Pages

Search This Website

Wednesday, 10 August 2022

PM યશસ્વી શિષ્યવૃત્તિ યોજના ૨૦૨૨ સંપૂર્ણ માહિતી અહીંથી જાણો




PM યશસ્વી શિષ્યવૃત્તિ યોજના ૨૦૨૨ સંપૂર્ણ માહિતી અહીંથી જાણો




PM યશસ્વી શિષ્યવૃત્તિ યોજના ૨૦૨૨ : નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ PM યંગ અચીવર્સ સ્કોલરશિપ એવોર્ડ સ્કીમ (YASASVI) માટે ઓનલાઈન અરજીઓ આમંત્રિત કરી છે. રસ ધરાવતા વિદ્યાર્થીઓ PM યસસ્વી શિષ્યવૃત્તિ પ્રવેશ પરીક્ષા યોજના માટે અધિકૃત વેબસાઇટ www.yet.nta.ac.in પર ઓનલાઈન અરજી કરી શકે છે. PM યસસ્વી શિષ્યવૃત્તિ યોજના અરજી ફોર્મ 2022 સબમિટ કરવાની છેલ્લી તારીખ 26મી ઓગસ્ટ 2022 છે બપોરે 11:50 વાગ્યા સુધી. તમામ વિદ્યાર્થીઓ પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજનાની અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા, પાત્રતા, મહત્વપૂર્ણ તારીખો, પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજના 2022 માટે શિષ્યવૃત્તિની રકમની સંપૂર્ણ વિગતો નીચે આપેલ લેખથી મેળવી શકશો.
PM યશસ્વી શિષ્યવૃત્તિ યોજના ૨૦૨૨

PM યશસ્વી શિષ્યવૃત્તિ યોજના ૨૦૨૨ : ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા PM યશસ્વી શિષ્યવૃત્તિ યોજના હેઠળ વર્ષ 2022-23ની પરીક્ષા તારીખ જાહેર કરવામાં આવી છે. PM યશસ્વી શિષ્યવૃત્તિ યોજના હેઠળ લાખો રૂપિયાની સ્કોલરશીપ આપવામાં આવે છે. PM યશસ્વી શિષ્યવૃત્તિ યોજના 78 શહેરોમાં 11 સપ્ટેમ્બરના રોજ યોજવામાં આવશે જેનો લાભ અન્ય પછાત વર્ગ (OBC), આર્થિક રીતે પછાત વર્ગ (EBC) અને વિચરતી વિમુક્તિ જાતિ (DNT)ના ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળશે.

પોસ્ટ ટાઈટલ PM યશસ્વી શિષ્યવૃત્તિ યોજના
પોસ્ટ નામ PM યશસ્વી શિષ્યવૃત્તિ યોજના
પોસ્ટ પ્રકાર શિષ્યવૃત્તિ યોજના
હેઠળ ભારત સરકાર
વિભાગ સામાજિક ન્યાય અને અધિકારીતા
પરીક્ષા તારીખ 11-09-2022 (રવિવાર)
સત્તાવાર વેબ સાઈટ https://socialjustice.gov.in
https://www.nta.ac.in
https://yet.nta.ac.in
અરજી પ્રકાર ઓનલાઈન

PM યશસ્વી શિષ્યવૃત્તિ યોજના પૂરું નામ
PM યશસ્વી યોજના પૂરું નામ PM Young Achievers Scholarship Award Scheme for Vibrant India (PM YASASVI) છે.

PM યશસ્વી શિષ્યવૃત્તિ યોજના 2022નો ઉદ્દેશ્ય
ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ યોજના મુખ્ય ઉદ્દેશ અન્ય પછાત વર્ગ (OBC), આર્થિક રીતે પછાત વર્ગ (EBC) અને વિચરતી વિમુક્તિ જાતિ (DNT)ના ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ અધવચ્ચે મૂકવાને બદલે આગળ અભ્યાસ શરૂ રાખે તે માટે જરૂરી વસ્તુઓ મળી રહે. આ યોજના અંતર્ગત દર વર્ષે 15000 વિદ્યાર્થીઓને 383.65 કરોડની સહાય કરવામાં આવશે.

PM યશસ્વી શિષ્યવૃત્તિ યોજનાથી લાભ
ભારત સરકાર હેઠળના વિભાગ દ્વારા શરુ કરવામાં આવેલ આ યોજનાનો સિદ્ધો લાભ પછાત વર્ગોના વિદ્યાર્થીઓને થશે. જે લોકો આર્થિક પરિસ્થિતીના લીધે પોતાનો અભ્યાસ અધ્ધવચ્ચે જ છોડી ડે છે તેવા લોકો માટે આ યોજના આશીર્વાદ રૂપ નીવડશે કારણ કે આ યોજના થકી ગરીબ વિદ્યાર્થીઓને સહાય મળશે. PM યશસ્વી યોજના પારદર્શક છે કારણ કે કોમ્પ્યુટર બેઝ પરીક્ષા આપવાની રહેશે. ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓને વાર્ષિક 75000 રૂપિયા મળવા પાત્ર છે અને ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓને 1,25,000 રૂપિયા મળવા પાત્ર છે.

PM યશસ્વી શિષ્યવૃત્તિ સ્કોલરશીપ યોજના માટે પાત્રતાઅરજદાર ભારતીય નાગરિક જોવો જોઈએ.
અરજદાર અન્ય પછાત વર્ગ (OBC), આર્થિક રીતે પછાત વર્ગ (EBC) અને વિચરતી વિમુક્તિ જાતિ (DNT) જાતિના હોવા જોઈએ.
વિદ્યાર્થી લીસ્ટ આપેલ તેમાંથી સ્કુલમાં અભ્યાસ કરતો હોવો જોઈએ
2021-22માં ધોરણ 8 અથવા ધોરણ 10 પાસ કરેલ હોવું જોઈએ.
વાલીની વાર્ષિક આવક મર્યાદા 2.5 લાખની હોવી જોઈએ.
ધોરણ 9ની પરીક્ષા માટે અરજી કરનાર ઉમેદવારનો જન્મ 01-04-2006 થી 31-03-2010 (બંને દિવસો સહીત)ની વચ્ચે થયેલો હોવો જોઈએ
ધોરણ 11ની પરીક્ષા માટે અરજી કરનાર ઉમેદવારનો જન્મ 01-04-2004 થી 31-03-2008 (બંને દિવસો સહીત)ની વચ્ચે થયેલો હોવો જોઈએ
છોકરા-છોકરી બંને અરજી કરી શકે છે.

PM YASASVI શિષ્યવૃત્તિ યોજના આવક મર્યાદા
આ યોજના માટે માતા-પિતા/વાલીની વાર્ષિક આવક મર્યાદા 2.5 લાખની હોવી જોઈએ.


કેટલી સહાય મળવાપાત્ર
ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓને વાર્ષિક 75,000 રૂપિયા મળવાપાત્ર છે અને ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓને 1,25,000 રૂપિયા મળવાપાત્ર છે.

PM યશસ્વી શિષ્યવૃત્તિ યોજના 2022 પરીક્ષા તારીખ
PM યશસ્વી સ્કોલરશીપ યોજનાની પરીક્ષા તારીખ 11-09-2022 (રવિવાર)ના રોજ લેવાશે જે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ (CBT) હશે.

PM યશસ્વી શિષ્યવૃત્તિ યોજના ડોક્યુમેન્ટ લીસ્ટ
અભ્યાસનું સર્ટીફીકેટ
આધારકાર્ડ
બેંક ખાતું (આધાર કાર્ડ સાથે જોડાયેલ)
આવકનું પ્રમાણપત્ર
જાતિ પ્રમાણપત્ર
મોબાઈલ નંબર
ઈ-મેઈલ એડ્રેસ

PM યશસ્વી શિષ્યવૃત્તિ અરજી કઈ રીતે કરશો?
NTAની સત્તાવાર વેબસાઈટ www.yet.nta.ac.in પર જાઓ
PM યશસ્વી સ્કોર્શીપ યોજના માટે રજીસ્ટ્રેશન કરો અને લોગીન કરો
માંગેલ તમામ માહિતી ભરો અને સબમિટ કરો
ફોર્મની PDF કોપી ડાઉનલોડ કરી લ્યો.

PM યશસ્વી પરીક્ષા પદ્ધતિ
MCQ પ્રકારના પ્રશ્ન.
સાચા જવાબના માર્ક્સ મળે છે.
નેગેટીવ માર્ક્સ નહી ગણાઈ
પરીક્ષાનો સમય 3 કલાકનો રહેશે

PM યશસ્વી શિષ્યવૃત્તિ યોજના ઉપયોગી તારીખો
ફોર્મ ભરવાના શરુ તારીખ 27-07-2022
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 26-08-2022 (05:00 PM)
એડમિટ કાર્ડ (કોલ લેટર) જાહેર તારીખ 05-09-2022
PM યશસ્વી શિષ્યવૃત્તિ યોજના પરીક્ષા તારીખ 11-09-2022
પરીક્ષા પ્રકાર કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ (CBT)
પરીક્ષા સમય 02 : 00 PM થી 05 : 00 PM
પરીક્ષાનો સમયગાળો 3 કલાક

PM યશસ્વી શિષ્યવૃત્તિ યોજના ઉપયોગી લીંક

ઓફિશિયલ નોટીફીકેશન | અરજી કરો

No comments:

Post a Comment