Pages

Search This Website

Friday, 6 August 2021

પ્રધાનમંત્રી જન – ધન યોજનામા કોણ ખાતુ ખોલાવી શકે? આ ખાતુ ખોલાવવા જરૂરી દસ્તાવેજ સંપુર્ણ માહિતી વાંચો અને શેર કરો




પ્રધાનમંત્રી જન – ધન યોજનામા કોણ ખાતુ ખોલાવી શકે? આ ખાતુ ખોલાવવા જરૂરી દસ્તાવેજ સંપુર્ણ માહિતી વાંચો અને શેર કરો





૧ પ્રધાનમંત્રી જન – ધન યોજના ,

હેતુઃ બેંક ખાતાની સાથે જ લોકોને નાણાકીય સવલતો જેવી કે ડેબિટકાર્ડ , બેંકિંગ સર્વિસ , થાપણ , નાણાની લેવડ – દેવડ , વીમો , પેન્શન વગેરે પૂરી પાડવાનો છે . ઉપરાંત પ્રધાનમંત્રી જન – ધન યોજના રાષ્ટ્રીય નાણાકીય સમાવેશનું મિશન છે .

1 યોગ્યતા : ૧૦ વર્ષથી વધુ વય ધરાવતી કોઇ પણ વ્યક્તિ આ યોજના હેઠળ બેંકમાં ખાતું ખોલાવી શકે છે .

ફાયદાઓ : આ યોજના સાથે સંકળાયેલ લાભો નીચે મુજબ છે :
૧ ) જમા રાશિ ઉપર વ્યાજ
૨ ) એક લાખ રૂપિયાનું દુર્ઘટના વીમા કવચ
૩ ) કોઇ ન્યુનતમ બેલેન્સની જરૂર નથી , તેમ છતાંય , રૂપે કાર્ડની મદદથી રકમ ઉપાડવા માટે થોડી રકમ જમા રાખવામાં આવે એ હિતાવહ છે .
૪ ) રૂ . ૩૦ , ૦૦૦ નું જીવન વીમા કવચ .
૫ ) ભારત ભરમાં સહેલાઇથી રકમ ટ્રાન્સફર થઇ શકશે . સરકારી યોજનાના લાભાર્થીઓને તેમના આ ખાતામાં સીધા લાભો જમા કરવામાં આવશે .
૭ ) ૬ મહિના સુધી ખાતામાં સંતોષજનક લેવડ – દેવડ પછી ઓવરડ્રાફ્ટની સુવિધા . આપવામાં આવશે .
૮ ) પેન્શન તથા વીમાની સુવિધા મળી શકશે

.કાર્યપધ્ધતિ : પ્રધાનમંત્રી જન – ધન યોજનામાં ખાતું ખોલાવવા માટે નીચે મુજબનાં દસ્તાવેજ જરૂરી છે .

૧ ) આધારકાર્ડ હોય , તો બીજા કોઇ દસ્તાવેજની જરૂર નથી .

૨ ) સરનામું બદલાઈ ગયું હોય , તો હાલના સરનામાનું પ્રમાણપત્ર જરૂરી છે . જો આધારકાર્ડ ન હોય , તો નીચે જણાવેલ સરકારી દસ્તાવેજ પૈકી કોઇપણ એક જરૂરી છે .

અ ) મતદાર ઓળખપત્ર ડ્રાયવિંગ લાયસન્સ

ક ) પાન કાર્ડ ડ ) પાસપોર્ટ ઇ ) નરેગા કાર્ડ

નોંધ : આ દસ્તાવેજોમાં જો અરજદારનું સરનામું હોય , તો આ ઓળખાણ તેમજ સરનામાના પુરાવા તરીકે કાર્ય કરશે . ૪ ) જો કોઇપણ વ્યક્તિ પાસે ઉપર જણાવેલ દસ્તાવેજ ન હોય તો બેંક દ્વારા ઓછા જોખમ વાળા વર્ગ માટે ગેઝેટેડ અધિકારી દ્વારા જારી કરેલ પત્ર જેમાં વ્યક્તિનો ફોટો પણ પ્રમાણિત કરેલ હોય તેવા કોઇપણ દસ્તાવેજથી ખાતું ખોલાવી શકે છે . 1 અમલીકરણ

સંસ્થાઓ : રાષ્ટ્રીયકૃત અને જાહેર ક્ષેત્રની બેંકોની શાખાઓ , સહકારી બેંકોની શાખાઓ , બેંક મિત્ર , વ્યવસાય પ્રતિનિધિ વગેરે મારફત આ યોજનાનો અમલ કરવામાં આવશે . 

No comments:

Post a Comment