Pages

Search This Website

Friday, 21 January 2022

ગુજરાતમાં ફરી વધશે ઠંડી


ગુજરાતમાં ફરી વધશે ઠંડી

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે.


રાજ્યમાં એક તરફ કમોસમી વરસાદ પડ્યો છે. ત્યાર બાદ હવે સમગ્ર રાજ્યમાં કાતિલ ઠંડી પડી રહી છે. ઉત્તર-પૂર્વ તરફથી ફૂંકાઈ રહેલા બર્ફીલા પવનના કારણે શીતલહેરનું મોજું ફરી વળ્યું છે. અમદાવાદ, રાજકોટ સહિત રાજ્યના 9 શહેરોમાં લઘુત્તમ તપામાન ઘટી જતાં લોકો કાતિલ ઠંડી ઠરી ગયા છે. ત્યારે હવે હવામાન વિભાગની આગાહી અનુસાર આજ થી અગામી 28મી જાન્યુઆરી સુધી અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં કડકડતી ઠંડી પડશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.

દરિયા કિનારા વિસ્તારમાં તેજ પવનો ફૂંકાશે

ચાલુ વર્ષે જાન્યુઆરીમાં 3 વખત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદનો દૌર યથાવત રહેવા પામ્યો છે.ત્યારે હવામાન વિભાગે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં આગામી 6 દિવસો સુધી શીતલહેરની વકી કરી છે તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેની વચ્ચે દ્વારકાના દરિયા કિનારાના વિસ્તારોમાં ઝડપી પવન ફૂંકાતા દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે.આમ દરમિયામાં તેજ પવન સાથે કરંટને કારણે દરિયા કિનારાઓ પર 8થી 10 ફુટ ઉંચા મોજા ઉછળતાં જોવા મળ્યાં છે. આમ દરિયામાં કરંટ આવતાં તંત્ર દ્વારા માછીમારોને વધુ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

ઠંડી વધવાનુ કારણ ભારતમાં થયેલી હિમવર્ષા

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં હજુ વધુ ઠંડી પડવાની અને કોલ્ડ વેવની આગાહી હવામાન વિભાગે કરી છે. ઠંડી વધવાનુ કારણ ભારતમાં થયેલી હિમવર્ષા છે. ઉત્તર ભારતના પર્વતીય રાજ્યો જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા થઈ છે. પહાડો પર ભારે હિમવર્ષાના પગલે અને ત્યાંથી પવનો ફૂંકાવાના કારણે ઉત્તર ગુજરાતમાં પણ ઠંડા પવનો ફૂંકાતા કોલ્ડવેવની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર અને અમદાવાદમમાં કાતિલ ઠંડીનુ મોજું ફરી વળશે. બનાસકાંઠા અને પાટણના સરહદી રણ વિસ્તારોમાં હાડ થીજાવી દેતી કાતિલ ઠંડી પડશે.




હે ભગવાન..! યુવક જીવતા સાપને દોરડું બનાવીને લાગ્યો કુદવા- આ વિડીયો જોઇને બે ઘડી શ્વાસ થંભી જશે





હે ભગવાન..! યુવક જીવતા સાપને દોરડું બનાવીને લાગ્યો કુદવા- આ વિડીયો જોઇને બે ઘડી શ્વાસ થંભી જશે


હાલમાં એક વિડીયો સોશિયલ મીડિયા(Social media) પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વિડિયો જોયા પછી તમારો આત્મા ચોક્કસ કંપી જશે. આ વીડિયો(Viral videos)માં એક યુવક દોરડું બનાવીને સાપ પર કૂદતો જોવા મળી રહ્યો છે. વીડિયો મહારાષ્ટ્ર(Maharashtra)નો જણાવવામાં આવી રહ્યો છે. વિડિયો જોઈને તમારું લોહી ઉકળી જશે કે કેવી રીતે કોઈ વ્યક્તિ સાપને દોરડું બનાવીને કૂદી શકે છે.




સાપને દોરડું બનાવીને કુદી રહ્યો છે:
વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક યુવકે એક હાથે જીવતા સાપનું મોં પકડ્યું છે અને બીજા હાથથી તેની પૂંછડી પકડી છે. આ પછી, તે દોરડું બનાવીને કૂદવાનું શરૂ કરે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે યુવક ઘણી વખત સાપ પરથી દોરડું કૂદી રહ્યો છે. આ દરમિયાન તે ખૂબ જ મસ્તીથી હસી રહ્યો છે. ક્યારેક તેના પગ નીચે સાપ પણ આવી જાય છે. આના કારણે સાપને ઈજા થવાની પણ શક્યતા છે.


આમ છતાં યુવકને સાપ પર દયા નથી આવતી અને દોરડું કૂદવાનું ચાલુ રાખે છે. ઘણા લોકો યુવકનો વીડિયો બનાવી રહ્યા છે અને હસતા સંભળાઈ રહ્યા છે. વીડિયો મુંબઈને અડીને આવેલા પાલઘરનો જણાવવામાં આવી રહ્યો છે. વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ યુવક પર ગુસ્સો ઠાલવતા જોવા મળી રહ્યા છે.


હેલો મિત્રો આ છોકરો સાપ ને દોરડું બનાવીને કુદે છે અને આ ન્યૂઝ ઇન્સ્થાગ્રામ માંથી લેવામાં આવી છે અને નીચે તે ક્રેડિટ લિંક પણ આપેલ છે

Waich Video 


Credit link


યુવક સર્પમિત્ર હોય તેવું કહેવાય છે:
મીડિયા રિપોર્ટ અનુસાર, સાપની દોરડું બનાવીને કૂદનાર યુવક સર્પમિત્ર છે. જો કે, તેની આ હરકતો જોઈને, તેને બિલકુલ અવગણી શકાય નહીં. ઘણા લોકો યુવકની આકરી ટીકા કરી રહ્યા છે. સાથે જ અનેક લોકો યુવકો સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. વીડિયો વાયરલ થયા બાદ છોકરાની શોધ ચાલુ છે.





ALSO READ
ચાલતો જતો આ વ્યક્તિ જોતજોતામાં જમીનમાં સમાઈ ગયો- વિડીયો જોઇને હચમચી ઉઠશો



મિત્રો આ ન્યૂઝ છે પણ તમે આવું ક્યારે ના કરજો અને આ વાયરલ વિડીયો અમે બસ મનોરંજ માટે લાવીયા છીએ અને વેબસાઈટ માંથી વાયરલ ન્યૂઝ અને વાયરલ વિડીયો જોવા તમને મળી જશે .

No comments:

Post a Comment