Pages

Search This Website

Wednesday, 2 March 2022

મીઠું ખાવાના નુકસાન:રાંધેલા ખોરાકમાં અલગથી મીઠું ઉમેરવાથી હાડકાં અને કિડનીની સમસ્યા થઈ શકે, એક્સપર્ટ પાસેથી જાણો રોજ કેટલું મીઠું ખાવું જોઈએ

 





મીઠું ખાવાના નુકસાન:રાંધેલા ખોરાકમાં અલગથી મીઠું ઉમેરવાથી હાડકાં અને કિડનીની સમસ્યા થઈ શકે, એક્સપર્ટ પાસેથી જાણો રોજ કેટલું મીઠું ખાવું જોઈએ
 








દરેક વ્યક્તિએ આખા દિવસમાં માત્ર એક ચમચી એટલે કે પાંચ ગ્રામ મીઠાનું સેવન કરવું જોઈએ


શું તમે પણ રાંધેલા ખોરાકમાં અલગથી મીઠું ખાઓ છો? શું તમે પણ પેકેજ્ડ ફૂડ વધારે ખાઓ છો? મીઠાની વધારે માત્રા તમને બીમાર કરી શકે છે, કેમ કે જરૂર કરતાં વધારે મીઠાનું સેવન સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. ડાયટિશિયન અને ન્યુટ્રિશનિસ્ટ શિલ્પા મિત્તલ જણાવી રહ્યાં છે કે આખા દિવસમાં કેટલું મીઠું ખાવું જોઈએ અને વધારે મીઠું ખાવાથી શરીરને શું નુકસાન થઈ શકે છે.

ડાયટિશિયન શિલ્પા મિત્તલ વધારે મીઠું ખાવાના ગેરફાયદા વિશે જણાવતાં કહે છે કે, ‘WHOના જણાવ્યા અનુસાર, દરેક વ્યક્તિએ આખા દિવસમાં માત્ર એક ચમચી એટલે કે પાંચ ગ્રામ મીઠાનું સેવન કરવું જોઈએ. તેનાથી વધારે મીઠું સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. એક ચમચી મીઠું સ્વસ્થ વ્યક્તિ માટે હાનિકારક નથી, પરંતુ જે લોકોને પહેલેથી જ હાર્ટ ડિસીઝ, ઑસ્ટિયોપોરોસિસ, કિડની વગેરેની સમસ્યા છે, તેમને વધારે મીઠાનું સેવન ન કરવું જોઈએ.’



વધારે મીઠું ખાવાનાં નુકસાન

જરૂર કરતાં વધારે મીઠાનું સેવન તમને બીમાર બનાવી શકે છે તેથી તેનું સેવન મર્યાદિત માત્રામાં કરવું.
વધારે મીઠું ખાવાથી શરીરમાં વોટર રિટેન્શન વધી જાય છે. જેમ મીઠું ખુલ્લું રાખવાથી ભેજને શોષી લે છે, તેવી જ રીતે મીઠું શરીરમાં પાણીને જમા રાખે છે.
વધારે મીઠું ખાવાથી હાર્ટ ડિસીઝ, બ્લડ પ્રેશર અને સ્ટ્રોકની સંભાવના વધી જાય છે.
જે લોકો વધારે મીઠું ખાય છે, તેમનાં હાડકાં કમજોર થઈ જાય છે અને તેમને ઑસ્ટિયોપોરોસિસની સમસ્યા થઈ શકે છે.



વધારે મીઠું ખાવાથી તરસ વધારે લાગે છે. તમે પણ એ મહેસૂસ કર્યું હશે કે ઘરના ખાવાની તુલનામાં હોટેલનું ખાવાનું ખાવાથી તરસ વધારે લાગે છે, તેનું કારણ છે ભોજનમાં મીઠાની વધારે માત્રા.

વધારે મીઠું ખાવાથી તેને બહાર કાઢવા માટે કિડની પર દબાણ વધે છે, જેનાથી કિડની સંબંધિત બીમારીઓ થઈ શકે છે.

No comments:

Post a Comment