ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં તા.૪મેથી ઉનાળુ વેકેશન શરૃ થશે જે ૩૫ દિવસનું રહેશે તા.૮મી જુનથી નવાસત્રનો પ્રારંભ થશે. રાજ્યસરકારના શિક્ષણ વિભાગે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું વેકેશન એક સરખુ રહે તે રીતે તારીખ નક્કી કરી છે.
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા પ્રાથમિકશાળાઓમાં વર્ષ ૨૦૧૫-૧૬ના શૈક્ષણિક વર્ષ માટે ઉનાળુ વેકેશન નિયત કર્યુ છે. વર્ષમાં બે વેકેશન જેવા કે ઉનાળુ વેકેશન અને દિવાળી વેકેશન રહેશે. જેમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવતી તારીખ પ્રાથમિક શાળાઓની રહેશે. પ્રાથમિક શાળાઓમાં ઉનાળુ વેકેશન તા.૪-૫-૨૦૧૫ થી શરૃ થશે જે ૩૫ દિવસનું રહેશે અને તા.૮-૬-૨૦૧૫ના રોજથી રાબેતા મુજબ શાળાઓ શરૃ થશે.
Pages
▼
No comments:
Post a Comment