Pages

Search This Website

Thursday, 23 September 2021

સેન્સેક્સ 60000ને પાર, રોકાણકારોની સંપત્તિમાં 161 લાખ કરોડનો વધારો


સેન્સેક્સ 60000ને પાર, રોકાણકારોની સંપત્તિમાં 161 લાખ કરોડનો વધારો

નવી દિલ્હી,તા.24 સપ્ટેમ્બર 2021,શુક્રવાર

ભારતીય શેર બજારમાં ભભૂકી રહેલી તેજીથી રોકાણકારો માલામાલ થઈ રહ્યા છે.

માર્ચ 2020માં શેરબજાર પછડાયા બાદ અત્યાર સુધીમાં તેમાં 158 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. સેન્સેક્સ 60000ની ઐતહાસિક સપાટી આજે પાર કરી ગયો છે અને આ દરમિયાન રોકાણકારોની સંપત્તિમાં રેકોર્ડ 161.27 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે.

ઉલ્લેખનીય છે કે, આજે સેન્સેક્સ સવારે રેકોર્ડ 60333ની સપાટીને સ્પર્શી ગયો હતો. જ્યારે નિફટી પણ 18000 નજીક પહોંચી ગયો છે.

આ સાથે જ સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ તમામ કંપનીઓની માર્કેટ કેપ વધીને 263 લાખ કરોડ રૂપિયાને પાર કરી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, કોરોના સંકટ બાદ સેન્સેક્સ ગયા વર્ષે ગગડીને 26000 પર પહોંચી ગયો હતો અને તે સમયે કંપનીઓની માર્કેટ કેપ પણ ઘટીને 101.6 લાખ કરોડ પર પહોંચી ગઈ હતી.

કોરોનાના કારણે કેન્દ્ર સરકારે દેશ વ્યાપી લોકડાઉનની જાહેરાત કર્યા બાદ ગયા વર્ષે શેરબજાર ગગડ્યુ હતુ અને હવે શેરબજાર કુદકે ને ભૂસકે ઉપર જઈ રહ્યુ છે. જેના કારણે રોકાણકારોની સંપત્તિમાં પણ ભારે વધારો થયો છે.

Read more below article :- 

આ ભારતીય કંપનીનુ અમેરિકાના શેર બજારમાં ધમાકેદાર લિસ્ટિંગ, કંપનીના 500 કર્મચારીઓ રાતોરાત કરોડપતિ બન્યા

નવી દિલ્હી,તા.23 સપ્ટેમ્બર 2021,ગુરૂવાર

અમેરિકાના શેરબજારમાં ભારતની એક કંપનીના પરાક્રમની ચારે તરફ ચર્ચા છે.


બિઝનેસ સોફટવેર બનાવતી ફ્રેશવર્ક નામની કંપની અમેરિકાના શેર બજાર નાસડેક પર લિસ્ટ થઈ છે અને આ લિસ્ટિંગ થકી કંપનીએ એક અબજ ડોલર કરતા વધારે રકમ એકત્ર કરી છે. કંપનીના સેંકડો કર્મચારીઓ રાતોરાત કરોડપતિ બની ગયા છે.



કંપનીના સ્થાપક ગિરિશ માત્રુબુથમે તામિલનાડુના નાનકડા શહેર ત્રિચીમાં 700 સ્કેવરફૂટના એક ગોડાઉનમાં આ કંપની શરૂ કરી હતી. હવે આ કંપનીએ 1.3 અબજ ડોલર ઈન્વેસ્ટરો પાસે એકત્રિત કર્યા છે. તેના ધમાકેદાર લિસ્ટિંગના કારણે કંપનીના 500 કર્મચારીઓ રાતોરાત કરોડપતિ બની ગયા છે. આ પૈકીના 70 કર્મચારીઓ તો 30 વર્ષ કરતા પણ ઓછી વયના છે. જેઓ તાજેતરમાં જ કોલેજનો અભ્યાસ કરીને કંપનીમાં જોડાયા હતા.



ઉલ્લેખનીય છે કે, કંપનીની ઓફિસો ચેન્નાઈ અને અમેરિકમાં છે અને કંપનીના સ્ટોકનુ બુધવારે નાસડેક પર 43.5 ડોલરના ભાવે લિસ્ટિંગ થયુ હતુ. જે કંપનીએ નક્કી કરેલા 36 ડોલર પ્રતિ શેરના લિસ્ટિંગ પ્રાઈઝ કરતા 21 ટકા વધારે છે. કંપનીની માર્કેટ કેપ હાલમાં 12 અબજ ડોલર પર પહોંચી ગઈ છે.


કંપનીના 76 ટકા કર્મચારીઓ પાસે કંપનીના શેર છે અને હવે તેઓ પણ કરોડપતિ બની ગયા છે.

Read more article's 


ગરબા ખેલૈયાઓને મોટો ઝટકો / શું આ વર્ષે પણ નવરાત્રિ નહીં યોજાય!, આયોજકોએ લીધો સૌથી મોટો નિર્ણય




 



 
રાજ્યમાં આ વર્ષે નવરાત્રિ યોજાશે કે નહીં તેને લઇને હાલ સૌ કોઇ અસમંજસમાં છે. એવામાં બીજી બાજુ ગુજરાતની સરકારમાં નેતૃત્વ પરિવર્તન થતા શું નવી સરકાર નવરાત્રિને લઇને મંજૂરી આપશે કે કેમ તેને લઇને હાલ ગરબા આયોજકોમાં પણ ચર્ચા ચાલી રહી છે. ત્યારે નવરાત્રિની પૂર્વે અમદાવાદના ગરબા રસીકો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે.



રાજપથ અને કર્ણાવતીમાં નવરાત્રિનું આયોજન નહીં કરાય

આ વર્ષે પણ અમદાવાદમાં કોરોના મહામારીના કારણે રાજપથ અને કર્ણાવતીમાં નવરાત્રિનું આયોજન નહીં કરવામાં આવે. જો સરકાર છૂટ આપશે તો પણ નવરાત્રિ નહીં યોજવામાં આવે.



માત્ર 400 લોકોની પરવાનગીની ગાઈડલાઈન નડી

કોરોના મહામારીને લઈને આયોજકો દ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ગરબાના ખેલૈયાઓ માટે માઠા સમાચાર છે. આ વખતે પણ ક્લબોમાં નવરાત્રિ નહીં યોજવામાં આવે. માત્ર 400 લોકોની પરવાનગીની ગાઈડલાઈન નડી. મોટા ભાગની ક્લબોમાં આ વર્ષે પણ નવરાત્રિ યોજવામાં નહીં આવે.
રૂપાણી સરકાર વખતે DJ-મ્યુઝિક બેન્ડ અને ગાયકોના હિતમાં લેવાયો હતો સૌથી મોટો નિર્ણય

ઉલ્લેખનીય છે કે, રૂપાણી સરકાર વખતે નવરાત્રિ પહેલાં ડીજે, મ્યુઝિક બેન્ડ તેમજ ગાયકો માટે સૌથી મોટા અને રાહતના સમાચાર સામે આવ્યાં હતાં. જે-તે સમયે રૂપાણી સરકારે ડીજે, મ્યુઝિક બેન્ડ તેમજ ગાયકોને કાર્યક્રમ યોજવાની મંજૂરી આપી દીધી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટની બેઠકમાં આ અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મુખ્યપ્રધાને બેઠકમાં ગૃહ વિભાગને આ મુદ્દે નોટિફિકેશન કરવાની સૂચના આપી હતી.



મહત્વનું છે કે, કોરોનાના કારણે ડીજે અને બેન્ડ પર પ્રતિબંધ લગાવવામાં આવતા આ વ્યવસાય સાથે જોડાયેલા અનેક લોકોની હાલત કફોડી બની ગઇ હતી. પરંતુ હવે સરકારે છૂટ આપતા તેઓ અંદાજે બે વર્ષ બાદ કાર્યક્રમો યોજી શકશે.

No comments:

Post a Comment