Pages

Search This Website

Thursday, 28 October 2021

ગુજરાત ગેસે CNGમાં 5 રૂપિયાનો કર્યો વધારો, PNGના ભાવ પણ વધ્યા | Facebookએ બદલ્યું પોતાનું નામ, હવેથી Meta તરીકે ઓળખાશે માર્ક જુકરબર્ગની કંપની

ગુજરાત ગેસે CNGમાં 5 રૂપિયાનો કર્યો વધારો, PNGના ભાવ પણ વધ્યા




ગાંધીનગર: પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ બાદ હવે CNGના ગેસમાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. ગુજરાત ગેસે CNGમાં 5 રૂપિયાનો જ્યારે પીએનજીમાં 2.50 રૂપિયાનો વધારો કર્યો છે. દિવાળી પહેલા જ ભાવ વધતા મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે.

ગુજરાત ગેસે 1 નવેમ્બરથી સીએનજીના ભાવમાં 5 રૂપિયાનો વધારો કરતા 65.74 રૂપિયા પ્રતિ કિલો ગેસ મળશે. જ્યારે ઘર વપરાશના પીએનજીમાં 2.50 રૂપિયાનો વધારો થતા 29.59 રૂપિયા એસસીએમ થયો છે જેમાં 15 ટકા વેટ અલગ છે.

આ પહેલા ગુજરાત ગેસે 17 ઓક્ટોબરે સીએનજીમાં 2.68 રૂપિયા જ્યારે પીએનજીમાં 1.35 રૂપિયાનો વધારો કર્યો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે ગેસની શોર્ટ સપ્લાય ચાલી રહી છે, જેને કારણે ભાવ પર કોઇનું નિયંત્રણ રહ્યુ નથી. 3 ડોલર લેખે મળતો ગેસ હાલમાં ગેસ કંપનીઓને 30થી 35 ડોલર સુધી ખરીદવાની ફરજ પડી રહી છે, જેની સીધી અસર ભારતમાં ભાવ વધારા સ્વરૂપે પડે છે.


Facebookએ બદલ્યું પોતાનું નામ, હવેથી Meta તરીકે ઓળખાશે માર્ક જુકરબર્ગની કંપની

ગુરુવારે ફેસબુકના ફાઉન્ડર માર્ક ઝકરબર્ગે એક મિટિંગ દરમિયાન ફેસબુકનુ નામ બદલવાનુ એલાન કર્યું છે. લાંબા સમયથી ફેસબુકનુ નામ બદલવાની ચર્ચા ચાલી રહી હતી, હવે આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. ફેસબુકનુ નામ મેટા કરી દેવાયું છે.

જાણો કેમ બદલવું પડ્યું નામ

મહત્વનું છે facebook સામે પહેલેથી જ સિક્યુરિટીને લઈને ઘણી વખત આરોપ લાગી ચૂક્યા છે.

આવામાં ફેસબુકે પોતાનું નામ બદલીને રીબ્રાન્ડિંગના સ્વરૂપે મેટાવર્ષ કરીને કહ્યું છે કે આગામી સમયમાં નવા પ્લેટફોર્મ પર વધુ સિક્યુરિટી હશે. આ ઉપરાંત ફેસબુકે નવું નામ બદલીને દુનિયાને એક એવો મેસેજ આપ્યો છે કે ફેસબુક માત્ર એક સોશ્યલ મીડિયા સુધી સીમિત રહેવા માંગતું નથી. આ નવાં પ્લેટફોર્મમાં વધુ સેવાઓ અને ફીચર્સ હશે.

નામ બદલવાની સાથે સાથે  મોટું કામ પણ કરશે ઝુકરબર્ગ

Facebook કે પોતાનું નામ તો બદલી નાખ્યું છે પરંતુ તેની સાથે એક મોટો વાયદો પણ કર્યો છે. ઝુકરબર્ગે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે નવા મેટા વર્ષમાં ૧૦,૦૦૦ જેટલી નવી નોકરીઓની તકો ઉભી કરવામાં આવશે. આ તમામ લોકો નવા પ્લેટફોર્મ વધુ બહેતર બનાવવામાં કામ કરશે.

ફેસબુકે પોતાનું કૉર્પોરેટ નામ બદલીને 'મેટા' કરી લીધું છે. ફેસબુકની વ્યાપક રિબ્રાન્ડિંગનો આ ભાગ છે.

કંપનીએ કહ્યું છે કે તે સોશિયલ મીડિયા આગળ વર્ચુઅલ રિયાલિટીમાં પોતાની પહોંચ વધારશે. ફેસબુક, ઇન્ટાગ્રામ કે વૉટ્સઍપ જેવાં કપનીનાં અલગઅલગ પ્લૅટફૉર્મનાં નામમાં ફેરફાર નહીં થાય.

આ ફેરફાર આ પ્લૅટફૉર્મની માલિકી ધરાવતી પૅરેન્ટ કંપની માટે છે.

શું છે આ કૉન્સેપ્ટ?

મેટાવર્સ

કોઈ દર્શકને કદાચ આ વર્ચ્યુઅલ રિયાલિટીની સુધારેલી આવૃત્તિ જેવું લાગી શકે, પરંતુ કેટલાક લોકો માને છે કે મેટાવર્સ ઇન્ટરનેટનું ભવિષ્ય છે.

મેટાવર્સ વર્ચ્યુઅલ રિયાલિટી દ્વારા સર્જવામાં આવેલું વિશ્વ છે, જેમાં તમારો ડિજિટલ અવતાર હશે અને કમ્પ્યુટરે સર્જેલા આ વિશ્વનો અનુભવ તમે અન્ય યૂઝર્સ સાથે કરી શકશો.

ટૂંકમાં કહીએ તો 1980ના દાયકાના ભારેખમ મોબાઇલ હૅન્ડસેટ્સનું સ્થાન આજે જે રીતે સ્માર્ટફોન્સે લીધું છે, એવું જ કંઈક વર્ચ્યુઅલ રિયાલિટી અને મેટાવર્સ વચ્ચે થશે.

તેનો અર્થ એવો થાય કે તમે કમ્પ્યુટરને બદલે એકાદ હેડસેટ વડે મેટાવર્સનો અનુભવ મેળવી શકશો. તમારો હેડસેટ તમને તમામ પ્રકારના ડિજિટલ અનુભવયુક્ત વર્ચ્યુઅલ વર્લ્ડ એટલે કે આભાસી જગત સાથે જોડી આપશે.

અત્યારે વર્ચ્યુઅલ રિયાલિટીનો વધારે ઉપયોગ ગેઇમિંગ માટે કરવામાં આવે છે, પરંતુ મેટાવર્સનો ઉપયોગ કામ ઉપરાંત ટાઇમપાસ, કાર્યક્રમો કે સિનેમા નિહાળવા માટે અને મોજમસ્તી માટે પણ કરી શકાશે.

અત્યાર સુધી મેટાવર્સની કોઈ ચોક્કસ વ્યાખ્યા થઈ નથી, પરંતુ ઘણા લોકો માને છે કે તેમાં તમારું પ્રતિનિધિત્વ કરતો તમારો થ્રી ડાઈમેન્શનલ અવતાર હશે.

Facebook founder Mark Zuckerberg announced the name change during a meeting on Thursday.  There has been talk of renaming Facebook for a long time, but now the process is complete.  Facebook's name has been meta.


 Find out why the name had to be changed


 Importantly, Facebook has already been accused many times of taking over security.


 In this, Facebook has changed its name in the form of rebranding and said that there will be more security on the new platform in the near future.  In addition, by changing the new name, Facebook has sent a message to the world that Facebook does not want to be limited to just one social media.  This new platform will have more services and features.


 Zuckerberg will do a great job with the name change as well


 Facebook has changed its name but also made a big promise with it.  Zuckerberg said in his address that about 10,000 new jobs would be created in the new meta year.  All of these people will work to make the new platform even better.


 Facebook has changed its corporate name to 'Meta'.  This is part of the widespread rebranding of Facebook.


 The company has said it will expand its reach into virtual reality ahead of social media.  The names of different platforms of companies like Facebook, Instagram or WhatsApp will not change.


 This change is for the parent company that owns this platform.


 What is this concept?


 Metavers


 To some viewers this may seem like a modified version of this virtual reality, but some believe that metavers are the future of the Internet.


 Metavers is a world created by virtual reality, in which you will have a digital incarnation and you will be able to experience this computer-created world with other users.


 In short, something similar to the way smartphones replaced the heavy mobile handsets of the 1980s today will happen between virtual reality and metavars.


 This means that you will be able to experience metavars with a headset instead of a computer.  Your headset will connect you to all sorts of digital experiential virtual worlds.


 Virtual reality is currently used more for gaming, but metavers can be used for work as well as timepasses, watching programs or movies, and having fun.


 There is no definitive definition of metavers yet, but many believe it will have a three-dimensional incarnation representing you.

No comments:

Post a Comment