Pages

Search This Website

Friday, 4 November 2022

લર્નર લાઇસન્સ ડાઉનલોડ કેવી રીતે કરવું? । Download Learner License Online In Gujarati

 

લર્નર લાઇસન્સ ડાઉનલોડ કેવી રીતે કરવું? । Download Learner License Online In Gujarati

જ્યારે તમે પાકા ડ્રાઇવિંગ લાઇસન્સ માટે અરજી કરતા હોવ છો ત્યારે સૌ પ્રથમ તમારે લર્નર લાઇસન્સ બનાવવું ફરજિયાત હોય છે લર્નર લાઇસન્સ આવી ગયા બાદ જ તમે પાકા લાયસન્સ માટે અરજી કરી શકો છો અને પરીક્ષા આપી શકો છો. જો તમે લર્નર લાઇસન્સ માટે અરજી કરી દીધી છે અથવા તો પરીક્ષા આપી દીધી છે અને પાસ પણ થઈ ગયા છો તો તો તમને આરટીઓ તરફથી લર્નર લાઇસન્સ મળે છે. અમુક કારણોસર તમારું લર્નર લાઇસન્સ ખોવાઈ જાય અથવા ફાટી જાય તો તમને તકલીફ થઈ શકે છે. 

તો આજના આ લેખમાં હું તમને જણાવીશ કે તમે તમારું લર્નર લાઇસન્સ ઓનલાઇન કેવી રીતે ડાઉનલોડ કરવું તેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જાણવા મળશે.

લર્નર લાઇસન્સ ડાઉનલોડ કરવા માટે જરૂરી માહિતી

  • લર્નર લાઇસન્સ ના એપ્લિકેશન નંબર
  • ઉમેદવારને જન્મ તારીખ

જ્યારે તમે લર્નિંગ લાઇસન્સ માટે અરજી કરી હશે ત્યારે તમારા મોબાઈલ નંબર ઉપર એક મેસેજ આવ્યો હશે જેમાં તમારા એપ્લિકેશન નંબર તમને જોવા મળશે.

લર્નર લાઇસન્સ કેવી રીતે ડાઉનલોડ કરવું? How To Download Learner's License Online in Gujarati 

ઓનલાઇન લર્નર લાઇસન્સ ડાઉનલોડ કરવા માટે નીચે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ સમજાવવામાં આવેલી છે.


STEP 1 : સૌપ્રથમ તમારે પરિવહન ની ઓફિસિયલ વેબસાઈટ ઉપર જવાનું રહેશે. https://parivahan.gov.in/parivahan/


STEP 2 : ત્યારબાદ “Drivers/ Learners License” ઉપર ક્લિક કરવાનું રહેશે.



STEP 3 : ત્યારબાદ તમારું રાજ્ય અને આરટીઓ સિલેક્ટ કરવાનું રહેશે.




STEP 4 : ત્યારબાદ નવું પેજ ખુલશે અને ત્યાં Learner Licence સેકશન માં તમને Print Learner Licence (Form3) જોવા મળશે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે.



STEP 5 : ત્યારબાદ એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ નાખવાનું રહેશે ત્યારબાદ સબમીટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.



STEP 6 : સબમિટ બટન ઉપર ક્લિક કર્યા બાદ તમારી સામે તમારા એપ્લિકેશન નું નામ નંબર બધી માહિતી જોવા મળશે. 


STEP 7 : એ બધી માહિતી ચકાસીને તમારે પ્રિન્ટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે તમારું લર્નર લાઇસન્સ ડાઉનલોડ થઈ જશે.



હવે તમે તમારું લર્નર લાઇસન્સ પીડીએફમાં જોઈ શકો છો. અને તમારા મોબાઇલમાં સાચવીને રાખી શકો છો જરૂર પડે ત્યારે તમે તેનો ઉપયોગ પણ કરી શકો છો.


લર્નર લાઇસન્સ ડાઉનલોડ કરવા માટે વારંવાર પૂછાતા પ્રશ્નો-FAQs 

પ્રશ્ન 1: જો મારું લર્નિંગ લાયસન્સ ખોવાઈ ગયું હોય તો? શું હું ડ્રાઇવિંગ લાઇસન્સ માટે અરજી કરી શકું?

જવાબ: ના, તમે પાકા ડ્રાઇવિંગ લાઇસન્સ માટે અરજી કરી નથી શકતા. તમારે હાર્ડ કોપી અથવા સોફ્ટ કોપીમાં લર્નર લાઇસન્સ આપવું ફરજિયાત છે.


પ્રશ્ન 2: શું હું એક્સપાયર્ડ લર્નર લાઇસન્સ આ રીતથી ડાઉનલોડ કરી શકું છું?

જવાબ : ના તમે આ રીતે થી લર્નિંગ લાઇસન્સ ડાઉનલોડ કરી શકતા નથી.


પ્રશ્ન 3: શું હું લર્નર લાઇસન્સ ગમે તે રાજ્યમાં ડાઉનલોડ કરી શકુ છું?

જવાબ: હા ઉપર દર્શાવેલ સ્ટેપ મુજબ તમે ગમે તે રાજ્ય માટે તમારા લર્નર લાઇસન્સ ડાઉનલોડ કરી શકો છો.

No comments:

Post a Comment