં બે આમળા , નારંગી , મોસંબી લઈ શકો છો , તે આપણી રોગ પ્રતિકારક શક્તિ જાળવી રાખે છે . 

પોતાની મરજીથી કોઈપણ એન્ટી - બાયોટિક કે કોઈ દવા ન લો , તાવ વધુ જણાય તો , ડોક્ટર પાસે જઈને તેમની સલાહથી જ દવા લો .

ડેન્ગ્યુ થયો તો શું કરવું, શું ના કરવું


કુલરો તથા નાના કન્ટેનરોમાં સપ્તાહમાં ઓછામાં ઓછુ એકવાર પાણી બદલો.

દિવસે મચ્છરોના દંશથી બચવા એરોસોલનો ઉપયોગ કરો.

હાથ-પગ બહાર રહે તેવા કપડાં ના પહેરો.

બાળકોને પણ તેમના હાથ-પગ ઢંકાય તેવા કપડાં પહેરાવો.

દિવસે સૂતી વખતે મચ્છરદાની અથવા મોસ્કીટો રીપેલન્ટ વાપરો.

નવી E-કાર ખરીદવાની જરૂર નથી:જૂની પેટ્રોલ અથવા ડીઝલ કારને ઈલેક્ટ્રિકમાં કન્વર્ટ કરો, 74 પૈસામાં 1 કિમી સુધી દોડશે; જાણો કેટલો ખર્ચ આવશે







પેટ્રોલ અથવા ડીઝલ કારને ઇલેક્ટ્રિક કારમાં કન્વર્ટ કરવાનું કામ ઘણી ઈલેક્ટ્રિક વ્હીકલ પાર્ટ્સ બનાવતી ઘણી કંપનીઓ કરી રહી છે


mParivahan Complete Transport Solution for Citizen


ગુંજ ઠક્કર નો વિડીયો અહિંથી જુઓ


પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોથી દેશના ઇલેક્ટ્રિક વ્હીકલ (EV)ઈન્ડસ્ટ્રીને પ્રોત્સાહન મળી રહ્યું છે. એક તરફ આ સેગમેન્ટમાં ઘણી કંપનીઓ આગળ આવી રહી છે અને દર મહિને તેના વેચાણના આંકડા વધી રહ્યા છે. ટાટાના અનુસાર, 2025 સુધી તેના કુલ વેચાણમાં 25% ગાડીઓ ઈલેક્ટ્રિક હશે. જો કે, કોમન મેન માટે ઈલેક્ટ્રિક કારની ડિલ હજુ પણ મોંઘી છે. દેશમાં સૌથી વધુ વેચાતી ટાટા નેક્સન EVની કિંમત એક્સ-શોરૂમ રૂ .14 લાખથી શરૂ થાય છે.

જો તમારી પાસે ઇલેક્ટ્રિક કાર ખરીદવાનું બજેટ નથી, તો તમે તમારી પેટ્રોલ અથવા ડીઝલ કારને ઇલેક્ટ્રિક કારમાં કન્વર્ટ કરી શકો છો. આ કામ ઈલેક્ટ્રિક વ્હીકલ પાર્ટ્સ બનાવતી ઘણી કંપનીઓ કરી રહી છે. તેમજ તૈયાર કરવામાં આવેલી ઈલેક્ટ્રિક કાર પર વોરંટી પણ આપે છે. આ કામમાં ખર્ચ કેટલો આવે છે? કારની રેન્જ કેટલી હોય છે? પેટ્રોલની તુલનામાં દરરોજ કેટલો ખર્ચ આવશે? કેટલા સમયમાં પૈસા વસૂલ થઈ જશે?

પેટ્રોલ અને ડીઝલ કારને ઈલેક્ટ્રિક કારમાં કન્વર્ટ કરવાનું કામ કઈ કઈ કંપનીઓ કરી રહી છે
ફ્યુઅલ કારને ઈલેક્ટ્રિક કારમાં કન્વર્ટ કરવામાં સામેલ મોટાભાગની કંપનીઓ હૈદરાબાદમાં છે. તેમાં ઈટ્રાયો(etrio) અને નોર્થવેએમએસ (northwayms) મુખ્ય છે. આ બંને કંપનીઓ કોઈપણ પેટ્રોલ અથવા ડીઝલ કારને ઈલેક્ટ્રિક કારમાં કન્વર્ટ કરે છે. તમે વેગનઆર, અલ્ટો, ડિઝાયર, i10,સ્પાર્ક અથવા બીજી કોઈપણ પેટ્રોલ અથવા ડીઝલ કાર ઈલેક્ટ્રિક કારમાં કન્વર્ટ કરી શકો છો. કારમાં ઉપયોગ થતી ઈલેક્ટ્રિક કીટ લગભગ એક જેવી હોય છે. જો કે, રેન્જ અને પાવર વધારવા માટે બેટરી અને મોટરમાં ફરક હોઈ શકે છે. આ કંપનીઓની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને તમે તેમનો સંપર્ક કરી શકો છો. આ કંપનીઓ ઈલેક્ટ્રિક કાર પણ વેચે છે.

ફ્યુઅલ કારને ઈલેક્ટ્રિક કારમાં કન્વર્ટ કરવાનો ખર્ચ અને રેન્જ
કોઈપણ નોર્મલ કારને ઈલેક્ટ્રિક કારમાં કન્વર્ટ કરવા માટે રોલર, કંટ્રોલર, રોલર અને બેટરીનો ઉપયોગ કરવામાં આવે છે. કારમાં આવતો ખર્ચ એ વાત પર નિર્ભર કરે છે કે તમે કેટલા કિલોવોટની બેટરી અને કેટલા કિલોવોટની મોટર કારમાં લગાવવા માગો છે. કેમ કે આ બંને પાર્ટ કારના પાવર અને રેન્જ સાથે જોડાયેલા હોય છે. જેમ કે લગભગ 20 કિલોવોટની ઈલેક્ટ્રિક મોટર અને 12 કિલોવોટની લિથિયમ આયન બેટરીનો ખર્ચ લગભગ 4 લાખ રૂપિયા સુધી હોય છે. તેવી જ રીતે જો બેટરી 22 કિલોવોટની હશે તો તેનો ખર્ચ લગભગ 5 લાખ રૂપિયા સુધી આવશે.



કારની રેન્જ એ વાત પર નિર્ભર કરે છે કે તેમાં કેટલા કિલોવોટની બેટરીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેમ કે કારમાં 12 કિલોવોટની લિથિયમ આયન બેટરી લગાવવામાં આવે છે તો તે ફૂલ ચાર્જ થવા પર લગભગ 70 કિમીની રેન્જ આપશે. તેમજ 22 કિલોવોટની લિથિયમ આયન બેટરી લગાવવા પર રેન્જ વધીને 150 કિમી સુધી થઈ જશે. જો કે, રેન્જ ઓછી અથવા વધારવામાં મોટરનો પણ મુખ્ય રોલ હોય છે. જો મોટર વધારે પાવરફૂલ હોય છે તો કારની રેન્જ ઓછી થઈ જશે.

હવે જાણો પેટ્રોલ અથવા ડીઝલ કારને કેવી રીતે ઈલેક્ટ્રિક કારમાં કન્વર્ટ કરવી



જ્યારે આ કંપનીઓ કોઈ ફ્યુઅલ કારને ઈલેક્ટ્રિક કારમાં કન્વર્ટ કરે છે તો જૂના તમામ મિકેનિકલ પાર્ટ્સને બદલવામાં આવે છે. એટલે કે કારનું એન્જિન, ફ્યુઅલ ટેંક, એન્જિન સુધી પાવર પહોંચાડતા કેબલ અને બીજા પાર્ટ્સની સાથે ACનું કનેક્શન પણ ચેન્જ કરવામાં આવે છે. આ તમામ પાર્ટ્સને ઈલેક્ટ્રિક પાર્ટ્સ જેમ કે મોટર, કંટ્રોલર, રોલર, બેટરી અને ચાર્જરથી બદલવામાં આવે છે. આ કામમાં મિનિમમ 7 દિવસનો સમય લાગી શકે છે. તમામ પાર્ટ્સ કારના બોનેટની નીચે જ ફિક્સ કરવામાં આવે છે. તેમજ બેટરીના લેયરને કારના ચેસિસ પર ફિક્સ કરવામાં આવે છે. બુટ સ્પેસ સંપૂર્ણ રીતે ખાલી રહે છે. તેવી જ રીતે ફ્યુઅલ ટેંકને હટાવીને તેની કેપ પર ચાર્જિંગ પોઈન્ટ લગાવવામાં આવે છે. કારના મોડલમાં કોઈ પ્રકારનો ફેરફાર કરવામાં નથી આવતો.

પેટ્રોલની તુલનામાં ઈલેક્ટ્રિક કારથી બચત થશે
તમે તમારી પેટ્રોલ અથવા ડીઝલ કારને ઈલેક્ટ્રિક કારમાં કન્વર્ટ કરવા માટે 5 લાખ રૂપિયા ખર્ચ કરો છો, ત્યારબાદ 75 કિમીની રેન્જ આપે છે, ત્યારે 4 વર્ષ અને 8 મહિનામાં તમારા પૈસા વસૂલ થઈ જશે.



ધારો કે, તમે કારથી દરરોજ 50 કિમીની મુસાફરી કરો છો
ઈલેક્ટ્રિક કાર ફૂલ ચાર્જ થવામાં 6 કલાક અને 7 યુનિટ વીજળી ખર્ચ કરે છે.
1 યુનિટ વીજળીની કિંમત 8 રૂપિયા છે, જ્યારે સિંગલ ચાર્જમાં 56 રૂપિયા ખર્ચ થશે.
એટલે કે 56 રૂપિયાના ખર્ચમાં EV 75 કિલોમીટરની રેન્જ આપે છે.
એટલે કે 2 દિવસના ચાર્જિગમાં તમે કારને 3 દિવસ સરળતાથી ચલાવી શકશો.
દર મહિને કાર 20 વખત ચાર્જ કરવી પડશે, જેનો ખર્ચ 7 યુનિટ x 20 દિવસ = 140 યુનિટ હોય છે.
એટલે કે 140 યુનિટ x 8 રૂપિયા= 1120 રૂપિયા એક મહિનામાં ખર્ચ થાય છે.
તેવી જ રીતે વાર્ષિક ખર્ચ 12 મહિના x 1120 રૂપિયા= 13440 રૂપિયા થાય છે.
હવે 1 લીટર પેટ્રોલમાં કાર શહેરમાં 15kmની માઈલેજ આપે છે. 1 લીટર પેટ્રોલનો ખર્ચ 101 રૂપિયા (દિલ્હી) છે.
50km ચલાવવા માટે 3.33 લીટર પેટ્રોલની જરૂર પડે છે. એટલે કે 336 રૂપિયાનું પેટ્રોલ એક દિવસમાં ખર્ચ થશે.
આ હિસાબથી 1 મહિનામાં 30 દિવસ x 336 રૂપિયા = 10090 રૂપિયા પેટ્રોલ ખર્ચ થશે.
એટલે કે 1 વર્ષમાં 12 મહિના x 10090 રૂપિયા = 121078 રૂપિયા પેટ્રોલ ખર્ચ થશે.
ઈ-કારથી પેટ્રોલ કારની તુલનામાં વાર્ષિક 1,21,078 - 13440 = 1,07,638 રૂપિયાની બચત થશે.
એટલે કે 4 વર્ષ અને 8 મહિનામાં ઈલેક્ટ્રિક કારને તૈયાર કરવાનો સંપૂર્ણ ખર્ચ નીકળી જશે.

ઈલેક્ટ્રિક કાર 74 પૈસામાં એક કિમી સુધી દોડે છે. પેટ્રોલ અથવા ડીઝલ કારને ઈલેક્ટ્રિક કાર બનાવતી આ કંપની 5 વર્ષની વોરંટી પણ આપે છે. એટલે તમારે કારમાં ઉપયોગ થતી કીટ પર કોઈ વધારાનો ખર્ચ કરવો પડશે નહીં. તેમજ બેટરી પર કંપની 5 વર્ષની વોરંટી આપે છે. એટલે કે 5 વર્ષ બાદ તમારે બેટરી બદલવાની જરૂર પડશે. તેમજ પેટ્રોલ અથવા ડીઝલ કારમાં તમારે વાર્ષિક સર્વિસનો ખર્ચ પણ કરવો પડશે. તે તમને કીટ અને તમામ પાર્ટ્સની વોરંટી સર્ટિફિકેટ પણ આપે છે. તેને સરકાર અને RTO દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

Source of Divya Bhaskar

No comments:

Post a Comment