Pages

Search This Website

Monday, 20 September 2021

મેઘમહેર કે મેઘકહેર?:ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની શક્યતા, 20 જિલ્લામાં આજે ‘યલો’ અને 6 જિલ્લામાં ‘ઓરેન્જ’ એલર્ટ



રાજ્યમાં 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 20 જિલ્લામાં આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદ થવાની પણ આગાહી કરવામાં આવી છે. ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં આજે વહેલી સવારે 6 વાગ્યાથી કડાકાભડાકા અને ઠંડા પવન સાથે ભારે વરસાદ પડ્યો હતો. વહેલી સવારે માત્ર પશ્ચિમ વિસ્તારમાં અડધો કલાક વરસાદ પડ્યો હતો, જેમાં ચાંદખેડામાં 1 ઇંચ, ગોતા અને સોલામાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.

છેલ્લા 24 કલાકમાં 190 તાલુકાઓમાં વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 190 તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાં પોરબંદર, અમદાવાદ, જૂનાગઢ, સાબકાંઠા જિલ્લામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે. જ્યારે આજે સવારે 6 વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં 30 તાલુકાઓમાં મેઘમહેર થઈ છે. જેમાં સૌથી વધુ ડાંગ, સોજિત્રા, વડોદરા, તારાપુર, આંકલાવ અને ધોળકામાં 10 મિમી કરતાં વધુ વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં 28.24 ઈંચ વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં થયો છે. જ્યારે કચ્છ અને ઉત્તરગુજરાતના કેટલાક વિસ્તારો હજી કોરા ધાકોર છે.

ઝોન પ્રમાણે વરસાદની સ્થિતિ

ઝોનઈંચટકા
ઉત્તર ગુજરાત19.9270.66
દક્ષિણ ગુજરાત47.8383.15
મધ્ય ગુજરાત24.476.87
કચ્છ16.2293.24
સૌરાષ્ટ્ર26.8597.29
ગુજરાત28.2485.4

આ જિલ્લાઓમાં આજે વરસાદ થઈ શકે છે
સાઇક્લોનિક સર્ક્યુલેશનને પગલે આજે રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, પાટણ, મહેસાણામાં અતિભારે વરસાદ માટેનું ઓરેન્જ એલર્ટ, જ્યારે કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, ગીર- સોમનાથ, પોરબંદર, બોટાદ, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, છોટાઉદેપુરમાં ભારે વરસાદ માટેનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત બુધવારે વલસાડ, દમણ, દાદરા અને નગર-હવેલીમાં અતિભારે-નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરામાં ભારે જ્યારે ગુરુવારે રાજકોટમાં અતિભારે અને વલસાડ, દમણ, જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ પડી શકે છે.

સવારે 6 વાગ્યાથી આઠ વાગ્યા સુધીનો વરસાદ

તાલુકોવરસાદ( મિમી)
આહવા27
સોજિત્રા17
વડોદરા15
તારાપુર15
આંકલાવ12
ધોળકા11
માણસા10
દેત્રોજ9
મહેસાણામાં વરસાદને કારણે રોડ પર પાણી ભરાઈ ગયાં હતાં.
મહેસાણામાં વરસાદને કારણે રોડ પર પાણી ભરાઈ ગયાં હતાં.

રાજ્યમાં સરેરાશ 85% વરસાદ થયો
રાજ્યમાં સરેરાશ 85% વરસાદ થયો છે. ગત વર્ષે 27 સપ્ટેમ્બર સુધી 135% વરસાદ થયો હતો. ગત વર્ષ કરતાં આ વર્ષે 50% વરસાદ ઓછો છે. રાજ્યમાં હજુ પણ 10 ટકા વરસાદની ઘટ છે. રાજ્યમાં આ સીઝનમાં અત્યારસુધી થયેલા વરસાદમાં 50 ટકા વરસાદ તો એકલા સપ્ટેમ્બર મહિનામાં જ થયો છે.

સપ્ટેમ્બરમાં રાજ્યમાં ત્રણ ગણો વધુ વરસાદ થયો
સપ્ટેમ્બર મહિનામાં સરેરાશ 110 મિમી જેટલો વરસાદ થતો હોય છે. આ વર્ષે 340 મિમી, એટલે કે સરેરાશથી ત્રણ ગણા ટકા વરસાદ થયો છે. ટકાવારીની રીતે દેશમાં સપ્ટેમ્બરમાં સરેરાશની સામે સૌથી વધુ ગુજરાતમાં વરસાદ છે. ભારતીય હવામાન ખાતાની 110 વર્ષ (1901-2010) ઓલ ઇન્ડિયા રેઇનફોલ મંથલી આંકડાઓને આધારે કરાયેલા વિશ્લેષણ મુજબ, છેલ્લાં 100 વર્ષના ચોમાસાના ઇતિહાસમાં આ વર્ષે સપ્ટેમ્બરનો આ સમયગાળાનો બીજા નંબરનો સૌથી વધુ વરસાદ છે.

અમદાવાદના વસ્ત્રાપુરમાં વરસાદના પાણી ભરાવાથી વાહનચાલકો હેરાન થયા હતા.
અમદાવાદના વસ્ત્રાપુરમાં વરસાદના પાણી ભરાવાથી વાહનચાલકો હેરાન થયા હતા.

લૉ પ્રેશર સિસ્ટમ બનીને ગુજરાત તરફ આવી એટલે વધુ વરસાદ
સેન્ટ્રલ વૉટર કમિશનના વિજ્ઞાનીઓએ વરસાદની પેટર્ન પર કરેલું રિસર્ચ થિયોરિટીકલ એન્ડ એપ્લાઇડ ક્લાઇમેટોલોજીમાં પ્રકાશિત થયું હતું, જેમાં જણાવ્યા મુજબ, લૉ પ્રેશરમાં થતા ફેરફારોને કારણે વરસાદની મંથલી પેટર્નમાં ફેરફારો જોવા મળ્યો છે. હવામાન ખાતાના નિયામકે જણાવ્યું હતું કે આ વખતે સપ્ટેમ્બરમાં લૉ પ્રેશર સિસ્ટમ બનીને ગુજરાત તરફ આવી હતી, જેને કારણે આ મહિને સારો વરસાદ થયો છે.

ભારતની પ્રગતિથી વિશ્વના વિકાસને વેગ મળશે : મોદી

સંયુક્ત રાષ્ટ્રમાં મોદીનું સંબોધન અફઘાન, આતકંવાદ, કોરોના પર કેન્દ્રિત

આતંકવાદનો રાજકીય સાધન તરીકે ઉપયોગ કરનારા પાકિસ્તાનને પણ તેનાથી એટલું જ જોખમ


સંયુક્ત રાષ્ટ્ર, તા.૨૫

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ૭૬મા સત્રને સંબોધન કરતાં આતંકવાદના મુદ્દે પાકિસ્તાનનું નામ લીધા વિના તેની ઝાટકણી કાઢી હતી અને ચીનની પણ ટીકા કરતાં કહ્યું કે આપણા સમુદ્ર આપણી સંયુક્ત વિરાસત છે, તેથી આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે ઓસિયન રિસોર્સનો આપણે ઉપયોગ કરીએ, દુરુપયોગ નહીં. અફઘાનિસ્તાનનો મુદ્દો ઊઠાવતાં પણ તેમણે ફરી એક વખત કહ્યું કે, અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ આતકંવાદ ફેલાવવા માટે થવો જોઈએ નહીં. આ સિવાય વડાપ્રધાન મોદીએ કોરોના, જળવાયુ પરિવર્તન, લોકતંત્ર જેવા મુદ્દાઓ પણ ઉઠાવ્યા હતા.

અફઘાનિસ્તાનો ઉપયોગ કોઈ દેશ પોતાનો સ્વાર્થ સાધવા ન કરે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકા પ્રવાસના અંતિમ દિવસે સંયુક્ત રાષ્ટ્રના ૭૬મા સત્રને સંબોધન કરતાં કહ્યું હતું કે અફઘાનિસ્તાનની ધરતીનો આતકંવદા માટે ઉપયોગ ન થાય તેનું આપણે ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. વધુમાં આપણે એ બાબતે પણ સાવધ રહેવું જોઈએ કે ત્યાંની નાજૂક પરિસ્થિતિઓનો ઉપયોગ કોઈ દેશ પોતાના સ્વાર્થ માટે આતંકવાદનો એક ટૂલની જેમ ઉપયોગ ન કરે. અત્યારે અફઘાનિસ્તાનની જનતાએ ત્યાંની મહિલાઓ, બાળકો અને લઘુમતીઓની મદદ કરવાની જરૂર છે. આપણે પણ તેમાં આપણી જવાબદારી નીભાવવી જોઈએ.

આતંકવાદ મુદ્દે નામ લિધા વિના પાકિસ્તાનની ઝાટકણી કાઢી

વડાપ્રધાન આતંકવાદ મુદ્દે પાકિસ્તાનનું નામ લીધા વિના તેના પર નિશાન સાધતા કહ્યું કે વિરોધી વિચારસરણી સાથે જે દેશ આતંકવાદનો રાજકીય ઉપરણરૂપે ઉપયોગ કરી રહ્યો છે તેણે સમજવું પડશે કે આતંકવાદ તેમના માટે પણ એટલું જ મોટું જોખમ છે. આજે વિશ્વ સામે વિરોધી વિચારસરણી અને કટ્ટરવાદનું જોખમ વધી રહ્યું છે. આ પરિસ્થિતિઓમાં આખા વિશ્વે વિજ્ઞાાન આધારિત તર્ક સંગત અને પ્રગતિશીલ વિચારસરણીને વિકાસનો આધાર બનાવવો પડશે.

સમુદ્ર આપણો સંયુક્ત વારસો, તેનો દુરુપયોગ ન થવો જોઈએ

પીએમ મોદીએ ચીનનું પણ નામ લીધા વિના તેની વિસ્તારવાદી નીતિની ટીકા કરી હતી. તેમણે કહ્યું, આપણા સમુદ્રો આંતરરાષ્ટ્રીય વેપારની જીવાદોરી છે. સમુદ્રી સરહદોનો દુરુપયોગ ન થવો જોઈએ. આપણે સરહદોની વિસ્તારવાદી વિચારસરણી સામે અવાજ ઊઠાવવો જોઈએ. ચીનની સરમુખત્યારશાહી વ્યવસ્થાને દર્પણ બતાવતાં વડાપ્રધાને ભારતના લોકતંત્રના ભરપૂર વખાણ કર્યા હતા.

ભારત લોકતંત્રની જનની, એક ચાવાળો પણ પીએમ બની શકે તે તેની તાકત

અમેરિકાના ઉપપ્રમુખ કમલા હેરીસે દુનિયામાં લોકતંત્રો જોખમમાં મૂકાયા હોવા અંગે કરેલા નિવેદન વચ્ચે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, તેઓ એવા દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે જેને લોકતંત્રની માતા બનવાનું ગૌરવ હાંસલ છે. ભારતમાં લોકતંત્રની પરંપરા હજારો વર્ષો જૂની છે. અમારી વિવિધતા અમારા સશક્ત લોકતંત્રની ઓળખ છે. ભારત એક એવો દેશ છે જ્યાં અનેક ભાષાઓ છે, સેંકડો બોલીઓ છે, અલગ અલગ પહેરવેશ અને ખાન-પાન છે. આ વાઈબ્રન્ટ લોકતંત્રનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. તેમણે વધુમાં કહ્યું કે એ ભારતના લોકતંત્રની જ તાકત છે કે એક સમયે રેલવે સ્ટેશન પર ચા વેચતો એક નાનો બાળક આજે ચોથી વખત વડાપ્રધાન તરીકે સંયુક્ત રાષ્ટ્રને સંબોધન કરી રહ્યો છે.

ચાણક્યને યાદ કરી સંયુક્ત રાષ્ટ્રના વિસ્તાર પર ભાર મૂક્યો

વડાપ્રધાન મોદીએ સંયુક્ત રાષ્ટ્ર પર પણ હુમલો કરતાં સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદના વિસ્તાર પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્રે પોતાને પ્રાસંગિક બનાવી રાખવું હશે તો તેણે પોતાની અસરકારક્તા સુધારવી પડશે. વિશ્વસનિયતા વધારવી પડશે. યુએન સામે આજે અનેક પ્રકારના સવાલો ઊભા થઈ રહ્યા છે. આપણે જળવાયુ સંકટ અને કોરોના મહામારી દરમિયાન આ સવાલો જોયા છે. દુનિયાના અનેક ભાગોમાં ચાલી રહેલા છદ્મ યુદ્ધ અને વર્તમાન અફઘાન સંકટે આ સવાલોને વધારી દીધા છે. ભારતના મહાન રણનીતિકાર ચાણક્યે કહ્યું હતું કે યોગ્ય સમયે યોગ્ય કામ કરવામાં ન આવે તો સમય જ તે કામની સફળતાને નષ્ટ કરી દે છે. સંયુક્ત રાષ્ટ્રે પોતાને પ્રાસંગિત બનાવી રાખવી હશે તો તેણે પોતાની પ્રભાવશીલતામાં સુધારો કરવો પડશે અને પોતાની વિશ્વસનીયતા વધારવી પડશે.

વિકાસના માર્ગમાં કોઈ પાછળ ન રહી જાય તે જ ભારતનો મત

જળવાયુ પરિવર્તનનો મુદ્દો ઊઠાવતાં તેમણે કહ્યું કે, પ્રદૂષિત પાણી માત્ર ભારત જ નહીં, પરંતુ આખી દુનિયા માટે મોટી સમસ્યા છે. આ પડકારનો સામનો કરવા માટે અમે આખા ભારતમાં ૧૭ કરોડથી વધુ ઘરોમાં સ્વચ્છ, પીવાનું પાણી પૂરું પાડવા મોટું અભિયાન ચલાવ્યું છે. દુનિયામાં દરેક છઠ્ઠી વ્યક્તિ એક ભારતીય છે. ભારતની પ્રગતિથી વૈશ્વિક વિકાસમાં ઝડપ આવશે. ભારત આગળ વધશે તો દુનિયા આગળ વધશે. ભારત સુધારો કરે છે તો આખી દુનિયા બદલાઈ જાય છે. પંડિત દિનદયાળ ઉપાધ્યાયનો ઉલ્લેખ કરતાં મોદીએ કહ્યું કે ભારત વિકાસના માર્ગે કોઈ પાછળ ન રહી જાય તેની અવધારણા સાથે આગળ વધી રહ્યું છે.

કોરોનાએ શીખવ્યું વૈશ્વિક અર્થતંત્રે વૈવિધ્યપૂર્ણ બનવું જોઈએ

કોરોના મુદ્દે વડાપ્રધાને કહ્યું કે, છેલ્લા દોઢ વર્ષથી સમગ્ર વિશ્વ ૧૦૦ વર્ષમાં આવેલી સૌથી મોટી મહામારીનો સામનો કરી રહ્યું છે. આવી ભયાનક મહામારીમાં જીવન ગુમાવનારા બધા લોકોને હું શ્રધ્ધાંજલી આપું છું. કોરોના મહામારીએ દુનિયાને શીખવ્યું છે કે વૈશ્વિક અર્થતંત્રે હવે વધુ વૈવિધ્યપૂર્ણ હોવું જોઈએ.  

નિર્ભિક થઈ આગળ વધો : ટાગોરને યાદ કરી મોદીએ સંબોધન પૂરું કર્યું

સંબોધનની શરૂઆતમાં વડાપ્રધાને અબ્દુલ્લા શાહિદને અધ્યક્ષપદ સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને સંબોધનના અંતમાં ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરને યાદ કર્યા હતા. તેમણે કહ્યું, અંતમાં નોબેલ વિજેતા ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરના શબ્દો સાથે પોતાની વાત સમાપ્ત કરી રહ્યો છું. પોતાના શુભ કર્મ પથ પર નિર્ભિક થઈને આગળ વધો. બધી જ દુર્બળતા અને આશંકાઓ સમાપ્ત થઈ જશે. આ સંદેશ આજના સંદર્ભમાં સંયુક્ત રાષ્ટ્ર માટે જેટલો પ્રાસંગિક છે, તેટલો જ દરેક જવાબદાર દેશ માટે પણ પ્રાસંગિક છે. મને વિશ્વાસ છે કે આપણે બધાના પ્રયાસોથી વિશ્વમાં શાંતિ અને સૌહાર્દ વધશે. વિશ્વ સ્વસ્થ, સુરક્ષિત અને સમૃદ્ધ બનશે. સંયુક્ત રાષ્ટ્રને સંબોધન સાથે વડાપ્રધાન મોદીનો અમેરિકા પ્રવાસ પૂરો થયો હતો અને મોડી રાતે તેમણે ભારત તરફ પ્રયાણ કર્યું હતું.



*પહેલી ઓક્ટોબરથી ઓટો ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પેમેન્ટનો બદલાશે નિયમ*

પહેલી ઓક્ટોબરથી ઓટો ડેબિટ સિસ્ટમમાં મોટાપાયા પર ફેરફાર થવા જઈ રહ્યો છે. આ જ દિવસથી નવી ઓટો ડેબિટ સિસ્ટમ લાગુ કરવામાં આવે તેવી શક્યતા છે. આ નિયમ હેઠળ બેન્ક, ડેબિડ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, યુપીઆઇ, પેટીએમ, ફોનપે જેવા ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મે ગ્રાહકના ખાતામાંથી હપ્તો કે બિલ કાપતા પહેલા દર વખતે મંજૂરી લેવી પડશે. તેમણે આ માટે પોતાની સિસ્ટમમાં એ રીતે ફેરફાર કરવાના છે કે એક વખત મંજૂરી મળ્યા પછી તેઓ વારંવાર તમારા રુપિયા કાપતા ન રહે.

હવે ઓટો ડેબિટનો નવો નિયમ લાગુ પડયો તો તમારી બિલ ચૂકવણીની પદ્ધતિ પર અસર પડશે. આ સગવડનો લાભ લેવા માટે તમારો એક્ટિવ મોબાઇલ નંબર બેન્કમાં અપડેટ થવો જરુરી છે. આમ કરવું જરુરી એટલા માટે છે કેમકે મોબાઇલ નંબર પર જ ઓટો ડેબિટ સાથે જોડાયેલ નોટિફિકેશન એસએમએસ દ્વારા મોકલવામાં આવશે. 

નવો નિયમ લાગુ થયા પછી બેન્કોએ ચૂકવણીની અંતિમ તારીખના પાંચ દિવસ પહેલા નોટિફિકેશન મોકલવું પડશે. પેમેન્ટના ૨૪ કલાક પહેલા રિમાઇન્ડર મોકલવું પડશે. રિમાઇન્ડરમાં પેમેન્ટની રકમ અને તારીખની જાણકારી હશે. તેમા ઓપ્ટ આઉટ કે પાર્ટ-પેનો વિકલ્પ પણ હશે. આ નિયમ પહેલી ઓક્ટોબરથી લાગુ પડશે. આ ઉપરાંત પાંચ હજારથી વધારે રકમની ચૂકવણી પર ઓટીપી અનિવાર્ય કરી દેવાયો છે.
 
રિઝર્વ બેન્કે બેન્કો સાથે થતી છેતરપિંડી રોકવા અને ગ્રાહકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ માર્ગદર્શિકા જારી કરી છે. હાલની વ્યવસ્થા મુજબ બેન્ક ગ્રાહક પાસેથી એક વખત મંજૂરી લઈને દર મહિને કોઈ જાણકારી આપ્યા વગર ગ્રાહકના ખાતામાંથી  આ રકમ કાપી લે છે. તેના લીધે છેતરપિંડીની સંભાવના ઘણી ઓછી રહે છે. આ તકલીફને ખતમ કરવા માટે જ આ ફેરફાર કરવામાં આવ્યો છે.

2022માં કંપનીઓ કર્મચારીઓના પગારમાં સરેરાશ 8.6 ટકાનો વધારો કરશે

નવી દિલ્હી,તા.21 સપ્ટેમ્બર 2021,મંગળવાર

કોરોનાની બીજી લહેરનુ જોર ઓછુ થઈ ગયા બાદ દેશના અર્થતંત્રમાં સુધારો જોવા મળી રહ્યો છે અને તેના પગલે 2022માં કંપનીઓ પોતાના કર્મચારીઓના પગારમાં સરેરાશ 8.6 ટકાનો વધારો કરે તેવી આશા છે. એક સર્વે પ્રમાણે કોર્પોરેટ જગતે 2021માં પણ પોતાના કર્મચારીઓના પગારમાં આઠ ટકા જેટલો વધારો કરેલો છે.

આઈટી સેક્ટર એક માત્ર એવુ સેકટર રહેશે જ્યાં કંપનીઓ પોતાના કર્મચારીઓને 10 ટકા અથવા તેના કરતા વધારે પગાર વધારો આપશે. તેનાથી ઉલટુ રીટેલ સેક્ટર, હોસ્પિટાલિટી સેક્ટર, રિયલ એસ્ટેટ કંપનીઓ પોતાના કર્મચારીઓને સૌથી ઓછો પગાર વધારો આપશે.

સર્વે પ્રમાણે 92 ટકા કંપનીઓએ 2020માં કર્મચારીઓના પગારમાં માંડ 4.4 ટકાનો વધારો કર્યો હતો. ઉપરાંત 60 ટકા કંપનીઓ જ એવી હતી જેણે પગાર વધારો આપ્યો હતો. આ વખતે સર્વેમાં 450 કંપનીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને કંપનીઓનુ કહેવુ છે કે, કર્મચારીઓના પરફોર્મન્સના આધારે પગાર વધારો કરવાનુ ચાલુ રખાશે.

દરમિયાન એન્જિનિયરિંગ, લોજિસ્ટિક અને ખેતી આધારિત ઉદ્યોગો સહિત બીજા ક્ષેત્રોમાં નોકરીઓમાં એકાદ ટકા જેટલો જ વધારો જોવા મળ્યો છે. જોકે નોકરીઓ માટેની જાહેરખબરોમાં ઓગસ્ટ મહિનાના મુકાબલે આ મહિનામાં ચૌદ ટકાનો વધારો જોવા મળ્યો છે. જે આગામી દિવસોમાં જોબ માર્કેટમાં સુધારાનો સંકેત છે.

WiFi AR - the most useful tool ever APK


સોરઠમાં મેઘરાજાની ફરી સટાસટી: વિસાવદરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, ચાર કલાકમાં 3 ઈંચ ખબાક્યો, રસ્તાઓ પર પાણી ફરી વળ્યાજૂનાગઢ શહેરમાં 1 ઈંચ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરીરસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા


જૂનાગઢ જિલ્લામાં આજે મંગળવારે સવારથી વાદળ છાયા વાતાવરણ વચ્ચે ફરી વરસાદી માહોલ જામ્યો છે. જેમાં વિસાવદરમાં 3 ઈંચ અને જૂનાગઢમાં 1 ઈંચ વરસાદ વરસ્યો હતો. જેના પગલે શહેર અને પંથકમાં રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા હતા. જ્યારે જિલ્લાના અન્ય તાલુકાઓમાં વરસાદી ઝાપટા વરસ્યાં હતા. વિસાવદરમાં સવારે 8થી 10 વાગ્યા સુધીમાં 2 કલાકમાં 2 ઈંચ વરસાદ વરસ્યા બાદ સવારે 10થી 12 વાગ્યા સુધીમાં ફરી એક ઈંચ વરસાદ વરસતા વિસાવદરમાં ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો.

વાદળછાયા વાતવારણ વચ્ચે વરસાદ વરસ્યો
જિલ્લામાં 15 દિવસ પહેલા ધોધમાર વરસાદ વરસ્યા બાદ મેઘરાજાએ વિરામ લીધો હતો. આ દરમિયાન આજે મંગળવારે ફરી ભારે વરસાદ વરસ્યો હતો. તાજેતરમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી હતી જેને પગલે જિલ્લામાં ફરી વરસાદ શરૂ થયો છે. સોરઠના બંન્ને જિલ્લાના આકાશમાં છેલ્લા બે દિવસથી વાદળછાયુ વાતાવરણ છવાયેલું જોવા મળી રહ્યું હતું. આજે સવારથી જિલ્લા મથક જૂનાગઢ અને વિસાવદર શહેર તેમજ પંથકમાં ધીમીધારે વરસાદ વરસતા મેઘરાજાની બીજી ઈનીગ શરૂ થયી હતી.

જિલ્લાના અમુક તાલુકાઓમાં વરસાદી ઝાપટા
વાતાવરણમાં ઠંડક પ્રસરી જૂનાગઢ પંથકમાં સવારે 6 થી 10 વાગ્યાં સુધીમાં 24 મીમી (1 ઈંચ) જ્યારે વિસાવદરમાં સવારે 8 થી 10 બે કલાકમાં 2 ઈંચ તેમજ 10 થી 12 વધુ એક ઈંચ વરસાદ વરસાદ કુલ 3 ઈંચ વરસાદ વરસ્યો હતો. જેના પગલે શહેર અને પંથકમાં રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા હતા. જ્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આ ઉપરાંત જિલ્લાના અમુક તાલુકાઓમાં વરસાદી ઝાપટા વરસી રહ્યાં હતા.



Source link



WiFi AR - the most useful tool ever APK













Visualize your existing WiFi/Cellular network in AR-mode.
- Signal level: Find best WiFi access point (AP) location
- Speed value: Get current connection speed value
- Ping value: Find lowest latency in space to play online-games smoothly -Wi-Fi&5G\LTE modes
- Interfering networks: Find neighbour networks that impact and reduce quality of your connection. Try to select another channel in router settings to minimize that impact
- Best WiFi AP detection: If you have more than one router, check if your device switches correctly between them

Application uses ARCore, it will be additionally requested to download.


 




WiFi Signal Strength Meter - Network Monitor & WiFi Monitor can view your current WiFi signal strength and detect WiFi Signal Strength around you in real time.

The can help you Find the sweet spots in your WiFi network. The WiFi Signal Meter app is a simple tool that allows you to view your current WiFi signal strength.


Download APK Now




Network Monitor & WiFi Monitor is useful in finding good areas of WiFi connectivity in your WiFi network. WiFi Signal Strength Meter can quickly check your WiFi strength to find the best location.

The app is constantly updating the WiFi signal strength so you can walk around your house, work, or anywhere to find the best WiFi signal Strength. So you can use the app to monitor your WiFi Signal Strength.


Measure your actual WiFi parameters and view them on a map.
You should have your floor-plan - image file accepted to work on it, take photo of a paper copy, or if you don`t - Built-in basic plan constructor included. Easily share your result by one click.

Features:
★ Signal coverage map. Poor signal means lower quality
★ Connection speed map. Indicates your wireless network throughput
★ Frequency channel map. If more than one AP is used, you can see to which you are connected to
★ Connection to best access point (AP) map. If network (AP) with better signal is available you will see it on map
★ Interfering networks map. Scans radio spectrum for third-party networks that may dramatically reduce your network quality
★ Network quality map. Real-time response from WiFi router - gateway ping

No comments:

Post a Comment