Pages

Search This Website

Friday 22 October 2021

GIET ચિત્રકલા મહોત્સવ

 GIET ચિત્રકલા મહોત્સવ

વ્હાલા મિત્રો,
GIET પ્રસ્તુત કરી રહ્યું છે:
' તને કેમ નથી આવડતું?'



ઘણીવાર બાળકને ન આવડે ત્યારે આપણે તેને દોષ આપી દઈએ છીએ. તેની મનઃસ્થિતિ સમજ્યા વગર જ આપણે નિર્ણય સંભળાવી દઈએ છીએ. અને પછી એ બાળકને ડફોળ,આળસુ,નક્કામો,ઠોઠ વગેરે લેબલ લગાવી દઈએ છીએ.
પરંતુ બાળકને ન આવડવા પાછળ અનેક સામાજિક,પારિવારિક,માનસિક અને શારીરિક કારણો હોય છે જે આપણે ક્યારેય ઊંડાણપૂર્વક જાણવાનો પ્રયત્ન જ નથી કરતાં.
અહીં પ્રસ્તુત છે આપને માટે એવો જ એક કાર્યક્રમ ' તને કેમ નથી આવડતું?'
આશા રાખીએ છીએ કે તમામ શિક્ષકો અને વાલીઓને ઉપયોગી થશે.
GIET નું કાર્ય માત્ર પાઠ્યક્રમ આધારિત કાર્યક્રમો બનાવવાનું નથી પરંતુ વાલીઓમાં અને સમાજમાં જાગૃતિ લાવવા માટેના કાર્યક્રમો બનાવવાનું પણ છે. બાળ માનસ, વાલી શિક્ષણ, સામાજિક જાગૃતિ અને અભ્યાસના વિષયો તો ખરાં જ. આમ Beyond the text કામ કરવાનો અમે પ્રયત્ન કરી રહ્યાં છીએ.
આપના પ્રતિભાવો કૉમેન્ટમાં જરૂર લખશો.
ટીમ GIET નું એકમાત્ર ધ્યેય શિક્ષકો,બાળકો અને વાલીઓને કાંઈક ઉપયોગી થાય એવું આપવાનું છે. અને GIET નિષ્ઠાપૂર્વક એ ધ્યેયને વળગી રહેશે.



Regards : Dr.P A Jalu



રજાઓ વિશે સમજ



રજાઓ અંગે સામાન્ય સમજ




રજા ની માંગણી
રજા પછી તે ગમે તે પ્રકારની હોય,રજા માંગણી માટે ખાતા એ ઠરાવેલ નમુના માં માંગણી કરવી જોઇએ.પ્રાથમિક શિક્ષકો ની રજાઓ સામાન્યત તાલુકા કે જિલ્લા પંચાયત ની શિક્ષણ શાખા દ્વારા મંજુર થાય છે.
અત્રે નોંધવુ જરૂરી છે કે રજા નકારવાનો હક સતા અધિકારી ને છે પણ રજા નો પ્રકાર બદલવાનો અધિકાર નથી..ટુંકમાં માંગણીવાળી રજા મંજુર કરવી જોઇએ અથવા નકારવી જોઇએ.રજા સામાન્ય રીતે સિલકમાં હોય તો નકારવામાં આવતી નથી.આમ છતાં હકની રીતે રજાની માંગણી કરી શકાતી નથી.જાહેર હિત માં પોતાની વિવેકબુધ્ધી પ્રમાણે અધિકારી પોતાની રીતે નિર્ણય લઇ શકે છે.શાળાના સંખ્યાબળને અસર પડે તેવા સંજોગોમાં પણ રજા નામંજુર કરી શકાય છે.
નિયમ -૬૨૨ હેઠળ કર્મચારી અવારનવાર તબીબી પ્રમાણપત્ર રજૂ કરી રજા ઉપર ઉતરી જતા હોય તો તેમને સંપુર્ણ સાજા થવા માટે પુરતી રજાની મુદત આપવા સિવીલ સર્જન\સરકારી તબીબી અધિકારીનું ધ્યાન દોરી શકાય છે.
વળી રજાઓનો લાભ લેવા માટે પણ હાજર થઇ ફરીથી રજાની માંગણીનો ઇરાદો હોય તો તેવી છુટ આપી શકાતી નથી.(નિયમ-૬૨૮)



રજાની શરૂઆત તથા સમાપ્તિ ;
રજાના કારણે જે દિવસ થી ચાર્જ છોડ્યા તે દિવસથી રજાની શરૂઆત ગણાય છે.અને હાજર થયાના આગળના દિવસ સુધીની રજા ભોગવી ગણી શકાય છે.રવીવાર તથા માન્ય રજાઓને આગળ અથવા પાછળ જોડી શકાય છે.પણ જો રજા કામકાજના દિવસે પુરી થતી હોય તો તે પ્રમાણે કર્મચારીએ હાજર થવુ પડે છે. કર્મચારીએ હાજર થઇ પોતાન અધિકારીને હાજર રીપોર્ટ પણ કરવાનો રહે છે.રજા દરમ્યાન તેમના વર્ગની વ્યવસ્થા માટે ચાર્જ ધારણ કરનાર શિક્ષક ની સહી પણ લેવી જોઇએ.
રજા પુરી થતાં પહેલા હાજર થઇ શકાય નહી.જો હાજર થવુ હોય તો રજા મંજૂર કરનાર અધિકારીની પરવાનગી મેળવી હાજર થઇ શકાય છે.રજાની માંગણી કરતાં વધુ દિવસો સુધી ગેરહાજર રહેનાર આ ગેરહાજરીના સમય માટે પગાર માટે હક્કદાર થતા નથી.આ સમય ઇજાફાપાત્ર પણ ગણાતો નથી.જો અધિકારી પરવાનગી આપે તો અર્ધપગારી રજા મંજૂર કરી શકાય છે.રજા પુરી થયા પછી ફરજ માંથી ઇરાદાપૂર્વકની ગેરહાજરી બી.સી.એસ.રુલ્સના ૨૨ ના હેતુ માટે ગેરવર્તણુંક તરીકે ગણી શકાય છે.આથી રજાઓ પુરી થાય અને વધુ રજાઓ ની જરૂર જણાય તો અધુકારી ને રિપોર્ટ કરી શકાય છે.


🌸GIET ચિત્રકલા મહોત્સવ🌸

🥇આપની શાળાના બાળકો માટે સોનેરી અવસર🥇

https://youtu.be/4LpxasgTM1c

👉રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાનાર પ્રાથમિક માધ્યમિક ચિત્રકામ પરીક્ષા અનુસંધાને બાળકો માટે રાજ્ય કક્ષાની ચિત્ર સ્પર્ધા...

👉 માત્ર વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે.

👉 દરેક વિદ્યાર્થી ગમે તે કેટેગરીમાં ભાગ લઈ શકશે.ત્રણેય કેટેગરીમાં ભાગ લેવો હોય તો પણ લઈ શકાય.

👉 રંગપૂરણી ફરજિયાત કરવી.

૧) ભાત ચિત્ર (16x16 સે.મી. ચોરસમાં)

https://forms.gle/XR4hRX9weiyWLqA2A

૨) ચિત્ર સંયોજન

https://forms.gle/QnCzprQpD5UVjVSX6

૩) નેચર (પ્રકૃતિ ચિત્ર)

https://forms.gle/4iWif1D7DYj9m3t96

👉 જે તે ચિત્ર એ જ  Google form માં  upload કરવાનું રહેશે.

👉 ચિત્ર upload કરવા માટેની છેલ્લી તારીખ : ૨૬/૧૦/૨૦૨૧

🎨 પરિણામ ની જાહેરાત તારીખ : ૨૮/૧૦/૨૦૨૧

👉 દરેક ચિત્રના મથાળે જમણી બાજુએ બાળકનું નામ,શાળાનું નામ,ધોરણ,તાલુકો અને જિલ્લો ફરજિયાત લખવાના રહેશે.

🏆 અગત્યની જાહેરાત🏆

👉 દરેક કેટેગરીમાં ત્રણ એટલે કે ત્રણેય કેટેગરીમાં થઈ કુલ ૯ (નવ) બાળકોને શ્રેષ્ઠ ચિત્રકાર તરીકે પસંદ કરવામાં આવશે.

👉 આ બાળકોને GIET ખાતે રૂબરૂ બોલાવી નિયામકશ્રી,GIET દ્વારા સન્માન કરવામાં આવશે.

👉 આ બાળકો ઉપર ગુજરાતના એકલવ્ય શ્રેણી અંતર્ગત પ્રથમ documentary એ જ દિવસે GIET ખાતે studio માં બનાવવામાં આવશે.અને સમગ્ર રાજ્યની શાળાઓમાં મોકલવામાં આવશે.

👇માર્ગદર્શન માટે ચિત્રકલા ને લગતા પ્રસારિત થયેલા તમામ વિડિયો ની link નીચે આપેલ છે તે પણ જોઈ શકશો.

   તો મિત્રો, આપના બાળકો આ અમૂલ્ય તકને ઝડપી લે એ માટે આજે જ પ્રયત્ન શરૂ કરો.

    વધુમાં વધુ બાળકો ચિત્રકલા મહોત્સવમાં ભાગ લે એમ GIET ની અપેક્ષા છે.

આપનો,

પી.એ. જલુ

https://youtu.be/_BcaFr014lM

ભાતચિત્ર - ૨

https://youtu.be/OjQ87aevnS4

ભાત ચિત્ર : રંગપૂરણી

https://youtu.be/a1QEAkWF-Os

ચિત્ર સંયોજન ૧

https://youtu.be/RmpHvBkH0eo

ચિત્ર સંયોજન ૨

https://youtu.be/y7Mo_7oJWF8

પ્રકૃતિ ચિત્ર ૧

https://youtu.be/vhgctgwMzp8

પ્રકૃતિ ચિત્ર ૨

No comments:

Post a Comment