KBCમાં અત્યાર સુધી કેટલા રૂપિયા આપવામાં આવ્યા હતા?:1400થી પણ વધુ લોકો હોટ સીટ પર બેસી ઇનામ જીતી ચૂક્યા છે, જાણો આ શોના તમામ કરોડપતિઓ હાલ શું કરે છે?
KBCમાં અત્યાર સુધી કેટલા રૂપિયા આપવામાં આવ્યા હતા?:1400થી પણ વધુ લોકો હોટ સીટ પર બેસી ઇનામ જીતી ચૂક્યા છે, જાણો આ શોના તમામ કરોડપતિઓ હાલ શું કરે છે?
કૌન બનેગા કરોડપતિ'ની 14મી સીઝન 30 ડિસેમ્બરના રોજ પૂરી થઈ છે અને દર્શકો 15મી સીઝનની રાહ જોઈ રહ્યા છે. 'KBC'એ અત્યાર સુધીમાં કેટલા રૂપિયા સ્પર્ધકોને મળ્યા હશે? અત્યાર સુધીમાં કેટલા સ્પર્ધકો આ શોમાં આવી ચૂક્યા હશે? આ શોને હોસ્ટ કરવા માટે શાહરુખ ખાન અને અમિતાભ બચ્ચનને કેટલી ફી મળી હશે? નોંધનીય છે કે ત્રીજી સીઝનને શાહરુખ ખાને હોસ્ટ કરી હતી અને એ સિવાયની તમામ સીઝન અમિતાભ બચ્ચને જ કરી છે. 14 સીઝનના કુલ કેટલા કરોડપતિ હશે અને તેઓ શું કરતા હશે? આજે તમને આ તમામ સવાલોના જવાબ આપીશું.
પહેલી સીઝન ક્યારે શરૂ થઈ જાણો સંપૂર્ણ માહિતી?
રાજ્ય સરકારના કર્મચારીઓને ૧૦ / ૨૦ /૩૦ વર્ષે ઉચ્ચત્તર પગાર ધોરણ આપવા બાબત લેટેસ્ટ પરિપત્ર
પરિપત્ર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
'કૌન બનેગા કરોડપતિ'નો પહેલો એપિસોડ 3 જુલાઈ, 2000ના રોજ ટેલિકાસ્ટ થયો હતો. વર્ષ 2002, 2003, 2004 એમ ત્રણ વર્ષ સુધી એકપણ સીઝન આવી નહોતી. બીજી સીઝન 2005માં આવી હતી. પછી ફરી બે વર્ષનો બ્રેક લેવામાં આવ્યો હતો અને ત્રીજી સીઝન 2007 માં આવી હતી. ચોથી સીઝન 2010 માં તો પાંચમી સીઝન 2011 માં, છઠ્ઠી 2012 માં, સાતમી 2013 માં, આઠમી 2014માં આવી હતી. ત્રણ વર્ષ બાદ એટલે કે 2017માં નવમી સીઝન આવી હતી. 2018માં દશમી, 2019માં 11મી, 2020માં 12મી, 2021માં 13મી તથા 14મી સીઝન 2022 માં આવી હતી.
'KBC'ની 14 સીઝનમાં ટોટલ 28 લોકો કરોડપતિ બન્યા છે, જેમાં એકમાત્ર બોલિવૂડ સેલેબ કપલ અજય દેવગન-કાજોલ પણ સામેલ છે. આ શોના પ્રોડ્યુસર્સે અત્યાર સુધીમાં હોટ સીટ પર બેસનારા તમામ સ્પર્ધકોને એક અબજથી પણ વધુ જેટલી રકમ આપી છે. પહેલી સીઝનથી લઈને 14મી સીઝન સુધી ટોટલ 1446 લોકો હોટ સીટ પર બેસી ચૂક્યા છે. નવાઈની વાત એ છે કે ત્રીજી સીઝનમાં શોને એક પણ કરોડપતિ મળ્યા ન હોતા. આ સીઝનને શાહરુખ ખાને હોસ્ટ કરી હતી.
તો ચાલો... જાણીએ કે સીઝન પ્રમાણે શોના પ્રોડ્યુસર્સે કેટલા રૂપિયા હોસ્ટ ને કેટલા રૂપિયા સ્પર્ધકોને આપ્યા? પહેલી સીઝનથી લઈ 14મી સીઝનના કરોડપતિ ક્યાં છે ને શું કરે છે હાલ?
No comments:
Post a Comment