અમદાવાદ: કોરોના રસીનો બીજો ડોઝ ન લેનારા માટે મહત્વનો નિર્ણય
બ્રેકિંગ ન્યૂઝ:જો કોરોના વેક્સિનનો બીજો ડોઝ નહીં લીધો હોય તો પોલીસ ફોન કરશે, AMCએ પોલીસને લિસ્ટ સોંપ્યું
અમદાવાદ: રાજ્ય અને દેશભરમાં એક વખત ફરીથી કોરોનાના કેસોમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. તેવામાં સરકારે કિશોરોનું રસીકરણ શરૂ કર્યું છે તો સીનિયર સિટીજન માટે પ્રિકોશન ડોઝની પણ જાહેરાત કરી છે. જોકે, હજું પણ અનેક લોકો એવા છે જેમને બીજો ડોઝ લીધો નથી. તેવામાં અમદાવાદ જેવી મેઘાસીટીમાં રસીકરણની ઝડપ વધારવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
શહેરોમાં ઓમિક્રોન સહિત કોવિડના કેસો વધુ પ્રમાણમાં આવી રહ્યાં છે. તેવામાં અમદાવાદમાં વેક્સિનેશનને 100 ટકા પૂર્ણ કરવા માટે પોલીસની મદદ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હવે એએમસી દ્વારા શહેર પોલીસની મદદ લેવાનું નક્કી કરવામાં આવ્યું છે.
તેથી એએમસી દ્વારા બીજો ડોઝ ના લેનારાઓની ટોટલ માહિતી પોલીસને આપી દેવામાં આવી છે. હવે બીજો ડોઝ ન લેનારાને સ્થાનિક પોલીસ પણ ફોન કોલ કરશે. amcના 7 ઝોન મુજબ આવતા પોલીસ સ્ટેશન માંથી રિમાઇન્ડર કોલ કરવામાં આવશે. હાલ હજી સુધી અંદાજે 6 લાખ લોકોએ રસીનો બીજો ડોઝ લીધા નથી.
રાજ્યમાં કોરોનાના કેસો હવે સતત વધી રહ્યા છે. જેમાં ખાસ કરીને અમદાવાદમાં સૌથી વધુ કેસો નોંધાયા છે, કોરોનાથી બચવા માટે વેક્સિનેશન એક જ ઉપાય છે ત્યારે લોકો વ્યક્તિના બંને ડોઝ લે, તેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વેક્સિનેશન કાર્યક્રમ અને લોકોને બીજો ડોઝ લેવા માટે જાણ કરવામાં આવી હતી. પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનના ખૂબ પ્રયત્નો પછી પણ લોકો વેક્સિન લેતા નહોતા. જેને પગલે લોકો ડરીને વેક્સિન લે તેના માટે કોર્પોરેશને પોલીસનો સહારો લીધો છે. કોરોના વેક્સિન લેવા માટે હવે મ્યુનિસિપલ કોર્પોરેશન નહીં, પરંતુ પોલીસ સ્ટેશનમાંથી ફોન આવશે. કોર્પોરેશને પોલીસને લિસ્ટ પણ સોંપી દીધું છે.
6 લાખથી વધુનો બીજો ડોઝ બાકી
જેણે બીજો ડોઝ નથી લીધો તેને જે તે સ્થાનિક પોલીસ દ્વારા ફોન કરી અને વેક્સિનનો બીજો ડોઝ લઇ લો તેવું જણાવવામાં આવશે. અમદાવાદમાં આશરે 6 લાખથી વધુ લોકોને બીજો ડોઝ લેવાનો બાકી છે.
કોર્પોરેશન ફોન કરીને જાણ કરતું પણ લોકો માનતા નહીં
અમદાવાદ શહેરમાં કોરોના વેક્સિનેશન માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યા હતા. જેમાં કોરોનાનો બીજો ડોઝ લેવાનો બાકી છે. તેમને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફોન કરી અને વેક્સિન લેવા માટે જાણ કરવામાં આવતી હતી, આમ છતાં પણ અનેક લોકોએ વેક્સિન લીધી ન હતી. જેથી હવે મ્યુનિસિપલ કોર્પોરેશન લોકોને ડરાવી વેક્સિન લેવાં માટે જાણ કરવાની હોય તેમ અમદાવાદ પોલીસને કામ આપી દીધું છે.
કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા જે લોકોને વેક્સિનનો બીજો ડોઝ લેવાનો બાકી હોય તેવા લોકોનું લિસ્ટ અમદાવાદ શહેર પોલીસને સોંપ્યું છે અને હવે પોલીસ કર્મચારીઓ પોલીસ સ્ટેશનમાં બેસીને આવા વ્યક્તિઓને ફોન કરવાના રહેશે.
પોલીસ પર કામનું ભારણ વધશે
કોર્પોરેશન દ્વારા હવે આ કામ પોલીસને સોંપવામાં આવતા પોલીસ પર કામનું ભારણ વધી જશે. એક તરફ પોલીસને કાયદો અને વ્યવસ્થાનાની જાળવણી કરવાની હોય છે. બીજીતરફ રાજ્યમાં વાઇબ્રન્ટ સમિટ યોજાવાની છે. જેના વીવીઆઇપી બંદોબસ્તમાં મોટા ભાગના પોલીસ કર્મચારીઓ અત્યારે છે જેના કારણે પોલીસ સ્ટેશનમાં પણ સ્ટાફ ઓછો છે ત્યારે હવે વધુ એક કામનું ભારણ પોલીસ પર આવી જશે જેના કારણે પોલીસને કામ વધી જશે.
No comments:
Post a Comment