Pages

Search This Website

Thursday, 5 August 2021

Whatsapp ઓફિશિયલ રીતે પોતાનું નવુ feature View Once લોન્ચ કરી દીધુ છે.

 

Whatsapp ઓફિશિયલ રીતે પોતાનું નવુ feature View Once લોન્ચ કરી દીધુ છે.




 Whatsapp new feature "View Once"

Whatsapp ઓફિશિયલ રીતે પોતાનું નવુ feature View Once લોન્ચ કરી દીધુ છે. જેમાં હવે યૂઝર્સ ડિસઅપીયરિંગ મેસેજ અને વીડિયો મોકલી શક્શે. વોટ્સએપે કહ્યું કે તેણે આ ફિચર્સ પોતાના યૂઝર્સને વધુ પ્રાઈવસી આપવા માટે લોન્ચ કર્યુ છે. પરંતુ તેમાં શંકાને કોઈ સ્થાન નથી કે તેમણે આ View Once ફિચરને snapchat ટક્કર આપવા માટે કર્યુ છે. 


How to work Whatsapp new feature "View Once"?

આ View Once  ફિચર વોટ્સએપમાં આવવાથી યૂઝર્સ photo કે video સેન્ડ કરશે, પરંતુ તેને એકવાર જોયા બાદ તે ગાયબ થઈ જશે. આ photo કે video ગેલેરીમાં સેવ પણ નહીં થઈ શકે. તમે જો આ photo કે video જોઈ લીધો હશે તો તે ગાયબ થઈ જશે અને બીજા વ્યક્તિને તે Open લખાઈને આવી જશે.


સાથે જ જો 14 દિવસ સુધી આ photo કે videoને ખોલવામાં ન આવે તો પણ તે જાતે જ delete થઈ જશે. જો તમે કોઈને private ફોટોઝ મોકલી રહ્યા છો અથવા તો કોઈને એકાઉન્ટ નંબર અથવા તો OTP મોકલી રહ્યા હોવ તો આ ફિચર View Once કામનું છે.

જો તમે કોઈને નવા View Once ફિચરનો ઉપયોગ કરીને photo કે video મોકલો છો તો બની શકે કે સામેવાળી વ્યક્તિ તેનો સ્ક્રિન શોટ લઈ લે. તેવી સ્થિતીમાં કોઈ એવુ ફિચર નથી જે સ્ક્રિન શોટને લોક કરી શકે.

No comments:

Post a Comment